Last Update : 04-June-2012, Monday

 

રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન

 

લભારતની કલાઓના, ઇતિહાસમાં, બૌઘ્ધ - કાળનાં, અજંતા-ઇલોરાની કૃતિઓ, મોગલ અને રાજપુત કાળની લધુ ચિત્રકલા, કંપની સરકારના કલાકારોના દસ્તાવેજી ચિત્રો, કાલીઘાટ, પાતા ચિત્રકલા, મઘુબાનીનો ક્રમબદ્ધ સમૃદ્ધ વિકાસ થયો. વિશ્વભરમાં ખ્યાતનામ થયો. આ કલાઓની કૃતિઓ - દુનિયાભરનાં સંગ્રહાલયોમાં સચવાએલી છે. દળદાર ગ્રંથોમાં પ્રગટ થએલી છે. કાળ બદલાયો. ચિત્રકાર અમૃતા શેરગીલ આવ્યાં. પંજાબી પિતા અને હંગેરીઅન માતાની આ પુત્રીએ, યુરોપની કલાની અસર સાથે ભારત પરિભ્રમણ કરીને, દેશવાસીઓનાં અદ્‌ભૂત ચિત્રો દોર્યા. જે દેશવાસીઓનાં હૃદયમાં વસી ગયાં. આજ પરંપરામાં દક્ષિણના- ત્રાવણકોરના રાજવી ઘરાનાના. રાજા રવિવર્માએ યુરોપની સ્ટાઇલનાં ચિત્રો, રાજઘરાનાનાં વ્યકિત ચિત્રો, મહાભારત, રામાયણના કથાનકો આધારીત ચિત્રોનાં સર્જન કર્યાં. સમય હતો. સન ૧૮૭૦. સન -૧૯૨૦ના બાદમાં રવિ વર્માએ યુરોપથી પ્રીન્ટીંગ મશીન મંગાવીને, ધાર્મિક ચિત્રોની ઓલીયોગ્રાફ પ્રીન્ટો છપાવીને દેશભરમાં - ગામડાંઓ સુધી પહોંચાડી. ભાવિકજનો જેને હાર-તોરા સાથે પુજન કરતા.
સમય બદલાયો, સન ૨૦૦૦માં કલાકૃતિઓના વેહેપારીઓ, આર્ટગેલેરીવાળાઓએ પોતાના એજન્ટો ગામડાઓમાં મોકલી - પ્રીન્ટો એકઠી કરી. મોંઘી ફ્રેમોમાં સજાવી - પ્રદર્શન કર્યાં. મેટ્રો શહેરોના શ્રીમંતોના ઘેર પહોંચતી કરી. આમ જૂનુ એટલું સોનું થયું. રવિ વર્માના પીરીયડ બાદ - ઘણા ચિત્રકારોએ ધાર્મિક ચિત્રકલામાં હાથ અજમાવ્યો, પણ રવિ વર્મા જેવાં પાત્ર આલેખન-મીજાજ ના લાવી શકયા. પરદેશી કલાઓની અસર તેમજ દેખાદેખીમાં વાસ્તવિક કલાનો ક્ષય થતો ગયો. જયાં કલાભ્યાસ જ ના રહ્યો ત્યાં વાસ્તવિક ચિત્રણ ક્યાં થાય. રસિક વાચક મિત્રો સમક્ષ રાજા રવિ વર્માની એક સુંદર કલાકૃતિનું વિવરણ અત્રે પ્રસ્તુત છે.
ચિત્રકાર- રાજા રવિવર્મા, જન્મ-ત્રાવણકોર. સન ૧૮૪૮. અવસાન ઃ ૧૯૦૬. ચિત્રકલાના શોખને મૈસુરના રાજા તેમજ વડોદરાના ગાયકવાડે આશ્રય અને પ્રોત્સાહન આપ્યાં. તેઓ મોટાભાગે કેનવાસ ઉપર તૈલ રંગમાં ચિત્રો કરતા પાત્રાલેખન માટે જરૂરી પરિધાન સાથે મોડેલ બેસાડતા, રેફરન્સ તરીકે ફોટોગ્રાફનો ઉપયોગ કરતા. રાણીઓમાં પોટ્રેઇટ ચિત્રો દરમ્યાન તેમની રસિક દંતકથાઓ પણ જાણીતી છે.
ચિત્ર, સંગીતકારોનું વૃંદ- તૈલ રંગોનું મોટું કેનવાસ ચિત્ર. જેમાં સુંદર જાજમ ઉપર બેઠેલાં છ પાત્ર- પાછળ ઉભેલાં પાંચ પાત્ર રચનાત્મક રીતે સંયોજાયાં છે. પ્રથમ માથે અંબોડા સાથે હાથમાં નાની સીતારવાળું પાત્ર બાજુમાં વાયોલીનવાદક, સાથે એક શ્રોતા પાત્ર. હાથમાં તાનપુરા સાથેનું પાત્ર, સાથે મુખ્ય પાત્ર ગાયીકા રાણી રેશમી વસ્ત્રોમાં સજ્જ દર્શાવી છે. પાછલી હરોળમાં વિવિધ જાતીનાં પાત્રો લાક્ષણિક ચહેરાના ભાવ, ઉંમર પ્રમાણેનું આલેખન, વાજીંત્રો તેમજ આભુષણોની ડિટેઈલ. ચિત્રનું મહત્વ વધારે છે. મહિનાઓ બાદ આવાં સર્જનો પૂર્ણ થતાં હોય છે. રવિ વર્માએ યુરોપની સ્ટાઇલમાં ચિત્રો દોર્યા. પણ ભારતિયતા જાળવી તેનાં લીધે તેમનાં ચિત્રો અમર બની ગયાં. રવિવર્માનાં ચિત્રો, મૈસુર, ત્રિવેન્દ્રમ, વડોદરાની ગાયકવાડના સંગ્રહાલયો - નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ન્યુ દિલ્હી ખાતે જોઇ શકાય છે. વડોદરાના ફતેહસંિહ મ્યુઝિયમમાં ઘણી કૃતિઓ છે.
રૂ. ૭૦૦ કરોડનું અમેરિકન ચિત્ર
અમેરિકાના મોડર્ન ચિત્રકાર જેકસન પૉલોકનું સન ૧૯૪૮ વર્ષનું ચિત્ર ફાઇબર ગ્લાસ ઉપર મોટા બ્રશથી રંગો છાંટેલા - જમીન ઉપર ફલક પાથરીને પક્ષીઓના માળા લાગે તેવું પ્રથમ પ્રયોગ - મોટા માપતાલની કૃતિ ન્યુ યોર્કના સન ૨૦૦૬ના નિલામમાં કોઇ અજાણ્યા ખરીદારે રૂ. ૭૦૦/- કરોડમાં ખરીદેલું. જેકસન પોલોક અમેરિકાનો મહાન કલાકાર ગણાય છે.
કલા-વચન
‘જે ચિત્રો ઊંચી તપસ્યા અને ભાવ ના ગર્ભમાં પોષાઇને યોગ્ય સમયે અવતરિત થયાં હશે તેજ જગતની ચિરંજીવ કલાકૃતિ બનશે.’ - નિકોલસ રૉરીક

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved