Last Update : 04-June-2012, Monday

 

નિર્ણયો લેવામાં ઢીલ દાખવવા બદલ પવારે પૃથ્વીરાજ ચવ્હાણ પર પ્રહારો કર્યા

'સરકારની ઢીલી નીતિને લીધે ઉદ્યોગો પાડોશી રાજ્યોમાં જઈ રહ્યા છે'
મુંબઈ, તા.૩
કેન્દ્રના કૃષિ પ્રધાન અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પોતાના કટ્ટર રાજકીય હરીફ, મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સાથે ઘર્ષણમાં ઉતર્યા હોય એવું લાગે છે.
પક્ષના કાર્યકરોની રેલીને સંબોધતા પવારે એમ કહીને ચવ્હાણ પર આડકતરો પ્રહાર કર્યો હતો કે મહારાષ્ટ્રમાં નિર્ણય લેવાની પ્રક્રિયા સાવ થંભી ગઈ છે અને એને કારણે અગ્રણી ઔદ્યોગિક ગૃહો પોતાનો બિઝનેસ પાડોશી રાજ્યોમાં લઈ જઈ રહ્યા છે.
કેન્દ્રના કૃષિ પ્રધાને એવો ઉલ્લેખ કર્યો હતો કે મહિન્દ્રા ગુ્રપે અહીં સેલ્સ ટેક્સના રિફન્ડના વિવાદને પગલે પોતાનું નાશિક યુનિટ પાડોશના રાજ્યમાં ખસેડવાનો નિર્ણય લીધો છે.
પૃથ્વીરાજ ચવ્હાણે તુરત પવારના આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે અને મારી સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોનો અક્ષરશઃ અમલ થયો છે. 'અમે પવારને મારી સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોની એક નકલ મોકલી શકીએ તેમ છીએ.' એમ જણાવતા ચવ્હાણે ઉમેર્યું હતું કે 'એમ લાગે છે કે પવાર વેલ્યુ એઈડેડ ટેક્સ (વેટ) વિશેના નાણાં ખાતાના નિયમોમાં સુધારાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ મૂક્યો છે અને એમાં રાજ્ય સરકાર માટે દખલ દેવાનો કોઈ અવકાશ નથી.'
કોંગ્રેસના એક વરિષ્ઠ પ્રધાને પવાર દ્વારા રાજ્ય સરકારની એમનો પક્ષે એનસીપી શાસક યુતિનો ઘટક હોવા છતાં કરાયેલી ટીકાને કમનસીબ ગણાવી હતી. 'પવારે કદાચ ચવ્હાણ સમક્ષ કેટલીક અંગત બાબતો વિશે રજૂઆત કરી હશે અને એમનું સમાધાન ન થતાં એમણે મુખ્ય પ્રધાનની ટીકા કરવા માંડી.' એમ કોંગ્રેસી પ્રધાને જણાવ્યું હતું.
પવારે કેન્દ્રની યુપીએ-૨ સરકારને પણ ટોણો મારી મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની સરકારની સબસિડીની નીતિઓ અને કેટલીક યોજનાઓની તાકીદે સમીક્ષા કરવાની માગણી કરી હતી.
કેન્દ્ર સરકારે રૃ.૧.૧૦ લાખ કરોડ મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમપ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ માટે ફાળવ્યા છે, ખાતર પર રૃ.૮૦૦૦૦ કરોડ અને ડીઝલ તથા કેરોસિન પર રૃ.૧ લાખ કરોડની સબસિડી આપી છે. 'કેન્દ્ર દ્વારા અપાયેલી કુલ સબસિડી લગભગ રૃ.૪.૫ લાખ કરોડ છે. કેન્દ્ર પોતાની સબસિડી નીતિ વિશે પુનર્વિચાર કરે એનો સમય આવી ગયો છે', એવી ટકોર મરાઠા નેતાએ કરી હતી.
તાજેતરના ભૂતકાળમાં શરદ પવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નબળી કામગીરી બદલ માછલાં ધોઈ ચુક્યા છે. એક મહિના પહેલા મનમોહન સિંહે યુપીએના ઘટક પક્ષોને ઠપકો આપ્યો ત્યારે પવારે એમનો પણ ઉઘડો લીધો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved