Last Update : 05-June-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૫-૦૬-૨૦૧૨, મંગળવાર
જેઠ વદ એકમ
વંિછુંડો સવારના ૮ ક. ૨૩ મિ. સુધી
શીખ ગુરૂ હરગોવંિદસંિહ જયંતી

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ.) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૮ ક. ૨૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ જયેષ્ઠા સવારના ૮ ક. ૨૩ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃષભ, મંગળ-સંિહ, બુધ-મિથુન, ગુરૂ-વૃષભ
શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર-સવારના ૮ ક. ૨૩ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ. માસ-તિથિ-વાર ઃ જેઠ વદ એકમને મંગળવાર.
વંિછુંડો સવારના ૮ ક. ૨૩ મિ. સુધી, યજ્ઞનારાયણ ઇષ્ટિયાગ (રાયગઢ, બોલુંદ્રા- જી.ણ.) શીખ ગુરૂ હરગોવંિદસંિહ જયંતી, વટ સાવિત્રી વ્રતનાં પારણાં.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જલ માસનો ૧૪ રોજ
પારશી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૨૨ રોજ ગોવાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય અને નોકરી-ધંધામાં સાનુકૂળતા જણાય.

 

વૃષભ ઃ આપની શારીરિક-માનસિક અસ્વસ્થતા, કામનો કંટાળો, અનિચ્છા તમને બેચેની રખાવે. નોકરી ધંધાના કામમાં રૂકાવટ રહે.

 

મિથુન ઃ નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામમાં પ્રગતિ જણાય. પત્ની-સંતાનનું કામ થાય. ધંધો-આવક થાય, આનંદ રહે.

 

કર્ક ઃ ચંિતા-વ્યથા હળવી થવાથી તમારા રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. શારીરિક માનસિક સ્વસ્થતા જળવાય.

 

સંિહ ઃ હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા દિવસ પસાર થાય તેમ તેમ ઓછી થાય અને નોકરી-ધંધાના-પરિવારના કામમાં સાનુકૂળતા રહે.

 

કન્યા ઃ સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું થાય, બહાર જવું પડે. પુત્ર પૌત્રાદિકના નોકરી ધંધામાં મદદરૂપ થવું પડે.

 

તુલા ઃ આપના હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા ઓછી થવાથી આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. ધર્મકાર્ય થાય.

 

વૃશ્ચિક ઃ આપના નોકરી-ધંધાના, કામમાં સાનુકૂળતા રહે. ધંધો, આવક થાય. કુટુંબ-પરિવારના, સંતાનના કામમાં પ્રગતિ જણાય.

 

ધન ઃ આપના રોજીંદા કામમાં, અન્ય વધારાના કામમાં, નોકરી-ધંધાના કામમાં ચંિતામાં રહો પરંતુ કામ ઉકેલી શકો.

 

મકર ઃ આપના ખર્ચમાં વધારો થાય પરંતુ તકલીફ પડે નહીં. નોકરી-ધંધાના કામ માટે, સરકારી, ખાતાકીય કામ માટે બહાર જવાનું થાય.

 

કુંભ ઃ નોકરી ધંધાના રૂકાવટવાળા કામમાં આજે ઘ્યાન આપી શકો. ક્ષણિક ફાયદો-લાભ થાય. ધંધો, આવક થવાથી રાહત રહે.

 

મીન ઃ આપના કામમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. અન્યને મદદરૂપ થઈ શકો. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૫-૦૬-૨૦૧૨, મંગળવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ચંિતા-મુંઝવણ મુશ્કેલીમાંથી આપ મુક્ત થતા જાવ પરંતુ વર્ષારંભ નોકરી-ધંધામાં સંઘર્ષ-ચંિતા-મુશ્કેલી-વિવાદનો રહે. ભાગ્યોદય, પ્રગતિમાં રૂકાવટ જણાય. મોસાળ પક્ષ કે સાસરીપક્ષમાં બિમારી, ચંિતાનું આવરણ આવી જાય. પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ન બોલી શકો કે ન સહી શકો તેવી ચંિતા રહે.
નોકરી-ધંધામાં સલામતી-સાવધાનીને ઘ્યાનમાં રાખી, શાંતિથી વર્ષના મઘ્યભાગને પસાર કરી લેવો.
વડીલવર્ગના આરોગ્યનું ઘ્યાન રાખવું. સારા સંબંધોમાં મનદુઃખ થાય, વિપક્ષી થાય.
વ્યવહારીક-સામાજીક-કૌટુંબીક નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણીમાં મીઠાશ રાખવી.
સ્ત્રી વર્ગને વર્ષ મઘ્યમ રહે. વર્ષનો ઉત્તરાર્ધ જેમ જેમ પસાર થાય તેમ તેમ રાહત થતી જાય. વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને લીલી સવારના ચા પીતા વાતો કરી રહ્યા હતા... છગન બોલ્યો, ‘‘મારા જીવનમાં મેં બે જ યુવતિ એવી જોઈ જે ખરેખર રૂપાળી હોય...’’
‘‘બરોબર છે,’’ લીલી બોલી, ‘‘એમાંની એક હું છું અને બીજી કોણ છે?’’

[Top]
 

આજ ની રેસીપી

સોયાબીનની વિવિધ વાનગીઓ

સોયા કસ્ટર્ડ

 

સામગ્રી ઃ ૧ કપ સોયાની વડી, ૨ કપ, દૂધ, ૩/૪ મખાણા, ૩/૪ કપ ખાંડ ૧૧/૨ ચમચી કસ્ટર્ડ.

 

રીત ઃ સૌ પ્રથમ સોયાની વડીને હૂંફાળા પાણીમાં ૨૦ મિનિટ પલાળી રાખો. તે પછી તાંજા પાણીથી ધોઈ લો. એક કઢાઈમાં માખણ સાંતળો અને મિક્સરમાં અધકચરાં વાટી લો. કઢાઈમાં દૂધ નાખો. ઊભરો આવ્યા પછી મખાણા નાખો. સોયાની વડીઓ નાખો. ખાંડ મિક્સ કરો. અડધા દૂધમાં કસ્ટર્ડ ઓગાળી નાખો. પાંચ મિનિટ સુધી હલાવો. ફ્રિજમાં ઠુંડું કરી સર્વ કરો.
સરયુ શાહ

 

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved