Last Update : 04-June-2012, Monday

 

સીફૂડની નિકાસને લઈને ચીન સાથે ઊભી થયેલી મડાગાંઠ છેવટે ઉકેલાઈ

ગુજરાત એ દરિયાઈ ખાદ્યપદાાૃર્થોનું દેશનું સૌાૃથી મોટું નિકાસકાર રાજ્ય છે

કોચી, તા.2
ભારતના સીફૂડ (દરિયાઈ ખાદ્ય પેદાશો) માટેની સૌથી મોટી બજાર ચીને ૧ જૂનથી ભારત ખાતેથી સીફૂડની આયાત બંધ કરવાનો અગાઉ કરેલો નિર્ણય પાછો ખેંચ્યો છે. એકવેટિક પેદાશોની નિકાસ માટેના ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કવોલિટી સુપરવિઝન, ઈન્સ્પેકશન એન્ડ ક્વોરન્ટીન સર્ટિફેકિટ ધોરણો મેળવનારા રાષ્ટ્રોની યાદીમાંથી ભારતને બાકાત રખાયું હતું. એકસપોર્ટ ઈન્સ્પેકશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાનારા ઈન્સ્પેકશન અને ક્વોરન્ટીન સર્ટિફિકેટની ફોર્મેટ સ્વીકારવાનું ચીને માન્ય રાખતા નિકાસ બંધ થઈ જવાનો ભય દૂર થયો છે, એમ મરિન એકસપોર્ટસ પ્રોડકટ ડેવલપમેન્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું. ચીનના પ્રતિબંધના નિર્ણયને કારણે ભારતના ખાસ કરીને ગુજરાત વિસ્તારના મરિન નિકાસ વ્યવસાય પર ભારે અસર પડી શકી હોત. ગુજરાત બહોળો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોવાથી અહીં મત્સ્યોદ્યોગ મોટી માત્રામાં ફૂલ્યોફાલ્યો છે.
દરિયાઈ પેદાશોની આયાત અને નિકાસ પર નિરીક્ષણ માટેના વહીવટી પગલાંના અમલીકરણ અંગે ચીને ગયા વર્ષના મે માસમાં નોટિસ જારી કરી હતી. ચીન માત્ર એવા જ રાષ્ટ્રો ખાતેથી સીફૂડ કન્સાઇનમેન્ટસને મંજૂરી આપે છે જેમણે એક્યુએસઆઈક્યુ મેળવ્યું હોય. ચીને જારી કરેલા નોટિફિકેશનમાં ૨૭ રાષ્ટ્રોને આવરી લીધા હતા જેણે આયાત ધોરણોનું પાલન કરવાની સહમતિ આપી હતી.ચીનમાં નિકાસ કરાનારા દેશોમાં એશિયા વિસ્તારોના સાત દેશોનો સમાવેશ થાય છે. આ સાત દેશો એટલે વિયેતનામ, થાઈલેન્ડ, પાકિસ્તાન, જાપાન, ફિલિપિન્સ, મ્યાનમાર અને દક્ષિણ કોરિઆનો સમાવેશ થાય છે. બાકીના દેશોમાં ૧૦ યુરોપના, સાત અમેરિકન કોન્ટિનેન્ટ તથા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડનો સમાવેશ થાય છે.
૨૦૧૦-૧૧માં ભારતની ચીન ખાતેની મરિન નિકાસ ૧૫૯૦૦૦ ટન રહી હતી. મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો ચીનની આ બજારમાં રૃપિયા ૧૯૭૮ કરોડની નિકાસ ભારતની કુલ નિકાસના ૧૫ ટકા જેટલી છે. ચીનમાં ભારતની સીફૂડની નિકાસમાં એકલા ગુજરાતનો હિસ્સો ૭૧૦૦૦ ટન રહેલો છે. છેલ્લા એક દાયકાથી ચીન ભારતની સીફૂડની મુખ્ય બજાર હોવાનું એક નિકાસકારે જણાવ્યું હતું. ૨૦૧૧ના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન દેશની સીફૂડની કુલ નિકાસ ૬૨૧૫૭૭ ટન રહી છે, જેનું મૂલ્ય રૃપિયા ૧૨૧૯૦ કરોડ જેટલું છે. તાજેતરના ભૂતકાળમાં ભારતની ચીન ખાતેની નિકાસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેને પરિણામે યુરોઝોનમાં ઘટેલી નિકાસથી થતાં નુકસાનને ભરપાઈ કરી શકાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved