Last Update : 04-June-2012, Monday

 

મુંબઇની સ્કૂલનો ફતવો
ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

ગયા વર્ષે ફી મોડી ભરવાના મામલે બે વિદ્યાર્થીને હાંકી કાઢનારી સ્કૂલની નવી નીતિ

મુંબઈ, તા. ૩
ફી મોડી ભરવાના કારણે બે વિદ્યાર્થી (ભાઈ-બહેન)ને સ્કૂલમાં પ્રવેશવાની મનાઈ ફરમાવનારી જૂહુની ઇકોલે મોન્ડીએલે સ્કૂલે આ વર્ષથી પોતાની ફી સંબંધી નીતિ બદલાવી છે.
નવ એપ્રિલ, ૨૦૧૨ના રોજ આ સ્કૂલે બહાર પાડેલાં પરિપત્ર મુજબ, છેલ્લી તારીખ વીતિ ગયા બાદ પખવાડિયા પછી ફી ભરનારા વિદ્યાર્થીને ફી પર ૧૮ ટકા વ્યાજ ભરવું પડશે અને ત્યાર બાદ બે અઠવાડિયામાં ફી ભરનારા વિદ્યાર્થીએ ફી ઉપરાંત વધારાના એક લાખ રૃપિયા આપવા પડશે.
આ સ્કૂલના પરિપત્રમાં સ્પષ્ટપણે લખાયું છે કે, '૩૦ જૂન સુધીમાં ફી ન ભરવામાં આવે તો એવું માની લેવાનું કે, આવા બાળકના પરિવારને આ સ્કૂલમાં આગળ ભણાવવામાં રસ નથી અને આવા બાળકનું નામ રજિસ્ટરમાંથી રદ કરાશે. જો આવા બાળકને ફરીથી પ્રવેશ જોઈતો હશે કે ફરીથી નામ રજિસ્ટર કરાવવું હશે તો તેના માતા-પિતાએ સ્કૂલની તે સમયની ફી ઉપરાંત અન્ય ભરવાપાત્ર ચાર્જ પણ ચૂકવવો પડશે.'
આ વિશે પત્રકારોએ સંપર્ક કરવા છતાં સ્કૂલના પ્રિન્સિપાલ ફિનબાર ઓરેગાન અને મેનેજર મહેશ ગુપ્તાના પ્રતિભાવ મળ્યાં નહોતાં.
આ સ્કૂલમાં જેના બે બાળક ભણે છે તેવી એક માતાના જણાવ્યા મુજબ, ''ઇન્ટરનેશનલ સ્કૂલોમાં આવા નિયમો હોય છે. અમે સ્કૂલના સંચાલકો સામે એકવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહોતું. આવી નીતિમાં ફેરફાર કરી સ્કૂલે એવું સ્વીકાર્યું છે કે, તેમની અગાઉની નીતિ ખોટી હતી.''
ગયા વર્ષે આ મહિલાના જ બન્ને બાળક નવ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રી-ને ફી મોડી ભરવાના કારણે સ્કૂલમાંથી કાઢી મૂકાયાં હતાં. ગયા વર્ષે આ મુદ્દો ચગ્યો ત્યારે સ્કૂલે કહ્યું હતું કે, તેમના બાળકોના નામ રજિસ્ટરમાંથી રદ કર્યાં અગાઉ બે વખત અમે સૂચના આપી હતી, પરંતુ આ બાળકોની માતાએ કહ્યું હતું કે, મને સ્કૂલની આવી કોઈ નીતિ વિશે કોઈ જ સૂચના અપાઈ નહોતી.
આ વિવાદના પગલે આખરે આ બાળકોની માતા ડિસેમ્બર ૨૦૧૧માં શિક્ષણ વિભાગ સમક્ષ લઈ ગઈ હતી અને માગ કરી હતી કે, સ્કૂલે અમને દસ લાખ રૃપિયા વધુ ભરવાનું કહ્યું છે તે રકમ અમને સ્કૂલ પરત આપે. આ કેસમાં આ પરિવાર રાજ્યના શિક્ષણ પ્રધાન રાજેન્દ્ર દર્ડાને પણ મળ્યો હતો અને અન્ય અધિકારીઓ સમક્ષ પણ પોતાની રજૂઆત કરી હતી. હવે આ પરિવાર શિક્ષણ વિભાગના પ્રત્યુતરની રાહમાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved