Last Update : 05-June-2012, Tuesday

 

કોંગ્રેસ કારોબારીની બેઠકમાં
વિવાદો છતાં વડાપ્રધાન મનમોહનને સોનિયાનો ટેકો

જૂથવાદ છોડી એક થવા કોંગી કાર્યકરોને સંદેશ ઃ અણ્ણા ટીમ પર પ્રહારો ઃ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય સોનિયા પર છોડાયો

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૪
કોંગ્રેસ કારોબારીની આજે અહીં મળેલી બેઠકમાં પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ વિવાદોથી ઘેરાયેલા વડાપ્રધાન મનમોહન સિંહને આજે જાહેર કરેલા પૂરેપૂરા ટેકાને સમર્થન આપવામાં આવ્યું હતું. સાથે આ કારોબારીએ પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિશ્ચિત કરવા માટે પક્ષ પ્રમુખને સંપૂર્ણ સત્તા આપી હતી. જયારે સોનિયા ગાંધીએ તેમના કરેલાં ઉદબોધનમાં પક્ષના કાર્યકરોને આંતરિક વિખવાદ છોડી એક થવા આદેશ આપવા સાથે નિર્ણયોને મજબૂત રીતે વળગી રહેવા પણ અનુરોધ કર્યો હતો. જયારે મનમોહન સિંહે નેતાઓ અને કાર્યકરોને લોકોને શિક્ષિત કરી, વિરોધીઓ, ખાસ કરીને અણ્ણા ટીમ દ્વારા ફેલાવાતાં જૂઠાણાં વિષે પણ જનતાને જાણ કરવા જણાવ્યું હતું.
એક વર્ષના ગાળા બાદ મળેલી કોંગ્રેસ કારોબારી બેઠકમાં આપેલા પ્રેરક પ્રવચનમાં સોનિયા ગાંધીએ બહુ જ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, પક્ષનું મૂલ્યાંકન તેની જનસામાન્યમાં રહેલી છાપ ઉપરથી જ થઇ શકે. આથી પક્ષમાં રહેલી જૂથબંધીને મજબૂત કરવાનો વિચાર જ છોડી દઈ સૌ કોઈએ પક્ષને મજબૂત કરવા પણ પ્રયત્નો કરવા જ પડશે. તેમણે કહ્યું હતું કે પક્ષના સભ્યો આંતરિક વિખવાદને બદલે તેની માત્ર અર્ધી જ શકિત પક્ષને મજબૂત બનાવવામાં વાપરશે તો પક્ષ આગળ વધી શકશે. તેઓએ જણાવ્યું હતું કે, અત્યારે આર્થિક પરિસ્થિતિ અંગે પક્ષ ઉપર પ્રહારો થઇ રહ્યા છે. ખાસ કરીને પેટ્રોલના ભાવમાં થયેલા (લીટર દીઠ) રૃ. ૭.૫ જેટલા કરાયેલા ભાવ વધારાથી પક્ષ પર નિશાન સાધવામાં આવ્યાં હતાં અને તેમાં આશરે બે રૃપિયાનો ઘટાડો કરાયો હોવા છતાં તેની ઉપર વિપક્ષો અને યુપીએના તૃણમૂલ કોંગ્રેસ જેવા સાથી પક્ષો દ્વારા પણ ટીકાઓનો ધોધ વરસી રહ્યો છે.
વડા પ્રધાન મનમોહન સિંહે તેમનાં વકતવ્યમાં ટીમ અણ્માના તે પ્રકારના આક્ષેપોને સ્પષ્ટ રદિયો આપ્યો હતો કે સરકારે અકલ્પ્ય રકમનો ગોટાળો કર્યો છે. આ સાથે બાબા રામદેવ ઉપર પણ ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, આવી ખોટી માહિતીઓ જાણી જોઈને ફેલાવવામાં આવે છે અને એક જ ઝાટકે અસામાન્ય પ્રમાણમાં વિદેશમાં કાળાં નાણાં પાછા લાવવાની તેમણે કરેલી વાત પણ ગળે ઉતરે તેવી નથી. આવાં જૂઠ્ઠાણાં જાણી જોઇને, રઘવાયા બનેલા લોકો દ્વારા ફેલાવવામાં આવી રહ્યાં છે.
આ બેઠકમાં બોલતાં નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે, દેશની આર્થિક પરિસ્થિતિ કંઈ ૧૯૯૧ જેવી નથી કે જયારે આપણે સોનું ગીરવે મુકી વિદેશી હુંડિયામણ મેળવવું પડયું હતું.
આ બેઠકમાં યુપીએના સાથી પક્ષો, તૃણમુલ અને શરદ પવારની એનસીપી ઉપર કરાયેલા આક્ષેપો ધ્યાન ખેંચે તેવા હતા. સાથે પ્રાદેશિક પક્ષો સામે લડવા માટેની વ્યૂહરચના પણ વિચારવામાં આવી હતી.
પત્રકારોએ કરેલાં સંશોધનમાં પક્ષના પ્રવકતા મનીષ તિવારીએ કેગ ઉપર સરકારને નુકસાન થાય તે રીતે વર્તવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, કેગ નિરંકૂશ બની ગયેલી તોપની જેમ વર્તે છે. તેને આ રીતે વર્તવા દેવી યોગ્ય છે કે કેમ તે વિષે પણ તેમણે પ્રશ્ન પૂછયો હતો.
ઉત્તરા ખંડના મુખ્ય પ્રધાન વિજય બહુગુણાએ કહ્યું હતું કે સરકારે તેવી છાપ ઉભી કરવી જોઈએ કે, તે કામ કરી રહી છે. જયારે કરેળના પક્ષના વડા રમેશ ચેન્નીથાલાએ પેટ્રોલ ભાવ વધારાની ટીકા કરી હતી. હરિયાણાના મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હૂડાએ જવાહરલાલ નહેરૃના સમયમાં અમલી કરાયેલી કામરાજ યોજનાની યાદ આપતાં કહ્યું હતું કે તેઓ પદ છોડી નવાં લોહીને માર્ગ આપવા તૈયાર છે.
આ બેઠકમાં પક્ષના ૧૧૫ સભ્યોને આમંત્રણ અપાયું હતું જેમાં પાર્લામેન્ટરી વિંગ અને સેન્ટ્રલ ઇલેકશન કમિટીના સભ્યો ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્ય પ્રધાનોનો સમાવેશ થતો હતો. પરંતુ માત્ર ૯૮ જ ઉપસ્થિત રહ્યા હતા, જયારે ૪૨ સભ્યોએ પોતાનાં મંતવ્યો રજૂ કર્યા હતાં.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved