Last Update : 04-June-2012, Monday

 

ડોક્ટરનું ખોટું પ્રિસ્ક્રિપ્શન દર્દીનાં મોતનું કારણ બની શકે છે

સરકારે પરિપત્ર બહાર પાડયો છે કે, ડોક્ટરોએ પોતાનું પ્રિસ્ક્રિપ્શન ગડબડિયા અક્ષરમાં નહીં પણ માત્ર સુવાચ્ય અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં જ લખવાનું રહેશે

તાજેતરમાં ભારતના આરોગ્ય ખાતાં દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે દરેક ડોક્ટરે પોતાનું પ્રિસ્ક્રિપ્શન કેપિટલ લેટરમાં લખીને જે દર્દીને આપવું જોઈએ. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વાંચી ન શકે અને ભળતી દવા આપી દે તેને કારણે પણ વિશ્વમાં દર વર્ષે હજારો દર્દીઓનાં મોત થવાનું બહાર આવ્યા પછી આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આપણને આપણા ફેમિલી ડોક્ટર અથવા કન્સલ્ટન્ટ જે દવા લખી આપે છે, તેનાથી આપણને ફાયદો જ થશે, અને કોઈ જ નુકસાન નહીં થાય, તેની કોઈ ગેરન્ટી છે ખરી? આપણા ફેમિલી ડોક્ટરને આપણે આ સવાલ પૂછીશું તો તેઓ તેનો જવાબ હકારમાં જ આપશે, પણ અમેરિકામાં ૩૧ વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ડો. રે સ્ટ્રેન્ડ કહે છે કે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનને કારણે દર્દી બીમાર પડે અને તેનું મોત થાય તેવી ભારોભાર સંભાવના રહેલી છે. ડો. રે સ્ટ્રેન્ડે લખેલાં પુસ્તક 'ડેથ બાય પ્રિસ્ક્રિપ્શન'એ અમેરિકાના તબીબી જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે, કારણ કે તેમાં દવા કંપનીઓની અને ડોક્ટરોની ગેરરીતિઓ ઉપર વેધક પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ દવા લેવાને કારણે દર વર્ષે ૨૦ લાખ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે, જેમાંના ૯૦,૦૦૦નાં મોત થાય છે.
ઈ.સ. ૧૯૯૮માં ડો. રે સ્ટ્રેન્ડે અમેરિકન મેડિકલ એસોસિયેશનના જર્નલમાં એક લેખ વાંચ્યો કે ડોક્ટર દ્વારા યોગ્ય રીતે લખી આપવામાં આવેલી દવા લેવાને કારણે અમેરિકામાં એટલા બધા દર્દીઓ મરે છે કે સમગ્ર અમેરિકામાં મૃત્યુનું આ ચોથા નંબરનું કારણ છે. તેમાં જે અયોગ્ય રીતે લખી આપવામાં આવતાં પ્રિસ્ક્રિપ્શનને કારણે થતાં મોતની સંખ્યા ઉમેરવામાં આવે તો તે મોતનું ત્રીજા નંબરનું સૌથી મોટું કારણ બની જાય છે. આ લેખ વાંચીને ડો. સ્ટ્રેન્ડને લાગ્યું કે આ ખૂબ ગંભીર બાબત હોવાથી તેના વિશે પુસ્તક લખવું જોઈએ. આ પુસ્તકમાં ડો. રે સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ડોક્ટરો અને સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ઉપર કદી આંધળો વિશ્વાસ રાખવો જોઈએ નહીં.
ડેથ બાય પ્રિસ્ક્રિપ્શન નામનાં પુસ્તકમાં ડો. રે સ્ટ્રેન્ડ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની કાર્યપધ્ધતિની આકરી ટીકા કરે છે. તેમના જણાવ્યા મુજબ એફડીએ જ્યારે કોઈ નવી દવાને બજારમાં વેચવાની પરવાનગી આપે છે ત્યારે તેને આ દવાનાં અડધાં ભયસ્થાનોની જ માહિતી હોય છે. બાકીનાં ભયસ્થાનોની ચકાસણી દર્દીઓ ઉપર કરવા માટે એફડીએ આ દવા બજારમાં વેચવાની પરવાનગી આપી દે છે. આ રીતે કોઈ પણ નવી દવાના અખતરા પ્રજા ઉપર કરવામાં આવે છે. આ દવાની કોઈ હાનિકારક અસરો હોય તો તેની જાણ કરવાની જવાબદારી ડોક્ટરો, દવા કંપનીઓ કે હોસ્પિટલો ઉપર નાંખવામાં આવી નથી. દવાની કોઈ હાનિકારક અસર હોય તો આ બધા સ્વૈચ્છિક રીતે એફડીએને તેની જાણ કરે છે, પણ આ પ્રક્રિયામાં વર્ષો વીતી જાય છે અને નુકસાન થઈ જાય છે.
સેલ્ડેન નામની દવાનું ઉદાહરણ આપતાં ડો. સ્ટ્રેન્ડ પોતાનાં પુસ્તકમાં જણાવે છે કે આ દવાનું સંયોજન એરિથ્રોમાઈસિન નામની દવા સાથે કરવામાં આવ્યું હતું. તેને કારણે આ દવા એલર્જી, શરદી અને ગળાની બળતરા માટે કામ આવે તેમ હતી. આ સંયોજનને કારણે દર્દીનું એકાએક મોત થઈ જતું હતું પણ તેની જાણ થતાં અને આ દવાને બજારમાંથી પાછી ખેંચાવતાં પૂરાં ૧૨ વર્ષ વીતી ગયાં હતાં. ત્યાં સુધી હજારો દર્દીઓ આ દવાને કારણે મોતનો શિકાર બની ગયા હતા. તેવી જ રીતે બાયકોલ નામની દવા લેવાને કારણે કિડની ફેઈલ થઈ જાય છે અને દર્દીનું અચાનક મરણ થઈ જાય છે, તેની જાણ વર્ષો પછી થઈ હતી. આ દવા બે વર્ષ અગાઉ જ બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. આજે બજારમાં વેચાતી કેટલી દવાઓ ભવિષ્યમાં હાનિકારક પુરવાર થશે, તેની આપણને ખબર નથી. આ દવાઓ આજે લેવામાં રહેલા જોખમની દર્દીઓને તો શું, ડોક્ટરોને પણ જાણ નથી હોતી. ઘણી વખત એવું બને છે કે અમેરિકાના એફડીએ ખાતાંની સતર્કતાને કારણે ત્યાં હાનિકારક પુરવાર થયેલી દવા અમેરિકાની બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવે છે પણ દવા કંપનીઓ ભારત જેવા વિકાસશીલ દેશોમાં તેનું વેચાણ કરીને નફો રળ્યા કરે છે.
કોઈ પણ વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં ભણતો હોય છે ત્યારે તેને કહેવામાં આવે છે કે જ્યારે દર્દી કોઈ બીમારીની ફરિયાદ લઈને આવે ત્યારે તેને દવા ન આપવી પણ તેને પોતાની લાઈફ સ્ટાઈલ બદલવાની શિખામણ આપવી. દાખલા તરીકે કોઈ દર્દી હાઈ બ્લડ પ્રેશર કે મેદની ફરિયાદ લઈને આવે ત્યારે તેને પોતાની ખાવાપીવાની આદતો બદલવાની સલાહ આપવી જોઈએ. આજના ડોક્ટરો પાસે સમય નથી હોતો, માટે તેઓ તરત જ દવા લખી આપે છે. ડોક્ટરો દવાના બિનજરૃરી પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, તેના માટે દવા કંપનીઓના એમ.આર. પણ જવાબદાર હોય છે, જેઓ નિયમિત ડોક્ટરોની મુલાકાતે આવે છે અને તેમને પ્રલોભનો આપે છે. એક અંદાજ મુજબ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની દવાઓનું વેચાણ વધારવા માટે પ્રત્યેક ડોક્ટરદીઠ વર્ષે ૧૦,૦૦૦ ડોલર (આશરે ચાર લાખ રૃપિયા)નો ખર્ચ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો દવા કંપનીઓ દરેક તબીબને રોકડા ચાર લાખ રૃપિયાની લાંચ દર વર્ષે આપે છે.
એલોપથી દવાઓનાં ભયસ્થાનો બાબતમાં સંશોધન કરવાની પ્રેરણા ડો. સ્ટ્રેન્ડને કેવી રીતે મળી તેની પણ રસપ્રદ કહાણી છે. ડો. સ્ટ્રેન્ડની પત્ની ૨૦ વર્ષથી ક્રોનિક ફટિગ (થકાવટ) નામની વ્યાધિથી પીડાતી હતી. તેની સારવાર અમેરિકાના નામાંકિત તબીબો પાસે કરાવવામાં આવી અને તેને નવ જેટલી દવાઓ નિયમિત આપવામાં આવી તેમ છતાં તેની હાલત દિનપ્રતિદિન બગડતી જતી હતી. આ દવાઓને કારણે ડો. સ્ટ્રેન્ડની પત્નીને ન્યુમોનિયા થઈ ગયો, જેમાંથી તેઓ માંડ સાજાં થયાં પણ તેમાં એટલી નબળાઈ આવી ગઈ કે તે પથારીમાંથી માંડ બે કલાક માટે જ ઊભી થઈ શકતી હતી. છેવટે દવાઓથી કંટાળીને ડો. સ્ટ્રેન્ડે પત્નીને માત્ર પૌષ્ટિક આહાર ઉપર રાખવાનો પ્રયોગ કરી જોયો. છ મહિનામાં તેમને ચમત્કારિક પરિણામો જોવાં મળ્યાં અને પત્ની બિલકુલ સાજી થઈ ગઈ. ત્યારથી ડો. સ્ટ્રેન્ડ એલોપથી દવાઓની હાનિકારક અસરો બાબતમાં ગંભીરતાથી વિચાર કરતા થઈ ગયા હતા.
ડો. રે સ્ટ્રેન્ડ પોતાનાં પુસ્તકમાં ચોંકાવનારો આક્ષેપ કરતા કહે છે કે અમેરિકાનું એફડીએ તંત્ર ફાર્માસ્યુટિકલ કંપનીઓના હાથનું રમકડું છે. ઈ.સ. ૧૯૯૨માં અમેરિકાની સંસદે 'યુઝર ફ્રી' નામનો કાયદો પસાર કર્યો હતો. આ કાયદા મુજબ એફડીએ કોઈ પણ દવાનું મૂલ્યાંકન કરી શકે તે માટે દરેક કંપનીએ એક ચોક્કસ ફી ચૂકવવાની રહે છે. શરૃઆતમાં આ ફી નવી દવા દીઠ ૨૫ લાખ ડોલર હતી, પણ પાછળથી તેમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે અમેરિકાના એફડીએ ખાતાનું અડધું બજેટ આ યુઝર ફી વસૂલ કરીને જ કાઢવામાં આવે છે. આ પ્રલોભનને કારણે એફડીએના સત્તાવાળાઓ નવી દવાઓની પૂરતી ચકાસણી કર્યા વિના તેને ઝડપથી મંજૂરી આપી દે છે. ભારતમાં નવી દવાની મંજૂરી માટે આવો કોઈ કાયદો નથી પણ દવા કંપનીઓ પોતાની નવી દવાની મંજૂરી માટે એફડીએના સત્તાવાળાઓને બે નંબરમાં ફી ચુકવી દેતા હોય છે.
ડાયાબિટીસની સારવાર માટે વપરાતી રેઝુલિન નામની દવાનું ઉદાહરણ આપતાં ડો. સ્ટ્રેન્ડ કહે છે કે, આ દવાને કારણે લિવર ખરાબ થાય છે, તેની જાણ થવામાં બે વર્ષ પસાર થઈ ગયાં હતાં. ત્યાર પછી પણ આ દવા બનાવતી કંપની પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર નહોતી. જ્યારે આ દવાને કારણે થતાં મોતની સંખ્યા વધી ગઈ ત્યારે કંપનીએ એટલું જ કબૂલ કર્યું કે તેની દવાથી લાખોમાં એકનાં લિવરને નુકસાન થાય છે. તેમ છતાં આ કંપની પોતાની દવાને બજારમાંથી પાછી ખેંચવા તૈયાર નહોતી. તેણે માત્ર ડોક્ટરોને પત્ર લખ્યો કે તેમણે દર્દીઓને આ ભયસ્થાનની જાણ કરવી. છેવટે અમેરિકાના એફડીએ તરફથી દબાણ આવતાં આ દવા બજારમાંથી પાછી ખેંચી લેવાની કંપનીને ફરજ પડી હતી. ત્યાં સુધીમાં આ દવાને કારણે હજારો દર્દીઓનાં મોત થઈ ગયાં હતાં.
ડબલ્યૂએચઓ જેવી સંસ્થાઓ પણ દવા કંપનીઓને મદદ કરવાનું કાર્ય કરે છે, એવો આક્ષેપ ડો. સ્ટ્રેન્ડ કરે છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું છે કે જેમના શરીરમાં એલડીએલ કોલેસ્ટરોલનું લેવલ ૭૦ કરતાં વધુ હોય તેણે કોલેસ્ટરોલ ઘટાડવા માટેની દવા લેવી જોઈએ. ડો. સ્ટ્રેન્ડ કહે છે કે બહુ ઓછા દર્દીઓના શરીરમાં કોલેસ્ટરોલનું લેવલ આટલું ઓછું હોય છે, જેને કારણે દવા કંપનીઓનું વેચાણ વધી ગયું છે. ડો. સ્ટ્રેન્ડ કહે છે કે કોલેસ્ટરોલ માટેની સ્ટેટિન દવાઓ વધુ પ્રમાણમાં લેવાથી કેન્સરની સંભાવના વધી જાય છે. આ રીતે દવા કંપનીઓને બંને બાજુથી ફાયદો થાય છે પણ દર્દીઓનો ઘડો લાડવો થઈ જાય છે. આપણા સદ્ભાગ્યે અમેરિકામાં પણ ડો. સ્ટ્રેન્ડ જેવા પ્રામાણિક તબીબો છે, જેઓ ડોક્ટરો અને દવા કંપનીઓના ગોરખધંધાઓ જાહેર કરવામાં કોઈ સંકોચનો અનુભવ કરતા નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved