Last Update : 05-June-2012, Tuesday

 

ક્રુડ ઓઈલમાં કડાકો, રૃપિયો અફડાતફડીના અંતે ફરી ઘટતા, એશિયામાં ગાબડાં છતાં
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યોઃ ૨૧૬ પોઈન્ટનો ઘટાડો પચાવી ૧૬૦૧૩ થયો

બેંકિંગ, રીયાલ્ટી, કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં આર્કષણ નિફટી ૪૭૭૦ના તળીયેથી ઊંચકાઈ ૪૮૪૮ઃ સેન્સેક્ષ ૧૫૭૪૯ થઈ ૧૫૯૮૮

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
ભારતની આર્થિક વૃધ્ધિ માર્ચ, ૨૦૧૨ના અંતના ત્રિમાસિકમાં ઘટીને ૫.૩ ટકા નવ વર્ષની નીચી સપાટીએ જવી, ચીનમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે મંદીના આંકડા અને અમેરિકામાં બેરોજગારીના દરમાં વધારા સાથે યુરો ઝોનમાં ગ્રીસ, સ્પેન મુદ્દે સતત અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહ્યા હોઈ વૈશ્વિક બજારો આજે પણ ડામાડોળ રહ્યા હતા. અમેરિકી બજારોમાં ગત સપ્તાહના અંતે ડાઉ જોન્સ ઈન્ડેક્ષના ૨૭૫ પોઈન્ટ અને નાસ્દાકના ૮૦ પોઈન્ટના કડાકા બાદ આજે વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન ખોરવાઈ ગયાની ભીતિએ ક્રુડ ઓઈલના તૂટતા જતા ભાવ આજે બ્રેન્ટ ક્રુડ ઓઈલના બેરલદીઠ વધુ ૨.૧૯ ડોલર તૂટીને ૯૬.૬૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૯૦ સેન્ટ ગબડીને ૮૨.૩૩ ડોલર થઈ જતાં એશીયાના બજારોમાં સાર્વત્રિક ધોવાણે ખુલ્યા હતા. મુંબઈ શેરબજારોમાં પણ ટ્રેડીંગની શરૃઆત અપેક્ષીત નરમ થઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલ ઈન્ડિયા, જિન્દાલ સ્ટીલ, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનીલીવર, સ્ટરલાઈટ, આઈટીસી, હિન્દાલ્ક, ટાટા પાવર, સ્ટેટ બેંક, ભેલ સહિતના શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૫૯૮૮.૪૦ સામે ૧૫૬.૨૮ પોઈન્ટ નીચે ગેપમાં ૧૫૮૦૮.૮૮ મથાળે ખુલીને વધુ ઘટીને ૧૭૫થી ૧૯૦ પોઈન્ટનો ઘટાડો લાંબો સમય બતાવતો રહી એક સમયે ૨૧૬.૧૮ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૫૭૪૮.૯૮ સુધી ગબડી ગયો હતો. જે ઘટયા મથાળે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગર્વનર સુબીર ગોકરને ફુગાવો ઘટી રહ્યો હોવાના અને ક્રુડ ઓઈલના ભાવ નીચા આવી રહ્યા હોવાથી વ્યાજ દરોમાં ઘટાડા માટે રિઝર્વ બેંક પોઝિટીવ હોવાનું નિવેદન કરતા અને ડોલર સામે રૃપિયાનું ધોવાણ અટકીને બપોરે ૪૦થી ૪૫ પૈસા રૃપિયો મજબૂત થતાં પોઝિટીવ અસરે કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓટો, રીયાલ્ટી શેરોમાં શોર્ટ કવરીંગ સાથે વેલ્યુબાઈંગ નીકળતા અને ખાસ લાર્સન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આક્રમક લેવાલીએ સેન્સેક્ષ ઘટાડો પચાવીને ૨ઃ૫૨ વાગ્યે પોઝિટીવ ઝોનમાં આવી જઈ ઓએનજીસી, ડીએલએફ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, હીરો મોટોકોર્પ, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા મહિન્દ્રા, ભેલના સથવારે ફરી ૧૬૦૦૦ની સપાટી પાર કરી જઈ બજાર બંધ થવાની છેલ્લી ક્ષણમાં ૪૭.૬૮ પોઈન્ટ વધીને ૧૬૦૧૨.૮૪ સુધી જઈ અંતે ૨૩.૨૪ પોઈન્ટના સુધારે ૧૫૯૮૮.૪૦ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્ષમાં આજે ૫૦૦ પોઈન્ટની ઉથલપાથલ થઈ હતી.
નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૪૮૦૦ની સપાટી ગુમાવી ૪૭૭૦ થઈ ફરી ૪૮૪૮ઃ ૧૭૦ પોઈન્ટની ઉથલપાથલ
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૪૮૪૧.૬૦ સામે ૪૭૯૭.૩૦ મથાળે ખુલીને શરૃઆતમાં ગેઈલ ઈન્ડિયા, જિન્દાલ સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા પાવર, સેસાગોવા, એશીયન પેઈન્ટસ, કેઈર્ન ઈન્ડિયા, ભારતી એરટેલ, ડો. રેડ્ડીઝ લેબ., હિન્દુસ્તાન યુનીલીવર સહિતમાં વેચવાલીએ ઈન્ટ્રા-ડે એક સમયે ૭૧.૨૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૪૭૭૦.૩૫ સુધી ગબડી ગયો હતો. જે ઘટયા મથાળે રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનરના પોઝિટીવ નિવેદને ડોલર સામે રૃપિયાનું ધોવાણ અટકી ઝડપી મજબૂતી પાછળ બેંકિંગ, પાવર- કેપિટલ ગુડઝ, રીયાલ્ટી, ઓટો શેરોમાં કવરીંગ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મોટી લેવાલીએ સંપૂર્ણ ઘટાડો પચાવીને એક તબક્કે ૧૫.૭૦ પોઈન્ટ વધીને ઉપરમાં ૪૮૫૮.૩૦ થયો હતો. જે અંતે ૬.૫૫ પોઈન્ટ વધીને ૪૮૪૮.૧૫ બંધ રહ્યો હતો. આમ નિફટીમાં આજે ૧૭૦ પોઈન્ટની અફડાતફડી થઈ હતી.
નિફટી જૂન ફયુચર નીચામાં ૪૭૬૦ થઈ પાછો ફરી ૪૮૫૦ઃ હજુ સ્પોટ ૪૮૬૫ ઉપર બંધ જરૃરી
ડેરીવેટીવ્ઝમાં નિફટી બેઝડ ઘટાડે ૪૭૦૦ નજીક બજારને મોટો સર્પોટ હોવાના ધ્યાને ઘટાડે શોર્ટ કવરીંગ જોવાયું હતું. નિફટી જૂન ફયુચર ૨,૭૧,૩૦૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૫૦૯ કરોડના ટર્નઓવરે ૪૮૨૪.૫૫ સામે ૪૭૭૫ ખુલી નીચામાં ૪૭૬૦.૫૦ સુધી તૂટી જઈ પાછો ફરી ઉપરમાં ૪૮૫૨ થઈ અંતે ૪૮૫૦.૫૦ હતો. જ્યારે નિફટી ૪૯૦૦નો કોલ ૨,૭૩,૦૭૨ કોન્ટ્રેકટસમાં રૃ.૬૭૯૭ કરોડના ટર્નઓવરે ૯૦.૩૦ સામે ૭૫.૧૦ ખુલી નીચામાં ૬૧.૫૫ સુધી જઈ પાછો ફરી ઉપરમાં ૯૩.૩૦ થઈ અંતે ૯૨.૬૦ હતો. નિફટીના ખેલંદાઓ માટે હજુ ટેકનીકલી નરમાઈનો ટ્રેન્ડ બદલવા માટે નિફટી સ્પોટ ૪૮૬૫ ઉપર બંધ જરૃરી હોવાનું ધ્યાન બતાવાતું હતું.
નિફટી ૪૭૦૦નો પુટ ૮૫.૬૫થી ઉછળી ૧૧૧.૧૦ થઈ પટકાઈ ૬૬ઃ બેંક નિફટી ૯૦૪૫ થઈ ઉછળી ૯૩૬૦
બેંક નિફટી જૂન ફયુચર ૧,૦૪,૨૭૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૩૯૩ કરોડના ટર્નઓવરે ૯૨૧૨.૧૦ સામે ૯૧૨૦ ખુલી નીચામાં ૯૦૪૫.૮૦ સુધી ગબડી પાછો ફરી ઉપરમાં ૯૩૬૯.૮૫ સુધી જઈ અંતે ૯૩૬૦ હતો. નિફટી ૪૭૦૦નો પુટ ૨,૭૧,૦૫૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૪૯૪ કરોડના ટર્નઓવરે ૮૫.૬૫ સામે ૧૦૦ ખુલી ઉપરમાં ૧૧૦.૧૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૬૬ સુધી ગબડીને અંતે ૬૬.૬૦ હતો. નિફટી ૫૦૦૦નો કોલ ૨,૪૪,૪૩૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૧૬૪ કરોડના ટર્નઓવરે ૫૨.૧૦ સામે ૪૧ ખુલી નીચામાં ૩૧.૧૦ થઈ પાછો ફરી ઉપરમાં ૫૩.૪૦ સુધી જઈ છેલ્લે ૫૨.૭૫ હતો. નિફટી ૪૬૦૦નો પુટ ૬૦.૫૦ સામે ૭૬.૮૦ ખુલી ઉપરમાં ૭૮.૬૦ થઈ નીચામાં ૪૩.૪૫ થઈ છેલ્લે ૪૪ હતો. નિફટી ૪૧૦૦નો પુટ ૭.૫૦ સામે ૧૦ ખુલી ઉપરમાં ૧૧.૪૫ થઈ નીચામાં ૪.૦૫ થયો હતો.
સુબીર ગોકરનના પોઝિટીવ નિવેદને બેંક શેરોમાં કવરીંગઃ બીઓબી, એકસીસ આઈડીબીઆઈ, સ્ટેટ બેંક વધ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગર્વનર સુબીર ગોકરને દેશમાં ફુગાવાની સ્થિતિ હળવી થઈ રહી હોવાથી અને ક્રુડ ઓઈલના ઘટતા ભાવથી હવે રિઝર્વ બેંક વ્યાજ દર હળવા કરવા બાબતે પોઝિટીવ હોવાનું નિવેદન કરતા બેંકિંગ, રીયાલ્ટી, ઓટો શેરોમાં રીકવરી હતી. બેંકિંગ શેરોમાં બેંક ઓફ બરોડા રૃ.૧૭.૭૫ વધીને રૃ.૬૭૮.૧૦, એકસીસ બેંક રૃ.૨૩.૪૦ વધીને રૃ.૯૮૭.૫૦, આઈડીબીઆઈ બેંક રૃ.૧.૯૫ વધીને રૃ.૮૫.૭૫, પંજાબ નેશનલ બેંક રૃ.૧૩.૫૦ વધીને રૃ.૭૪૦.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૮.૬૦ વધીને રૃ.૭૯૦.૩૦, એચડીએફસી બેંક રૃ.૫.૩૫ વધીને રૃ.૪૯૮.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૨૦ વધીને રૃ.૨૦૪૬.૨૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૪.૭૦ વધીને રૃ.૫૪૭.૪૫, ફેડરલ બેંક રૃ.૨.૩૦ વધીને રૃ.૪૧૪ રહ્યા હતા. પીએસયુ બેંકોમાં અન્યમાં સિન્ડિકેટ બેંક રૃ.૩.૬૦ વધીને રૃ.૯૨.૬૫, યુકો બેંક રૃ.૨.૩૫ વધીને રૃ.૭૦.૪૫, વિજયા બેંક રૃ.૫૫.૪૫, આઈઓબી રૃ.૧.૩૦ વધીને રૃ.૮૧.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૧૧૭.૯૦ પોઈન્ટ વધીને ૧૦૮૦૨.૫૨ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડે વધતું આર્કષણઃ શેર રૃ.૬૭૩ના ઘટયા લેવલથી ઉછળીને રૃ.૬૯૩
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આજે ઘટયા મથાળે મોટું બાઈંગ થયું હતું. કંપનીએ પાછલા મહિનામાં શેરોના બાયબેક યોજના હેઠળ આક્રમક ખરીદી કરીને કુલ ૨.૦૯ કરોડ શેરો બાયબેક કરી લીધા બાદ હજુ કંપનીનું બાયબેક વધી રહ્યાના અહેવાલ સાથે મોર્ગન દ્વારા તાજેતરમાં કંપનીના શેર માટે 'બાય' કોલ આપ્યા બાદ ફંડોના પણ ઘટયા મથાળે વેલ્યુબાઈંગે શેર આજે આરંભના રૃ.૬૭૩.૫૦ તૂટયા મથાળેથી પાછો ફરીને અંતે રૃ.૮.૯૫ વધીને રૃ.૬૯૨.૬૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં વેલ્યુબાઈંગઃ લાર્સન રૃ.૩૯ ઊંચકાયો
પેટ્રોલના ઘટેલા ભાવ સાથે ક્રુડના વધતા ઘટતા ભાવથી વ્યાજ દરોમાં ઘટાડાના સંકેતે લાર્સન એન્ડ ટુબ્રોમાં આજે ઘટાડે ફંડોએ શોર્ટ કવરીંગ સાથે મોટી લેવાલી કરતા શેર રૃ.૩૮.૯૦ વધીને રૃ.૧૧૭૩.૪૦ રહ્યો હતો. સિમેન્સ રૃ.૨૦.૨૦ વધીને રૃ.૬૬૪.૪૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૧૦ વધીને રૃ.૫૫.૨૦, એબીબી રૃ.૧૦.૨૦ વધીને રૃ.૭૨૩, ભારત ઈલેકટ્રોનિક રૃ.૧૪.૧૫ વધીને રૃ.૧૨૩૫.૮૦, જેએસડબલ્યુ એનર્જી રૃ.૧.૦૫ વધીને રૃ.૪૩.૧૦, રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૭.૪૦ વધીને રૃ.૪૩૭.૮૫, અલ્સ્ટોમ ટીએન્ડડી રૃ.૧.૪૦ વધીને રૃ.૧૬૮.૮૦, રિલાયન્સ પાવર રૃ.૧.૩૦ વધીને રૃ.૯૦.૩૫ રહ્યા હતા.
પેટ્રોલમાં ઘટાડો, ક્રુડ વધુ બે ડોલર તૂટયું ઃ બીપીસીએલ, ઓએનજીસી, એચપીસીએલ ઉછળ્યા
પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃ.૨ જેટલો ભાવ ઘટાડો પેટ્રોલીયમ માર્કેટીંગ કંપનીઓએ કરતા અને બીજી તરફ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે વધુ બે ડોલર તૂટી જતાં પેટ્રોલીયમ શેરોમાં આર્કષણ હતું. બીપીસીએલ રૃ.૨૧.૭૦ વધીન ેરૃ.૭૧૫.૯૫, એચપીસીએલ રૃ.૧૪.૩૦ વધીને રૃ.૩૧૦.૫૦, ઓએનજીસી રૃ.૭.૮૫ વધીને રૃ.૨૫૪.૧૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૭.૫૦ વધીને રૃ.૪૪૯.૦૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૃ.૮.૮૫ વધીને રૃ.૬૦૯.૫૦ રહ્યા હતા.
વ્યાજ દર ઘટવાની અપેક્ષાએ રીયાલ્ટી, ઓટો શેરોમાં વેચવાલી અટકીઃ ઈન્ડિયાબુલ્સ, ડીએલએફ વધ્યા
રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થવાના પોઝિટીવ સંકેતે રીયાલ્ટી શેરોમાં પણ પસંદગીના આર્કષણે ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૨.૭૫ વધીને રૃ.૫૩.૭૫, ડીએલએફ રૃ.૩.૬૦ વધીને રૃ.૧૮૬ રહ્યા હતા. ઓટો શેરોમાં પણ વેચવાલી અટકી વેલ્યુબાઈંગે ટાટા મોટર્સ રૃ.૪.૨૫ વધીને રૃ.૨૨૮.૭૫, એકસાઈડ ઈન્ડસ્ટ્રી રૃ.૨.૧૦ વધીને રૃ.૧૧૮.૬૫, હીરો મોટોકોર્પ રૃ.૨૧.૧૦ વધીને રૃ.૧૮૪૩, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૪.૮૦ વધીને રૃ.૪૨૪.૭૫ રહ્યા હતા.
આઈટીસી ઉત્પાદનોના ભાવ વધારશેઃ શેર ઘટયોઃ જયુબિલન્ટ ફૂડ, લીવર, કોલગેટ ગબડયા
આઈટીસી દ્વારા તેના ઉત્પાદનોના ભાવોમાં વધારો કરવાના નિર્ણયની નેગેટીવ અસર સાથે વરસાદમાં વિલંબના અહેવાલે એફએમસીજી શેરોમાં વેચવાલી નીકળી હતી. આઈટીસી રૃ.૩.૬૦ ઘટીને રૃ.૨૩૦.૨૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૬.૫૦ ઘટીને રૃ.૪૧૨.૫૦, જયુબીલન્ટ ફૂડ રૃ.૮૩.૧૫ ઘટીને રૃ.૧૧૪૯.૯૦, કોલગેટ પામોલીવ રૃ.૪૬.૪૫ ઘટીને રૃ.૧૧૩૬.૦૫, ગોદરેજ કન્ઝયુમર રૃ.૯.૧૫ ઘટીને રૃ.૫૪૯.૪૫, નેસ્લે ઈન્ડિયા રૃ.૪૧.૭૫ ઘટીને રૃ.૪૫૨૭.૫૦, મેરિકો રૃ.૧.૮૦ ઘટીને રૃ.૧૬૭.૫૫ રહ્યા હતા.
મંદીમાં હવે ગ્રાહકોના ખર્ચ કાર્પ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ગાબડાં ઃ ટાઈટન રૃ.૧૨ તૂટયો
વૈશ્વિક મંદીના માહોલમાં ગ્રાહકોના ખર્ચ કાપની મોટી અસરે કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના વેચાણને પણ ફટકો પડવાના અંદાજોએ શેરોમાં વેચવાલી વધી હતી. ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૧.૫૫ ઘટીને રૃ.૨૧૦, બજાજ ઈલેકટ્રીકલ્સ રૃ.૫.૭૦ ઘટીને રૃ.૧૭૭.૫૦, બ્લૂ સ્ટાર રૃ.૩.૫૦ ઘટીને રૃ.૧૬૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રી રૃ.૭૭.૬૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્ષ ૧૭૯.૮૩ પોઈન્ટ તૂટીને ૫૯૭૫.૯૩ રહ્યો હતો.
માર્કેટબ્રેડથ નેગેટીવઃ ૧૯૮ શેરોમાં મંદીની સર્કિટઃ ૧૪૪૯ શેરો ઘટયા
માર્કેટ બ્રેડથ આરંભિક અત્યંત ખરાબ બાદ ઈન્ડેક્ષ બેઝડ રીકવરી સાથે ઘણા શેરોમાં કવરીંગ સાથે વેલ્યુબાઈંગ સુધરી હતી. પરંતુ આમ છતાં ઘટનાર શેરોની સંખ્યા ૧૪૪૯ અને વધનારની ૧૨૦૪ હતી. ૧૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
એફઆઈઆઈની રૃ.૬૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલીઃ ડીઆઈઆઈની રૃ.૪૪૬ કરોડની ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૬૩૭.૧૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૪૯૨.૮૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૧૨૯.૯૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૪૪૬.૨૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૧૦૨.૯૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૬૫૬.૭૫ કરોડના શેરોની વેચવાલી કરી હતી.
નિક્કી ૧૪૫, હેંગસેંગ ૩૭૩, સાંઘાઈ ૬૫, તાઈવાન ૨૧૧ તૂટયાઃ યુરોપમાં ફ્રાંસ સિવાય નરમાઈ
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૧૪૪.૬૨ પોઈન્ટ તૂટીને ૮૨૯૫.૬૩, હોંગકોંગનો હેંગસેંગ ૩૭૨.૭૫ પોઈન્ટ તૂટીને ૧૮૧૮૫.૫૯, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૬૪.૮૯ પોઈન્ટ ગબડીને ૨૩૦૮.૫૫, તાઈવાન ેવેઈટેજ ૨૧૧.૪૩ પોઈન્ટ તૂટીને ૬૮૯૪.૬૬, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૫૧.૩૮ પોઈન્ટ ગબડીને ૧૭૮૩.૧૪, સિંગાપુરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ ૪૬.૮૧ પોઈન્ટ તૂટીને ૨૬૯૮.૧૦ રહ્યા હતા. જ્યારે યુરોપના બજારોમાં ફ્રાંસનો કેક ઈન્ડેક્ષ ૨૫ પોઈન્ટના સુધારા સિવાય ૩૨થી ૫૫ પોઈન્ટની નરમાઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નાઇજીરિયા વિમાન દુર્ઘટના ઃ મૃત્યુ આંક ૧૯૩ થયો ઃ રાષ્ટ્રીય શોક જાહેર

અમેરિકાનો પાક. પર હુમલો ઃ ૧૫ ત્રાસવાદી ઠાર
બેવડાં નાગરિકત્વના મામલે પાક.ના ગૃહપ્રધાન સાંસદ તરીકે સસ્પેન્ડ

ચીને તેના નાગરિકોને ભારત પ્રવાસ અંગે સચેત કર્યા

નાટો દળો માટે પુરવઠા દ્વાર પુનઃ ખોલવા પાક.ની આર્થિક માગણી

મને માનસિક રીતે હતાશ કરવાના પ્રયત્ન થતા જ રહ્યા છે ઃ આનંદ

આખરે ગેલ અને વિન્ડિઝ ક્રિકટ બોર્ડ વચ્ચે સમાધાન
સોંગા, પોટ્રો અને અલમાગ્રો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા
RBIના પોઝિટીવ સંકેતે સેન્સેક્ષ પાંચ મહિનાના તળીયેથી પાછો ફર્યો
વીજળીના હાજર ભાવમાં નોંધપાત્ર ઉછાળો
સેન્સેકસની કમાણીના અંદાજ પણ ઘટાડાય તો ટારગેટ ૧૪૫૨૦થી ૧૩,૨૦૦નું

સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી ફરી રૃ.૩૦૦૦૦ની અંદર ઉતરી ગયા

વ્યાજ દરમાં વધુ ઘટાડાના રિઝર્વ બેન્કના સંકેત
આફ્રીદીનો ઓલરાઉન્ડ દેખાવ ઃ પાકિસ્તાને બીજી ટ્વેન્ટી-૨૦ જીતીને શ્રેણી સરભર કરી

વિન્ડિઝ 'એ'ના ૨૫૨ રન સામે ભારત 'એ'ના ૨૭૭

 
 

Gujarat Samachar Plus

ગુજરાતીઓ વર્ષે ૧૦ કરોડનું અથાણું ચાંઉ કરી જાય છે
ગંદા પાણીને ફિલ્ટર કરતી સાયન્ટિફિક સિસ્ટમ
આજે વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે છે ત્યારે પૂર્વમાં પ્રદૂષણ પુરજોશમાં
ગર્લ્સની સંુદરતાના ભોગે બ્યુટી વેસ્ટમાં વઘારો
સુંદર દેખાવ માટે પુરુષોને આઇબ્રોની લત
 

Gujarat Samachar glamour

પ્રીટી ને છોડી નેસ, નરગીસ પાછળ દીવાનો!
ઉષા ઉત્થુપે કામની શોધ ચલાવવા માંડી !
રાજકપુરને યાદ કરી રણબીર ભાવુક બન્યો !
ફિલ્મો કરતા એડમાં કામ વઘારે છેઃ- દીપિકા
‘સીંઘમ્‌’નો અચાનક ‘માસ્ટર-બ્લાસ્ટર’ સાથે ભેટો થઈ ગયો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved