Last Update : 04-June-2012, Monday

 

મંત્રી આનંદીબહેનના બંગલે થયેલી ચોરીમાં નવો ઘટસ્ફોટ
આનંદીબહેનના બંગલામાંથી ચોરોએ પથ્થર ખાલી કર્યા અને દાગીના ભર્યા?

આદિવાસી તસ્કરોએ સ્વબચાવ માટે લાવેલા પથ્થરો જ્યાં જ્યાં ખાલી કર્યા ત્યાં ત્યાં લાખોની મતા ચોરાઇ છેઃ પોલીસ

અમદાવાદ, રવિવાર
મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલના શિલજ સ્થિત ધર્મ બંગલોમાં એક સપ્તાહ અગાઉ થયેલી ચોરી ફરી એકવાર પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની છે. મંત્રી આનંદીબહેનના ઘરમાંથી તસ્કરો કિંમતી દાગીના અને રોકડ ચોરી ગયાનો તર્ક આપતા પોલીસસૂત્રો કહે છે કે બોપલ, શિલજ, સોલા વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં જ્યાં જ્યાં આદિવાસી ગેંગ ત્રાટકી અને ઘરમાં પથ્થરો મુકીને ગઇ છે તે ઘરમાંથી લાખો રૃપિયાના કિંમતી દાગીના અને રોકડ ચોરાયાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. પથ્થર મુકવા પાછળનુ કારણ એ છે કે તસ્કરો પકડાઇ જવાની સ્થિતિમાં સ્વબચાવ માટે લાવેલા પથ્થરો દાગીના મળી જતા ઘરમાંજ ખાલી કરી નાંખે છે અને તે ઝોળીમાં દાગીના અને રૃપિયા ભરી લઇ જાય છે. આનંદીબહેનના ઘરમાંથી પણ પથ્થરો મળ્યા હતા..! માટે તસ્કરો નક્કી કંઇક લઇને ગયા હોવાની ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડયું છે.
મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલના શિલજ સ્થિત ધર્મ બંગલોમાં તસ્કરો ત્રાટક્યા બાદ પોલીસે સૌ પ્રથમ એક મ્યુઝિક સિસ્ટમ ચોરી થયાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કર્યો હતો. 'હાઇ પ્રોફાઇલ' ચોરીના ત્રણ દિવસ બાદ પોલીસે ભેદી સંજોગોમાં ફેરવી તોળ્યું અને કહ્યુ કે આનંદીબહેન પટેલના પુત્ર સંજયભાઇએ અમેરિકાથી ફોન કરી જણાવ્યું છે કે તેમના ઘરમાંથી મ્યુઝિક સિસ્ટમ પણ ચોરાઇ નથી! તેમ છત્તાં બોપલ પોલીસ પાસેથી તપાસ આંચકી લઇને કેસની તપાસ તાત્કાલીક એલ.સી.બીને કેમ સોંપી દેવાઇ?
પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, શિલજ, બોપલ, ઘૂમા અને સોલા સહિતના આસપાસના વિસ્તારોમાં આદિવાસી ગેંગનો તરખાટ છેલ્લા કેટલાય વર્ષોથી છે. આ આદિવાસી ગેંગ પકડાઇ જવાની બીકે સ્વબચાવ અર્થે કપડાની ઝોળીમાં રેલવે ટ્રેક પર પાથરવામાં આવતા કાળા પથ્થરો સાથે લઇને નીકળે છે. રસ્તામાં પોલીસ પકડે તો શંકા ન જાય અને પકડાઇ જવાની સ્થિતિમાં પથ્થરો મારીને આસાનીથી ભાગી શકાય.
આ ઉપરાંત આદિવાસી ગેંગ જ્યારે કોઇના ઘરના તાળાં તોડી ઘુસે છે ત્યારે જો ઘરમાંથી દાગીના કે રોકડ મળી જાય તો તે પથ્થરો જે તે ઘરમાં જ મુકી દે છે ્ને તે ઝોળીમાં ચોરેલા દાગીના કે રોકડ ભરી નાસી છુટે છે. શિલજ નજીકના કલહાર બંગલોમાં થયેલી ચોરીઓ તેનો પુરાવો પણ પુરો પાડે છે. આનંદીબહેનના ઘરમાં પણ તમામ કબાટ ખુલ્લા હતા અને પથ્થરો પણ પડયા હતા, માટે બંગલામાંથી લાખોના દાગીના ચોરાયાની ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડયું છે. બીજી તરફ પોલીસ કહે છે કે સંજયભાઇ હાલ આ બંગલામાં રહેતા હોઇ તે અમેરિકાથી પરત ફરી નિવેદનમાં કોઇ વસ્તુ ચોરાયુનું કહેશે તો પોલીસ નોંધ લઇ તે દિશામાં તપાસ કરશે.

બોપલના ૨૦ હજારથી વધુ આદિવાસી પોલીસ માટે પડકાર!
અમદાવાદ ગ્રામ્યના એક અધિકારીના કહેવા પ્રમાણે અમદાવાદ શહેર કરતા બોપલ અને આસપાસના વિસ્તારમાં વધુ આદિવાસીઓ વસે છે. બોપલ, શિલજ, ઘુમા સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ કંન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલે છે. જ્યાં કામ કરનારા આશરે ૨૦ હજારથી વધુ આદિવાસી મજૂરો પોલીસ માટે પડકાર છે. તે તમામ મજૂરો ગુનેગાર નથી, પરંતુ તેમની વચમાં રહેતા કેટલાક તત્વો દિવસે મજૂરી કરી રાતે ચોરી કરતા હોવાની આશંકાના આધારે પોલીસ આવા શકમંદ આદિવાસી મજૂરોને શોધી રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved