Last Update : 05-June-2012, Tuesday

 

નીચા વિકાસ દર તાૃથા ઘટી રહેલા તેલના ભાવને જોતા
વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત

 

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. ૪
આર્થિક વિકાસ દર ઘટીને નવ વર્ષની નીચી સપાટીએ ગયો છે ત્યારે રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર એસ. ગોકરણએ નીચા વિકાસ દર તથા ઘટી રહેલા તેલના ભાવને ધ્યાનમાં રાખી વ્યાજ દરોમાં વધુ ઘટાડાના સંકેત આપ્યા હતા. વિકાસ દર અપેક્ષા કરતા નીચો છે અને ફુગાવા પર તેની અસર હકારાત્મક પડી શકે છે એટલું જ નહીં તેલના ભાવ પણ અપેક્ષા કરતા વધુ નીચે ગયા છે ત્યારે વ્યાજ દરમાં ઘટાડો કરવાનો અવકાશ રહેલો છે એમ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.
માર્ચ ૨૦૧૨ના અંતે પૂરા થયેલા ત્રિમસિક ગાળા માટેનો આર્થિક વિકાસ દર ઘટીને ૫.૩૦ ટકા રહી નવ વર્ષની નીચી સપાટીએ ગયો છે ત્યારે તેને ફરી ઊંચે લાવવા અને ૭.૩૦ ટકાના ટાર્ગેટને પૂરો કરવા યોગ્ય પગલાં ભરવા આવશ્યક છે. નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨માં આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા નીચો રહ્યો હતો જે ૨૦૦૮-૦૯ની વૈશ્વિક નાણાંકીય કટોકટી વખતે રહેલા ૬.૭૦ ટકા કરતા પણ નીચો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧માં આ દર ૮.૪૦ ટકા રહ્યો હતો.
આર્થિક વિકાસ દર નીચો રહેવાનું એક કારણ વ્યાજ દર અંગેની રિઝર્વ બેન્કની નીતિ હોવાનું માનવામાં આવે છે. ફુગાવાનો દર ઊંચો રહેતા વ્યાજદર વીસા મહિના સુધી ઊંચા રહ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ની વાર્ષિક સમીક્ષા કરતી વખતે રિઝર્વ બેન્કે મુખ્ય વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો હતો. ઊંચી રાજકોષિય અને વેપાર ખાધને કારણે વ્યાજ દરમાં વધુ ઘટાડો શકય નહીં હોવાનું રિઝર્વ બેન્કે વાર્ષિક સમીક્ષા વખતે જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક ૧૮ જૂને મધ્ય ત્રિમાસિક ગાળાની સમીક્ષા કરનાર છે.
નીતિવિષયક દરો નક્કી કરતી વખતે રિઝર્વ બેન્કે ખાધ્ય પદાર્થનો ફુગાવો અને રૃપિયામાં ઘસારાને ધ્યાનમાં લેવાનો રહેશે એમ ડેપ્યુટી ગવર્નરે વધુમા ંજણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved