Last Update : 04-June-2012, Monday

 

ભાજપ શાસિત MP ૨૮૦૦ કરોડ આપતું નથી

- ગુજરાત સરકારને વ્યાજખાધનું નુકસાન

 

- મહારાષ્ટ્ર પાસેથી ૧૩૧૧ કરોડ બાકી

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, રવિવાર
ગુજરાત સરકારે નર્મદા પરિયોજનાના ખર્ચપેટે યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી રૃા. ૪૫૪૨.૯૨ કરોડ જેટલી જંગી રકમ લેવાની નીકળે છે, જેમાં સૌથી વધુ રૃા. ૨૮૦૭.૬૬ કરોડ મધ્યપ્રદેશ સરકાર પાસેથી વસૂલ કરવાના થાય છે. મધ્યપ્રદેશમાં જ પોતાના જ પક્ષની સરકાર હોઈ ગુજરાત સરકાર કોઈ ઉઘરાણી કરતી નથી, પરિણામે બીજા રાજ્યોને પણ વસુલાત માટે ફરજ પાડી શકાતી નથી. સરવાળે ગુજરાતને વ્યાજખાધનું નુકસાન ભોગવવું પડે છે.
મહારાષ્ટ્ર પાસેથી રૃા. ૧૩૧૦.૬૮ કરોડ અને રાજસ્થાન પાસેથી રૃા. ૪૨૪.૬૦ કરોડ વસૂલ કરવાના થાય છે.
મધ્યપ્રદેશને તેની પાસેથી લેવાના નીકળતા જંગી બાકી લેણા અંગે કંઈ કહી શકાતું નથી, એટલે ગુજરાત સરકારે કેન્દ્રીય જળ સંશાધન મંત્રાલયના સચિવના વડપણ હેઠળની નર્મદા કંટ્રોલ ઓથોરિટી સમક્ષ ભાગીદાર રાજ્યોના બાકી લેણાંનો તાજો અહેવાલ રજૂ કરીને આ લેણા કઢાવી આપવાની માગણી કરી છે.
સરદાર સરોવર નર્મદા નિગમના તાજા રિપોર્ટ પ્રમાણે રૃા. ૧૨,૧૯૩.૯૩ કરોડનો ખર્ચ, યોજનાના ભાગીદાર રાજ્યોનો સહિયારો ખર્ચ તરીકે દર્શાવાયો છે, જેમાં પ્રોજેક્ટ માટે લેવાયેલી લોનો તથા વિસ્થાપિતોના પુનઃસ્થાપન પાછળ થયેલા ખર્ચનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાગીદાર રાજ્યો પાસેથી બાકી લેણાં કઢાવવા માટે તેમના ભાગની વીજળીમાંથી વસુલાત કરવાનો રસ્તો અપનાવવો જોઈએ, પણ એ દિશામાં પગલાં ભરાતા નથી. તા. ૩૧-૧૨-૨૦૧૧ની સ્થિતિએ મધ્યપ્રદેશને ભાગે આવતી ૫૭ ટકા લેખે આશરે ૫ અબજ ૬૩ કરોડ ૧૯ લાખ યુનિટ વીજળી અપાઈ છે, તેવી જ રીતે મહારાષ્ટ્રને ૨૭ ટકા લેખે ૨ અબજ ૬૬ કરોડ ૭૭ લાખ યુનિટ વીજળી મળી છે. જ્યારે ગુજરાતને ૧૬ ટકા લેખે તેના હિસ્સા મુજબ ૧ અબજ ૫૮ કરોડ ૯ લાખ યુનિટ વીજળી મળી છે. જો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને નર્મદા જળવિદ્યુત પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીમાંથી ભાગ ના આપીને બાકી લેણાની વસુલાતનો માર્ગ અપનાવવામાં આવે તો ગુજરાતની તિજોરીને ફાયદો થાય તેમ સૂત્રો જણાવે છે.
અત્યાર સુધી આ પ્રોજેક્ટમાં ૪૬,૪૫૭ વિસ્થાપિતોનું પુનઃ સ્થાપન થયું છે, જેમાં સૌથી વધુ ૩૭,૭૨૯ અસરગ્રસ્તો મધ્યપ્રદેશના છે, જેનો ખર્ચ નર્મદા ટ્રિબ્યુનલના ચુકાદા પ્રમાણે ગુજરાતે વેઠયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved