Last Update : 04-June-2012, Monday

 
સૈન્યવડાનો વારસો
ભારતીય સૈન્યના વડા જનરલ વી.કે.સંિઘનો બે વર્ષનો કાર્યકાળ આખરે ૩૧ મે, ૨૦૧૩ના રોજ નહીં, પણ ૩૧ મે, ૨૦૧૨ના દિવસે જ પૂરો થયો. વિશિષ્ટ પદક-સન્માન ધરાવતા જનરલ સંિઘ વિશેની અખબારી યાદીમાં સંરક્ષણ વિભાગે તેમને આ હોદ્દો સંભાળનાર ‘મોસ્ટ ડેકોરેટેડ’ અફસરોમાંના એક તરીકે ઓળખાવ્યા. તેમની જગ્યાએ હોદ્દો સંભાળનાર જનરલ બિક્રમસંિઘ સાથે ઔપચારિકતાઓની આપ-લે પછી અને રાબેતા મુજબ થતા ટી-પાર્ટી જેવા સમારંભ વિના જનરલ સંિઘે કમાન જનરલ બિક્રમસંિઘને સોંપી. તેનાથી સંરક્ષણ મંત્રી એન્ટની સહિત ઘણાએ હાશ અનુભવી હશે.
સંરક્ષણ મંત્રીએ નવા સૈન્ય વડાને કહ્યું પણ ખરું કે જૂની વાતો ભૂલીને તેમણે સૈન્યનાં મૂળભૂત મૂલ્યો દૃઢ કરવામાં અને આઘુનિકીકરણની પ્રક્રિયા આગળ વધારવામાં ઘ્યાન કેન્દ્રિત કરવું. સામાન્ય સંજોગોમાં છાપેલા અને બેમતલબ ગણાય એવા આ શબ્દો અત્યારે અર્થસભર લાગે છે. કારણ કે છેલ્લા આઠેક મહિનામાં જનરલ વી.કે.સંિઘે જે રીતે સરકાર સામે મોરચો માંડ્યો હતો, તેનાથી સૈન્યમાં વફાદારીના ભાગલા જેવી સ્થિતિ સર્જાઇ રહી હતી. ભ્રષ્ટાચારના ઉછળતા આરોપોને કારણે વાતાવરણ બહુ ડહોળાઇ ગયું હતું. સામસામી આક્ષેપબાજીને કારણે સૈન્યવડાના હોદ્દાની તેમ જ એકંદરે સૈન્યની ગરીમાને પણ ગ્રહણ લાગ્યું હતું. અખબારોમાં સૈન્યના સમાચાર સનસનાટીપૂર્ણ ઢબે આવવા લાગ્યા હતા.
વિવાદની શરૂઆત જનરલ વી.કે.સંિઘની જન્મતારીખના વિવાદથી થઇ. લશ્કરની પગારભથ્થાં નક્કી કરતી કચેરીમાં તેમનું જન્મવર્ષ ૧૯૫૧ બોલતું હતું ને બદલી-નિમણૂંકનો વહીવટ કરતી કચેરીમાં ૧૯૫૦. આ વિરોધાભાસ વર્ષો સુધી ચાલ્યો અને જનરલ સંિઘ છેક સૈન્યના વડાના સર્વોચ્ચ હોદ્દે પણ પહોંચ્યા. પણ તેમની નિવૃત્તિ નજીક તારીખ નક્કી કરી, જ્યારે જનરલ સંિઘ ૧૯૫૧ની તારીખ સાચી ગણાવીને તેના આધારે વધારાનું એક વર્ષ ફરજ પર રહેવા માટે આગ્રહી બન્યા. તેમણે જન્મતારીખોમાં વિસંગતી અંગે સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ એટર્ની જનરલનો અભિપ્રાય લીધા પછી સરકારે જનરલના કિસ્સામાં ૧૯૫૦ની તારીખ આધારભૂત ગણીને આગળ વધવાનો નિર્ણય લીધો. તેનાથી દુભાયેલા જનરલ સૈન્યના વડાના હોદ્દે ચાલુ હોવા છતાં, સર્વોચ્ચ અદાલતમાં ગયા.
આટલે સુધીનો ઘટનાક્રમ સૈન્યની છબીને ઝાંખી પાડનારો હોવા છતાં, તેમાં ન્યાયની માગણીના મુદ્દે તેમાં જનરલ પ્રત્યે સહાનુભૂતિ રાખી શકાય એમ હતી. સામાન્ય રીતે હોદ્દા પર હોય એવા સૈન્યવડા અન્યાયબોધ અનુભવે તો એ રાજીનામું આપીને, અદાલતમાં પોતાનો કેસ સાચો પુરવાર કરીને, સ્વમાન જાળવતા હોય છે. છતાં, જનરલ સંિઘના કિસ્સામાં રાજકારણના બેફામ આરોપ થવા લાગ્યા હતા, એટલે તેમણે અદાલતમાં જવાનું પસંદ કર્યું, ત્યાં સુધી જનરલની ટીકા કરનારાને પણ જનરલ કરતાં વધારે તકલીફ સરકારપક્ષે- બાબુશાહીમાં લાગતી હતી. સર્વોચ્ચ અદાલતમાં ગયા પછી જનરલ જાણે કે બેકાબૂ બની ગયા. અદાલતે તેમની રજૂઆત દાખલ કરવાને બદલે તેમના વકીલને સલાહ આપી કે આ રજૂઆત ન કરવામાં આવે. તેનો સીધો અર્થ હતો કે જનરલની રજૂઆત અદાલતમાં ટકી શકે એમ ન હતી અને જો એમણે આગ્રહ રાખ્યો હોત તો તેમને અદાલતી મેદાનમાં પરાજય વેઠવો પડત. આ ઘટનાક્રમ વખતે જ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ભારે સાવચેતીભર્યા શબ્દો સાથે પણ એવો અહેવાલ પ્રગટ થયો, જેમાં જનરલે કદાચ સરકાર પર આડકતરું દબાણ આણવા માટે લશ્કરી ટુકડીઓનો ઉપયોગ કર્યો હોઇ શકે, એવી વાત હતી.
ઉત્તરોત્તર જનરલની કડવાશ અને તેમનો અન્યાયબોધ વિચિત્ર સ્વરૂપ પકડતાં ગયાં. તેમણે પોતાના જ કેટલાક અફસરો સામે લાંચના આરોપ કર્યા અને એ પણ બે વર્ષ પહેલાંના ઘટનાક્રમના. ભારતીય સૈન્યમાં યુદ્ધ માટેની સાધનસજ્જતાનો કેટલો અભાવ છે એ વિશે વિગતો આપતો પત્ર તેમણે વડાપ્રધાનની કચેરીને લખ્યો અને રહસ્યમય રીતે એ પત્ર પ્રસારમાઘ્યમો સુધી પહોંચી ગયો. છેલ્લા મહિનાઓમાં તો જાણે જનરલે સરકાર સામે ઉઘાડેછોગ મોરચો માંડ્યો હોય એવી જ સ્થિતિ સર્જાઇ હતી. પોતાના હોદ્દા વિશે વિચાર કર્યા વિના તે પ્રસાર માઘ્યમોને મુલાકાતો આપતા હતા અને તેમાં વિવાદાસ્પદ વિધાનોની ભરમાર રહેતી હતી. બાબા રામદેવે પોતાના સરકારવિરોધી આંદોલનમાં જનરલની સેવાઓ લેવાનો પ્રસ્તાવ મૂક્યો. જનરલ પોતે પણ કેટલાક રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યા. આ બધી ચેષ્ટાઓ સૈન્યમાં ચાલતા ભ્રષ્ટાચારની સફાઇ કરવા માગતા કોઇ યોદ્ધાની ન હતી. સૈન્યમાં નાનામાં નાની બાબતોમાં ભ્રષ્ટાચાર ચાલે છે એ હવે બહુ જાણીતી બાબત છે, પણ જનરલ સંિઘે પોતાના બે વર્ષના કાર્યકાળમાં અંગત સ્વચ્છતા જાળવ્યા સિવાય, બીજા કોઇ પગલાં લીધાં નહીં અને નિવૃત્તિ નજીક આવી ત્યારે તે આરોપો કરવા લાગ્યા. જનરલ સંિઘની નિવૃત્તિ પછી ભ્રષ્ટાચારવિરોધની તેમણે ઇચ્છેલી કામગીરી, તેમના રાજકીય ઝુકાવ કે અંગત કડવાશ વિના, આગળ વધે એ પણ નવા વડાની એક જવાબદારી બની રહે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved