Last Update : 05-June-2012, Tuesday

 

જીડીપી ગ્રોથ ઘટી જતાં, ડાઉનગ્રેડીંગના પગલે
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

 

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ,તા.૪
જી.ડી.પી.ના આકંડા ખરાબ આવતા હવે કંપનીઓની આવકો ઘટવાની ગણતરીએ વધુ ડાઉનગ્રેડનું જોખમ માથે ભમવા લાગ્યું છે. છેલ્લાલ એક વર્ષમાં સેન્સેક્સના સર્વમાન્ય અર્નિંગનો અંદાજ લગભગ ૧૪ ટકા ઘટાડીને હાલ રૃ.૧,૨૮૦ જટેલો મૂકાય છે. હાલના તબક્કે બજાર સેન્સેક્સની કમાણીમાં ૨૦૧૨-૧૩માં ૧૬ ટકા વધવાની ગણતરી મૂકે છે. જો કે જી.ડી.પી.નાં આંકડા જોતા અને જીડીપી વૃદ્ધિના અંદાજોમાં તાજેતરમાં મૂકાયેલા કાપ જોતાં, સેન્સેકસની કમાણીનાં અંદાજો પણ ઘટાડાવાની પૂરેપૂરી શક્યતા છે. વાસ્તવમાં ઘણાં બ્રોકરેજ હાઉસોએ તો આવું કરવાની શરૃઆત કરી દીધી છે.
અર્થતંત્રમાં ભારે સ્લોડાઉનના કારણે ગ્રોથ (વિકાસ)નાં બદલે ડીગ્રોથની શક્યતાઓ વધી જાય છે ત્યારે ઘણાં એનાલિસ્ટો એવું માનવા લાગ્યા છે કે નાણાકીય વર્ષ ૨૦૧૩માં સેન્સેક્સની કંપનીઓની કમાણીમાં શૂન્યથી પાંચ ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. સાથે સાથે જ તેઓ એવું પણ માનવા લાગ્યા છે કે ૧૬ ટકાનો વૃધ્ધિ દર તો ઘણી વધુ પડતી અપેક્ષા રાખવી ગણાય. આ શક્ય પણ નથી અને એવી ચર્ચા કરવી પણ નકામી ગણાય એવું પણ અમુક વર્ગનું માનવું છે. સેન્સેક્સની કંપનીઓની કમાણીમાં હાલના તબક્કે તેઓ ૯ ટકાની વૃધ્ધિનો અંદાજ રાખે છે.
૨૦૧૧નાં દ્વિતીયાર્ધમાં સંખ્યાબંધ અર્નિંગ્સ ડાઉનગ્રેડ આવતાં એનાલિસ્ટોએ તેમની અપેક્ષાઓ ઘટાડી હતી. જો કે ત્યાર બાદ સેન્ટીમેન્ટ સુધરતાં અને રિઝર્વ બેંકે રેપો રેટમાં કાપ મૂકતાં બજારો પણ સુધર્યા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ રોકાણનો પ્રવાહ વધારતાં એનાલીસ્ટો માનવા લાગ્યા હતા કે હવે ડાઉનગ્રેડની જરૃરિયાત નથી. જો કે ઓછો આર્થિક વિકાસદર આપ મેળે જ ક્ષેત્રો અને તેઓની કંપનીઓની કમાણીની અપેક્ષાઓમાં પણ ઘટાડો થશે. સિમેન્ટ અને સ્ટીલ જેવા ક્ષેત્રોનો વિકાસ સીધો જ જીડીપીનાં ગ્રોથ સાથે સંકળાયેલો હોય છે. તદુપરાંત ભારતમાં કેપેક્સ અને ઈન્ફ્રા પરનાં ખર્ચમાં ઘટાડો શરૃ થતાં સમગ્ર તથા આંકડાઓ પર અસર પણ થશે જ.
તાજેતરમાં જ ગોલ્ડમેન સારો ભારતનાં ૨૦૧૨-૧૩નાં જીડીપી ગ્રોથ રેટનાં અંદાજો ૭.૨ ટકા પરથી ઘટાડી ૬.૬ ટકા તો બેંક ઓફ અમેરિકા- મેરીલ લીન્ચે ૬.૮ ટકાથી ઘટાડી ૬.૫ ટકા અને મોર્ગન સ્ટેન્લીએ ૭.૫ ટકા પરથી ઘટાડી ૬.૮ ટકા કર્યા હતા.
જાન્યુ.-ફેબુ્ર.નાં સ્તરેથી ઓટોમોબાઈલનાં વેચાણનાં આંકડા, સિમેન્ટની રવાનગીનાં આંકડા, રેલવે ફ્રેઈટના ડેટા તથા પીએમઆઈ છેલ્લા થોડા મહિનામાં ઘટયા હોવાની વાત પણ સ્લોડાઉનનો નિર્દેશ આપે છે.
નાણાકીય વર્ષ ૨૦૧૩નાં કન્સેસસ અર્નિંગ્સ રૃ.૧૨૮૦ અને સેન્સેકસની ૧૫૯૮૮ની સપાટીએ ૧૨.૪૯નો પી-ઈ રેશિયો થાય છે. આ કમાણીનાં અંદાજો ૧૬ ટકા વૃદ્ધિ દરની ધારણાએ હતાં. હવે વૃધ્ધિ દરનો અંદાજ અમુક વર્ગ ૯ ટકા મૂકે છે. અને અમુક વર્ગ ૦થી ૫ ટકા વચ્ચે તેથી ૭ ટકાથી માંડીને ૧૬ ટકાનો વિકાસ દરનો ઘટાડો કમાણીનું ચિત્ર બદલી નાંખે તેથી હાલનાં ૧૨૨નાં પી-ઈને વ્યાજબી ગણીએ તો પણ તે સેન્સેક્સનાં ટારગેટ લેવલ તેટલા પ્રમાણમાં ઘટાડી દેશે.
માર્ચ ૨૦૧૨માં પૂરા થયેલા વર્ષ માટેનો સેન્સેક્સનો કન્સેન્સસ કમાણીનો અંદાજ ૧૧૦૦ છે અને ૨૦૧૩નો કમાણીનો અંદાજ હાલનાં તબક્કે ૧૨૮૦ િૂકાય છે. અત્યારનાં પ્રવર્તમાન સેન્ટીમેન્ટને મંદીમય વાતાવરણમાં પ્રતિક સમાન ગણી હાલનાં ૧૨ સાડાબારનાં પી-ઈને સેન્સેક્સ માન આપે એવું લઈએ તો સેન્કેસનાં ઈપીએલમાં જેટલા ટકા ડાઉનગ્રેડ થાય તેનાં પ્રમાણે ૧૨ના પી-ઈ ડિસ્કાઉન્ટિંગે સેન્સેકેસ કયા સ્તરે જઈ શકે તે એક કોઠામાં દર્શાવ્યું છે.

૨૦૧૩ના ઈ.પી.એસ.માં કાપ અને અસર
કેટલા ટકા કેટલુ સેન્સેક્સ
ઈપીએસ ગ્રોથ ઈપીએસ ટારગેટ
- - (૧૨નાં પીઈએ)
૧૦ ૧૨૧૦ ૧૪,૫૨૦
૦૮ ૧૧૮૮ ૧૪,૨૫૬
૦૬ ૧૧૬૬ ૧૩,૯૯૨
૦૪ ૧૧૪૪ ૧૩,૭૨૮
૦૨ ૧૧૨૨ ૧૩,૪૬૪
૦૦ ૧૧૦૦ ૧૩,૨૦૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved