Last Update : 04-June-2012, Monday

 

બ્લેક મની, કોંગ્રેસનો વિરોધ કરવા ભેગા થયેલાં
રામદેવ-અણ્ણા ટીમમાં જાહેરમાં વિવાદ

રામદેવે ટીકા કરતાં કેજરીવાલ મંચ છોડી ગયા ઃ અંતે 'હમ સાથ સાથ હૈ'નું ગાણું ઃ માંગણીઓ સ્વીકારવા ૮ ઓગસ્ટની મહેતલ

નવી દિલ્હી, તા. ૩
પાટનગર દિલ્હીમાં જંતર-મંતર ખાતે ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં વિરૃધ્ધ મંચ પર સૌ પ્રથમ વખત આવેલા યોગગુરૃ બાબા રામદેવ અને અણ્ણા હઝારેએ ભ્રષ્ટાચાર વિરૃધ્ધના આ જંગને આઝાદીની બીજી લડાઇ ગણાવી હતી. તો અણ્ણા હઝારેએ બન્ને આંદોલનકારોના સહયોગથી આંદોલનને નવું બળ મળ્યાનું જણાવ્યું હતું. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે ૮ ઓગસ્ટ સુધીમાં તેમની માંગણી નહીં સ્વીકારાય તો ૯મી ઓગસ્ટથી આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે. આ સાથે અણ્ણા ટીમના અરવિંદ કેજરીવાલ મંચ છોડી ચાલ્યા જતા રામદેવ બાબા અને અણ્ણા ટીમ વચ્ચે મતભેદો હોવાનું બહાર આવ્યું હતું.
જોકે ઉપવાસના અંત સુધીમાં રામદેવ અને અણ્ણાએ 'હમ સાથ સાથ હૈ'નો રાગ આલાપ્યો હતો. બાબા રામદેવના આંદોલન પર પોલીસ દમનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે ત્યારે બન્ને ભ્રષ્ટાચાર વિરોધી નેતાઓ એક સાથે આંદોલન છેડવા કટીબધ્ધ થયા છે. તેની શરૃઆત એક દિવસના પ્રતિક ઉપવાસથી કરવામાં આવી હતી.
દિવસ દરમ્યાન ચાલેલા વિવિધ નેતાઓના ભાષણ દરમ્યાન બાબા રામદેવે વિદેશથી આવી રહેલા સીધા વિદેશી મૂડી રોકાણ (એફ.ડી.આઇ.)ને કાળા નાણાનો મુખ્ય પ્રવાહ ગણાવતા આક્ષેપ કર્યો હતો કે કાળા નાણાનું તાળું વિદેશી મૂડી રોકાણની ચાવીથી જ ખોલી શકાય તેમ છે. તેમણે આઈ.પી.એલ. અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો અને તેમાં મોટેપાયે કાળા નાણાનો જ કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ટીમ અણ્માના સદસ્ય અરવિંદ કેજરીવાલે પોતાના પ્રવચન દરમ્યાન એ. રાજા અને લાલુ પ્રસાદના નામ લેતા બાબા રામદેવે તેમને નામ લેતા અટકાવ્યા હતા. બાબા રામદેવના સૂચનથી વ્યથીત કેજરીવાલ પછીથી અનશન સ્થળ થોડી જતા ફરીવાર ટીમ અણ્ણા અને રામદેવ વચ્ચે મતભેદો હોવાની ચર્ચા ચાલી હતી. જોકે મોડેથી કેજરીવાલે ટ્વીટ પર તેમની વચ્ચે કોઇ જ મતભેદ ન હોવાનું જણાવ્યું હતું.
બાબા રામદેવે ભ્રષ્ટાચાર વિરોધી ગ્રામ્ય સભાઓ યોજવા, ગ્રામ્ય સમિતિઓ રચવાઅને આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવા હાકલ કરતા ૮ ઓગસ્ટને આખરી મહેતલ ગણાવતા ૯મી જુનથી આંદોલન રાષ્ટ્રવ્યાપી સ્તરે ઉગ્ર બનાવવા ચેતવણી ઉચ્ચારી હતી.
બાબા રામદેવે તમામ પક્ષના અગ્રણીઓને મળીને તેમના આંદોલન સંદર્ભે સહકાર મેળવવા તેમજ વિરાટ લોકમત કેળવવા હાકલ કરી હતી. જ્યારે અણ્ણા હઝારેએ તેઓ એક હોવાની અને આજે જો તેઓ ઉપસ્થિત ન રહે તો બન્ને આંદોલનકારો વચ્ચે મતભેદ હોવાની અફવાને જોર મળે તેવી શક્યતા દર્શાવતા આ પ્રકારે સહયોગથી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને બળ મળ્યાનું જણાવ્યું હતું. દિવસ દરમ્યાન એક સ્વયંસેવકે આત્મદાહનો પ્રયાસ કરતા થોડો સમય અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.
જોકે કોંગ્રેસે બાબા રામદેવ અને અણ્ણાના આક્ષેપોનો વિરોધ કરતા બન્ને આંદોલનકારોનો મનોભાવ કોંગ્રેસને બદનામ કરવાનો હોવાનું જણાવ્યું હતું.

 

બાબા રામદેવની સાત માગણીઓ
(૧) વિદેશમાં જમા ૪૦૦ લાખ કરોડનું કાળુ નાણું પરત લાવો.
(૨) કાળા નાણાને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરો.
(૩) ભ્રષ્ટાચારીને જન્મટીપ કે ફાંસીની સજા કરો.
(૪) ભ્રષ્ટાચારના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ રચો.
(૫) લાંચના કેસની ૧ વર્ષમાં સુનાવણી કરો.
(૬) સરકારી કામ માટે સમય મર્યાદા નક્કી કરો.
(૭) પાંચસો તેમજ હજારની નોટો ચલણમાંથી રદ કરો.

રામદેવનો શો બની રહ્યો
નવી દિલ્હી, તા. ૩
રામદેવ બાબા અને અણ્ણા હઝારે બંને ભલે એક સાથે ઉપવાસ પર બેઠા હોય, બન્ને ટીમના અગ્રગણ્ય સભ્યો પણ હાજર હોય પણ આજના જંતર મંતર ખાતે ઉપવાસનો કાર્યક્રમમાં યોગ ગુરુ રામદેવ જ છવાયેલા રહ્યા હતા. અણ્ણાની ટોપીઓ ('મૈ અણ્ણા હૂં' લખેલું) ગાયબ હતી, પોસ્ટરોમાં પણ રામદેવ બાબા છવાયેલા હતા. અને રામદેવ બાબાના ભાષણોમાં જનલોકપાલ કરતાં કાળા ધનનો મુદ્દો છવાયેલો રહ્યો. જોકે ગયા વર્ષે ૩ જૂને રામદેવના ઉપવાસ કાર્યક્રમમાં રાત્રે પોલીસે અત્યાચાર કર્યા તે નિમિત્તે આજનો કાર્યક્રમ યોજાયો હોવાથી તેમાં રામદેવ બાબા છવાય તે સ્વાભાવિક છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved