Last Update : 05-June-2012, Tuesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૩-૬-૨૦૧૨ રવિવારથી તા.૯-૬-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

 

બજારોની હવામાનની ફેરફારીમાં આપે ઘ્યાન આપવું પડે. આરોગ્યની કાળજી રાખવી. ધર્મકાર્ય થાય. પુત્ર-પૌત્રાદિકતા કામમાં ઘ્યાન આપવું પડે. વાહન ચલાવતા, બેંકમાં જતા આવતા કોઈની વાતોમાં બેઘ્યાન થઈ જવું નહીં. તેમજ એકાગ્રતા-સ્થિરતા રાખવા. કુટુંબ, પરિવારના કામ અંગે, સામાજીક, વ્યાપારિક કામ અંગે કોઈને મળવાનું થાય. બહાર કે બહારગામ જવાનું થાય. નોકરીમાં કામની જવાબદારીથી કામની વ્યસ્તથા ે અનુભવાય. તા. ૩ જુન રવિ- રસ્તામાં આવતા જતા, હરતા ફરતા, વાહન ચલાવતા સાવધાની રાખવી. તા. ૪ સોમ - નોકરી-ધંધામાં, યાત્રા પ્રવાસમાં જાગૃત્તિ રાખવી. તા. ૫ મંગળ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ, શાંતિ થતી જણાય. તા. ૬ બુધ- નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. તા. ૭ ગુરૂ- પુત્ર-પૌત્રાદિકતા, ઘર-પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૮ શુક્ર- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૯ શનિ- બહારનું કામ, ઘરનું કામ, ઉકેલાય, આનંદ રહે.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

આપને શારિરિક-માનસિક અસ્વસ્થતાના કામમાં હૃદય-મનને શાંતિ જણાય નહંિ. મસ્તકમાં, ગળામાં, પેટ, કમર, ગુદામાં દર્દપીડા સંભાળવું પડે. નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારમાં આવક, બચત જણાય નહીં. નોકરી-ધંધામાં મૌન રાખી, શાંતિ રાખીને સપ્તાહ પસાર કરવું. ચંિતાભ્રમ-બુઘ્ધિભ્રમ કે નકારાત્મક વિચારોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય કરવો નહીં. ભાગીદારીવાળા ધંધામાં, શેરોની, સોના-ચાંદી, ખાંડ-તેલની વેચમાં સાવધાની રાખવી. મિત્રવર્ગમાં સંબંધ-વ્યવહાર-નિકટતામાં તમે મુશ્કેલ-મુઝવણમાં મુકાય. તા. ૩ જુન રવિ- પત્નિ-સંતાનના પ્રશ્ને ચંિતા-વિવાદ-વિચારો જણાય. તા. ૪ સોમ બજારોની વધઘટમાં જોખમ કરવું નહી. તા. ૫ મંગળ- નોકરી-ધંધામાં આકસ્મિક ચંિતા-ઉપાધિ. તા.૬ બુધ- તન-મન-ધનથી વાહનથી સંભાળવું. તા. ૭ ગુરૂ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. તા. ૮ શુક્ર- નોકરી-ધંધાના કામકાજમાં સાનકુળતા. તા. ૯ શનિ- ચંિતા-વ્યથા હળવી થાય. સંતાનના કામમાં ઘ્યાન આપી શકો.

 

મિથુન (ક.ઢ.ઘ.)

 

વિચારોની દ્વિઘા-માનસિક પરિતાપમાં કામની એકાગ્રતા જળવાય નહીં. બજારોની હવામાનની ફેરફારમાં નુકસાન-બગાડ થાય નહીં. તેનું ઘ્યાન રાખવું. રસ્તામાં આવતા જતાં આંખમાં કસ્તર-જીવાત પડવાથી કે ધક્કામુક્કીથી, પડવા વાગવાથી સંભાળવું પડે. સહકારી, ખાતાકીય-કાનૂની કાર્યવાહીમાં સમય-શ્રમ-નાણાંનો વ્યથ થાય. સામૂહિક ધંધામાં આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે. ધર્માકબોથ આનંદ રહે. તા. ૩ જુન રવિ- અન્યના કામો આકસ્મિક વધારાનો ખર્ચ થાય. તા. ૪ સોમ- વેપાર-ધંધામાં, નોકરીમાં નુકસાન વિવાદથી સંભાળવું. તા. ૫ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, કામકાજમાં પ્રગતિ જણાય. તા. ૬ બુધ- નોકરી-ધંધામાં વ્યસ્તતા રહે. તા. ૭ ગુરૂ- નોકરી-ધંધામાં, શેરોમાં, ધાતુના ધંધામાં ઉતાવળથી જોખમી નિર્ણય કરવો નહીં. તા. ૮ શુક્ર- શારિરિક, માનસિક, અસ્વસ્થતા કંઈ ગમે નહીં. તા. ૯ શનિ- બપોર પછી હળવાશ રાહત થતી જણાય.

 

કર્ક (ડ.હ.)

 

પુત્ર-પૌત્રાદિકતાના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. શનિનું રૂપાના પાયે પરિભ્રમણ લાભદાયી રહે. આપના અશક્ય કામનો ઉકેલ અનુકુળ થતો જાય. નોકરી-ધંધામાં યશ-પદ-ધનની પ્રાપ્તી થાય. નાણાં છુટા થવાથી, આપ હળવાશ, શાંતિ અનુભવો. કાગળ, કાપડ, તૈયાર વસ્ત્રોના ધંધામાં, પ્લાસ્ટીકના વેપારમાં ધંધો-આવક થાય. લોખંડ, ચાંદી, સોનાનાં ધંધામાં ધંધો મળવાથી હળવાશ રહે. તા. ૩ જુન રવિ- પુત્ર-પૌત્રાદિકતાના કામમાં ઘ્યાન આપવું પડે, કોઈને મળવાનું થાય. તા. ૪ સોમ- વાણીમાં મીઠાસ તે વ્યાપારની નમ્રતાથી તમારું કામ સરળ થતું જાય. તા. ૫ મંગળ કામકાજની વ્યસ્તતા રહે. તા. ૬ બુધ- વિલંબમાં પડેલ કામ ઉકેલતું જાય. તા. ૭ ગુરૂ- ધર્મકાર્ય, શુભકાર્ય થાય, આનંદ રહે. તા.૮ શુક્ર- હૃદય-મનની પ્રસન્નતા રહે. તા. ૯ શનિ- ખાવા, પીવામાં, હરવા-ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું.

 

સંિહ (મ.ટ)

 

નોકરી-ધંધાની કામગીરી-ચંિતા-વ્યસ્તતાના કામો આપને શાંતિ-રાખી જણાય નહીં. સંતાનના વિદ્યાભણતર, વિવાહલગ્ન કે નોકરી ધંધાના પ્રશ્ને ચંિતા-ખર્ચ થાય. વડીલવર્ગના આરોગ્યનું ઘ્યાન રાખવું. પત્નીને બિમારીથી, પડવા, વાગવાથી વાહનથી સંભાળવું પડે. વિલંબમાં પડેલ કામના ઉકેલ આવે ચંિતા-વિચારો-અભિપ્રાયમાં અટવાયેલા રહો. બેંકમાં જતાં આવતા, રસ્તામાં આવતા જતા તમારી અગત્યની ચીજવસ્તુનું ઘ્યાન રાખવું. તા. ૩ જુન રવિ- ઘર-પરિવાર-સંતાનના પ્રશ્ને ચંિતા-ઉચાટ રહે. તા. ૪ સોમ- નોકરી-ધંધામાં તેમજ વડીલવર્ગના પ્રશ્નમાં ઘ્યાન રાખવું. તા. ૫ મંગળ- પુત્ર-પૌત્રાદિકના કામમાં ચંિતા હળવી થતી જાય. તા. ૬ બુધ- રસકરતા અનાજ કરિયાણાના તેમજ અન્ય ધંધામાં સાનુકુળતા. તા. ૭ ગુરૂ- ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામની ચંિતા-વ્યસ્તતા રહે. તા. ૮ શુક્ર- વધારાના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૯ શનિ- આનંદ ઉત્સવ રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

આપના પુત્ર-પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહલગ્ન, નોકરી-ધંધાના કામકાજમાં સાનુકુળ પ્રગતિ જણાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ થાય.નોકરી-ધંધાના જુના સબંધો તાજા થાય. નવી ઓળખાણ થાય. સીજનલ ધંધો-આવક થાય. આપના બેંકના, ઈન્કમટેક્ષના તેમજ ઘર-પરિવારના કામમાં સાનકુળતા રહે. તા. ૩ જુન રવિ- યાત્રા-પ્રવાસ મુલાકાતમાં બપોર પછી સંભાળવું. તા. ૪ સોમ- બજારોની વધઘટમાં વેપાર-ધંધામાં જાગૃતિ રાખવી.ં નોકરીમાં કામની વ્યસ્તતા રહે. તા. ૫ મંગળ- ઘર-પરિવારના. નોકરી-ધંધાના કામમાં ચંિતા પછી રાહત. તા. ૬ બુધ- વિચારોથી દ્વિઘા ચંિતા-ઉચાટ અન્યના કરતો રહે. તા. ૭ ગુરૂ- પુત્ર-પૌત્રાદિકના નોકરી-ધંધાના કામમાં આનંદ રહે. તા. ૮ શુક્ર- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૯ શનિ- વધારાનો ખર્ચ થાય, ખરીદી થાય. બહાર જવાનું થાય.

 

તુલા (ર.ત.)

 

શારિરિક-માનસિક આર્થિક કોઈને કોઈ ચંિતા છતાં આપે ધીરજ, શાંતિ, રાખીને પોતાના અંગત કામમાં, પ્રશ્નમાં, પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં ઘ્યાન રાખવું પડે. ઉતાવળીયો નિર્ણય કરવામાં, ગુસ્સો કરવામાં, હૃદય-મનની આંતરિક ચંિતા-મુંઝવણમાં આપને વધારે તકલીફ થાય. નોકરી ધંધાના કામમાં, જવાબદારીમાં સ્થળ-સ્થાનીક ફેરફારીમાં, પુત્ર-પૌત્રાદિકને વિદ્યાભણતર નોકરી માટે બહાર મોકલવાના પ્રશ્નમાં મુઝવણ અનુભવો. તા. ૩ જુન રવિ- સગા સબંધી પિત્રવર્ગને ખર્ચ-ચંિતા આરામ મળે નહીં. તા. ૪ સોમ- નોકરી-ધંધાના નાણાંકીય વ્યવહારમાં સંભાળવું પડે. તા. ૫ મંગળ- ઘર-પરિવારના બહાર જવા આપવાના પ્રશ્નમાં ચંિતા રહે. તા. ૬ બુધ- અનાજ, કરિયાણાના, સોના-ચાંદી-લોખંડના ધંધામાં સંભાળવું. તા. ૭ ગુરૂ- નોકરી-ધંધાના નાણાંકીય કામમાં, બેંકના કામમાં સાવધાની-જાગૃતિ રાખવી. તા. ૮ શુક્ર- શાંતિ-ધીરજથી વિચારપૂર્વક નિર્ણય કરવો. તા. ૯ શનિ- હળવાશ- રહ્યા અનુભવાય.

 

વૃશ્ચિક (ન.ય.)

 

આપને માનસિક પરિતાપ-ચંિતા ઓછી થાય. ધર્મકાર્ય, ભક્તિપૂજા-યાત્રા-પ્રવાસ મુલાકાતમાં આનંદ રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. તેમના માટે ખર્ચ ખરીદી થાય. સાંસારીક જીવનમાં પત્નીની કામગીરી જવાબદારી, વ્યસ્તતામાં વધારો થવાથી આપના નોકરી-ધંધાના કામમાં વિલંબ થાય, તકલીફ અનુભવાય. સાસરીપક્ષમાં મતભેદ વિવાદથી, બિમારીથી, ચંિતા-ખર્ચ-દોડધામ અનુભવાય. તા. ૩ જુન રવિ- ઘર-પરિવારમાં પિત્રવર્ગમાં માનસિક પરિતાપ-ચંિતા-વિવાદમાં ધીરજ-શાંતિ રાખવી પડે. તા. ૪ સોમ- નોકરી-ધંધાના કામમાં માનસિક દ્વિઘા-ચંિતા રહે. તા. ૫ મંગળ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ માનસિક વ્યથા વિના દૂર થતી જાય. તા. ૬ બુધ- નોકરી ધંધાનું કામકાજ થઈ શકે. ૭ ગુરૂ- ધર્મકાર્ય થાય નોકરી-ધંધાના કામ અંગેની મુલાકાત થાય. ૮ શુક્ર- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૯ શનિ- શારિરિક, માનસિક શ્રમ-થાક અનુભવો.

 

ધન (ભ.ધ.ફ.ઢ)

 

આકસ્મિક ચંિતા-ખર્ચ આરોગ્યની અસ્વસ્થતા, માનસિક, પરિતાપમાં ધીમે ધીમે હળવાશ-રાહત અનુભવતા જાવ. રૂકાવટવાળા વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવતો જાય. બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારમાં ધંધામાં નુકસાન થાય નહીં. તેનું ઘ્યાન રાખવું પડે. પુત્ર-પૌત્રાદિકને વિદ્યાભણતર, નોકરી અંગે બહારગામ જવાના પ્રશ્ને ચંિતા-ખર્ચ-દોડધામ અનુભવો. પોતાને પોતાના કાર્યક્ષેત્રમાં હરિફવર્ગના કામો કામગીરીમાં ફેરફારી થાય તે ઈચ્છા-અનિચ્છાએ સ્વકારવી પડે. તા. ૩ જુન રવિ- આકસ્મિક ખર્ચ-ચંિતા-વિવાદથી બેચેની અનુભવો. તા. ૪ સોમ- નોકરી-ધંધાના કામમાં ગાફેલ રહેવું નહીં. તા. ૫ મંગળ- ચંિતા-રૂકાવટવાળું કામ હળવું થતું જાય. તા. ૬ બુધ- કામકાજમાં વ્યસ્તતા. તા. ૭ ગુરૂ- નોકરી-ધંધામાં આવક થાય, ધર્મકાર્ય થાય. તા. ૮ શુક્ર- કામકાજમાં સાનુકુળતા રહે. તા. ૯ શનિ- બહાર જવાનું થાય, બહારનું કામ ઉકેલવું પડે.

 

મકર (ખ.જ.)

 

આપના પુત્ર-પૌત્રાદિકના વિદ્યાભણતરના પ્રશ્ને ચંિતા-વ્યસ્તતા-ખર્ચ થાય પરંતુ વિલંબમાં પડેલ કામ ઉકેલાઈ જાય. જુના સબંધો તાજા થાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. આપના નોકરી-ધંધાના, બેંકના, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. બજારોની વધઘટમાં, શેરોની લેવેચમાં, તાંબાના, રંગ રસાયણના, મકાન-જમીનના બાંધકામના ધંધામાં નુકસાની-બગાડ થાય નહીં તેનું ઘ્યાન રાખવું. લોભ-લાલચ આળસમાં તકલીફ થાય. તા. ૩ જુન રવિ- સગા-સંબધી, પત્ની-પરિવારના કામની વ્યસ્તતા રહે. તા. ૪ સોમ- શેરોની લે-વેચમાં, અન્ય વેપાર-ધંધામાં જોખમ કરવું નહીં. તા. ૫ મંગળ- સરકારી, કાનૂની કામમાં, ખાતાકીય કામમાં ચંિતા રહે. તા. ૬ બુધ- નુકસાન-બગાડથી સંભાળવું પડે. તા. ૭ ગુરૂ- કામકાજમાં આકસ્મિક પ્રગતિ સફળ રહે. તા. ૮ શુક્ર- નોકરી-ધંધાના સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૯ શનિ- આનંદ ઉત્સવમાં રહી શકો.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

કૌટુંબિક ચંિતા-બિમારી-વ્યસ્તતા કામો, વિવાદના લીધે, વડીલવર્ગના પ્રશ્ને આપને ચંિતા-ઉચાટ રહે. પરંતુ નોકરી-ધંધામાં આવક આવવાથી રાહત રહે. નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાઈ જાય. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. પત્નીના આરોગ્યની ચંિતા-તેના ઉશ્કેરાટ-ગુસ્સાના કામો, સંયુક્ત પરિવાર કે સંયુક્ત ધંધાના પ્રશ્ને રોજીંદા કામમાં વિલંબ થાય. છાતીમાં, પગ, થાપા, કમરમાં દર્દપીડાથી કામ કરવાની વ્યસ્તતા રાખવી પડે. કામ કરો પરંતુ સ્વસ્થતા આનંદ જણાય નહીં. તા. ૩ જુન રવિ- ઘર-પરિવાર સગા-સંબંધી મિત્રવર્ગથી ચંિતા-ખર્ચ-ઉચાટ રહે. તા. ૪ સોમ નોકરી-ધંધામાં જવાબદારીવાળા કામમાં જાગૃત્તિ, સાવધાની ચોકસાઈ રાખવી. તા. ૫ મંગળ- પુત્ર-પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે. તા. ૬ બુધ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૭ ગુરૂ- શરીરમાં દર્દપીડાથી-બેચેનીના કામમાં શ્રમ-થાક-કંટાળો રહેવાનો. તા. ૮ શુક્ર- નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું. તા. ૯ શનિ- માનસિક પરિતાપ ગરદન-ગળામાં દર્દપીડા જણાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

સતત કામની વ્યસ્તતા-ચંિતા-દોડધામમાં રહો. એક કામ ઉકેલાય, ન ઉકેલાય એટલામાં અન્ય કામ આવી જાય. પતિ-સંતાન-પરિવાર-કુંટુંબના કામમાં આરામ મળે નહીં. કમરમાં, નીચા વળવામાં, ઉઠવા-બેસવામાં, ચાલવામાં નસ, ખસવાની તકલીફ પીડા કરાવે. સોનાના, લોખંડના, તેલના વેપાર ધંધાના માલનો ભરાવો કરવો નહીં. જોખમ વધારવું નહીં. મશીનરીના કામમાં, લોખંડના કારખાનામાં માણસોની તકલીફ પરેશાનીથી ધંધાનું કામ કરવામાં તકલીફ પડે. નોકરીની કામગીરીમાં તમારા સહકાર્ય, ઉપરીવર્ગ સંસ્થા તરફથી માનસિક દબાણ, પરેશાની વધે. કામના પ્રશ્ને વિવાદ થઈ જાય. તા. ૩ જુન રવિ- વધારાનું કામ અન્યના માટે કરવું પડે. તા. ૪ સોમ- નોકરી-ધંધાની મુલાકાત-ચર્ચા વિચારણામાં સંભાળવું. તા. ૫ મંગળ- બજારોની વધઘટમાં જોખમી નિર્ણય કરવો નહીં. તા. ૬ બુધ- શાંતિથી કામકાજ કરવું. તા. ૭ ગુરૂ- વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. તા. ૮ શુક્ર- કામકાજ ઉકેલતા હળવાશ. તા. ૯ શનિ- વધારાનો ખર્ચકામ, ચંિતા બેચેની રહે.

[Top]
 
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved