Last Update : 05-June-2012, Tuesday

 

સચીન ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે ઃ અણ્ણા
ક્રિકેટર સચીન તેંડુલકર હવે સાંસદ ઃ હિન્દીમાં શપથ

'ક્રિકેટના કારણે જ આ મુકામ મળ્યો છે ઔ અન્ય રમતોના ઉત્કર્ષ માટે અવાજ ઉઠાવીશ'

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૪
જીવંત દંતકથા સમાન ક્રિકેટર સચીન તેંડુલકરે રાજ્યસભાના સભ્ય તરીકે સોગંદ લીધા હતા. ત્યારબાદના વકતવ્યમાં સચીને સ્પષ્ટતા કરી હતી કે, તેમને રાજ્યસભાનું સભ્યપદ પ્રાપ્ત થયું છે પણ તેમનું લક્ષ્ય હંમેશા ક્રિકેટ રહેશે કેમ કે ક્રિકેટે તેને જગતની તમામ સુવિધા અને પ્રતિષ્ઠા અપાવ્યા છે. દરમ્યાન અણ્ણા હઝારેએ આશા વ્યક્ત કરી હતી કે સચીનને સંસદમાં સ્થાન મળ્યું છે ત્યારે તે તેમના લોકપાલ બિલ અંગેના ખરડાને અવાજ- ટેકો પૂરો પાડશે.
સચિન તેંડુલકરે, ગૃહના અધ્યક્ષ હમીદ અન્સારી તેમજ કેન્દ્રીય મંત્રી રાજીવ શુક્લ, હરીશ રાવત, વી. નારાયણ સામીની હાજરીમાં ગુપ્તતાના અને પદપ્રતિષ્ઠાના સોગંદ લીધા હતા. તેમણે હિન્દીમાં સોગંદ લીધા બાદ તેંડુલકરે સ્પષ્ટતા કરી હતી કે, તેનું પ્રથમ લક્ષ્ય તો ક્રિકેટ જ રહેેેશે. કેમ કે ક્રિકેટે જ તેમને રાજ્યસભાના સભ્યપદ ઉપરાંત ઘણા બધા બહુમાન અપાવ્યા છે.
તેઓ ક્રિકેટ ક્યારે રમવાનું છોડશ તે અંગે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે હું ક્રિકેટ રમવાનું છોડવાનો નથી અને ક્યારે છોડીશ તે અંગે મને કંઈ જ જાણ નથી. તેણે સ્વીકાર્યું હતું કે, ક્રિકેટના કારણે જ મને આ મુકામ મળ્યો છે અને તેણે કહ્યું હતું કે, ક્રિકેટ તેમજ અન્ય રમતોના વિકાસ માટે મારા અન્ય સાંસદ સાથીઓનો સહકાર લઈને કાર્ય કરીશ. વિવિધ મંત્રાલયના કર્મચારીઓ હમીદ અન્સારીની કેબિન બહાર સચીનની ઝાંખી મેળવવા એકત્ર થયા હતા. દરમ્યાન અણ્ણા હજારેએ સચીનના સંસદ પ્રવેશ નિમિત્તે તેમને અભિનંદન આપતા આશા વ્યક્ત કરી હતી કે, તે (સચીન) અણ્ણાના લોકપાલ બિલને ટેકો આપશે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે અને જે પ્રકારે અમે સંસદ બહાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છીએ તે પ્રકારે સંસદમાં રહીને કામ કરશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved