Last Update : 04-June-2012, Monday

 
 

અઝલાન શાહ કપઃભારતે લીગ મેચની હારનો બદલો લીધો
ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

ચોથો ક્રમાંક ધરાવતા બ્રિટન સામેની જીત સાથે ભારતનો આત્મવિશ્વાસ વધ્યો

ભારત તરફથી શિવેન્દ્ર સિંઘ, સંદિપ સિંઘ અને તુષાર ખાંડેકરે ગોલ ફટકાર્યો

 

ઇપોહ, તા. ૩
પાંચ વખતના ચેમ્પિયન ભારતે ૩-૧થી બ્રિટનને કચડીને અઝલાન શાહ કપ મેન્સ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતે લીગ મેચમાં બ્રિટન સામે મળેલા પરાજયનો બદલો લઇ લીધો હતો. ભારત તરફથી શિવેન્દ્ર સિંઘ, સંદિપ સિંઘ અને તુષાર ખાંડેકરે ગોલ ફટકાર્યા હતા. આ સાથે ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાયેલા ભારતે અઝલાન શાહ કપમાં સન્માનજનક સ્થિતી મેળવી હતી. ભારતના સરદારા સિંઘને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં ભારતે તેના કરતાં વધુ મજબુત ગણાતા બ્રિટન પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ, જો કે ગોલ ફટકારવાની કેટલીક ગોલ્ડન તકો ગુમાવી દીધી હતી. જ્યારે ટુર્નામેન્ટના પ્રારંભે ટાઇટલ જીતવા ફેવરિટ મનાતા બ્રિટનની શરૃઆત સારી રહી હતી પણ ભારતે બીજા હાફમાં જોરદાર વળતી લડત આપી હતી અને મુકાબલો બ્રિટનના હાથમાંથી આંચકી લીધો હતો.
બ્રિટને બ્રોન્ઝ મેડલ જીતવાની દાવેદારી નોંધાવતા ૩૫મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. એશ્લી જેકસનના સ્કોરને પરિણાંમે ભારત ૦-૧થી પાછળ પડી ગયું હતુ. જો કે ત્યાર બાદ ૪૨મી મિનિટે શિવેન્દ્ર સિંઘના ગોલને સહારે ભારતે બરોબરી મેળવી હતી. જે પછી ૫૨મી મિનિટે સંદિપ સિંઘે અને ૬૯મી મિનિટે તુષાર ખાંડેકરે ગોલ ફટકારીને બ્રિટનના હાથમાંથી બ્રોન્ઝ મેડલ આંચકી લીધો હતો. આ સાથે ભારતનો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત બની ગયો છે.
નોંધપાત્ર છે કે અગાઉ લીગ મેચમાં ભારતનો બ્રિટન સામે ભારે સંઘર્ષ છતાં ૨-૩થી પરાજય થયો હતો. ભારત માટે આ વિજય અત્યંત મહત્વનો છે કારણ કે બ્રિટનની ટીમ હાલના વર્લ્ડ રેન્કિગમાં ચોથા ક્રમાંકે છે. કોચ માઇકલ નોબ્સના માર્ગદર્શન હેઠળના ભારતીય ખેલાડીઓએ જબરજસ્ત દેખાવ કરતાં વિજય મેળવ્યો હતો.
ભારતે શરૃઆતથી જ આક્રમક દેખાવ કરતાં મેચની પહેલી જ મિનિટે બ્રિટીશ ગોલ પર આક્રમણ કર્યું હતુ. ભારતના અગ્રપંક્તિના ખેલાડી સરવનજીત સિંઘે ક્લાસિક પાસ શિવેન્દ્ર તરફ મોકલ્યો હતો પણ તે બોલને જાળવી શક્યો નહતો અને તક વેડફાઇ ગઇ હતી.
આ પછી મેચની સાતમી મિનિટે ફરી વખત ભારતે આક્રમણ કર્યું હતુ. આ વખતે એસવી સુનિલના ચતુરાઇભર્યા પાસને શિવેન્દ્ર ગોલમાં મોકલી શક્યો નહતો અને બ્રિટનના ડિફેન્ડરો અને ગોલકિપરે હાશ અનુભવી હતી. જો કે સતત આક્રમણ કરવાના કારણે ભારતીય ખેલાડીઓને આત્મવિશ્વાસ વધી ગયો હતો. જ્યારે બ્રિટનના ખેલાડીઓ વધુ ડિફેન્સીવ બની ગયા હતા.
ભારતીય ટીમના કોચ નોબ્સે આ સ્થિતીનો ફાયદો ઉઠાવતા મેચ પર પકડ જમાવી રાખી હતી. બ્રિટન શરૃઆતી ગોલ ફટકારવામાં સફળ રહ્યું હતુ પણ ભારતે ત્યાર બાદ તખ્તો આંચકી લીધો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved