Last Update : 04-June-2012, Monday

 

દૂધ પાવડર પરનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાયો

વાૃધી રહેલી માગને ધ્યાનમાં રાખતા ઉત્પાદનમાં વાર્ષિક પચાસ લાખ ટનની વૃદ્ધિ જરૃરી

નવીદિલ્હી, તા.2
સ્કિમ્ડ મિલ્ક પાવડરની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાનો કેબિનેટ કમિટિ ઓન ઈકોનોમિક અફેર્સે શુક્રવારે નિર્ણય કર્યો હતો. દૂધનું વેચાણ કરતા ખેડૂતોની આવક વધારવા આ નિર્ણય લેવાયો હોવાનું કમિટિના એક સભ્યએ જણાવ્યું હતું. પશુ સંવર્ધન અને દૂગ્ધ વિકાસ વિભાગ દ્વારા પ્રતિબંધ ઉઠાવી લેવા તથા નિકાસ માટે સબસિડી પૂરી પાડવા માગણી કરાઈ હતી. જો કે નિકાસ સબસિડી પૂરી પાડવા અંગે વાણિજ્ય મંત્રાલયને કમિટિએ ભલામણ કરી છે. ઘરઆંગણે ઊભી થયેલી અછતને પગલે કેન્દ્ર સરકારે ૨૦૧૧ના ફેબુ્રઆરીમાં સ્કિમ્ડ મિલ્ક પાવડરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
વધી રહેલી માગને ધ્યાનમાં રાખીને દેશમાં દૂધના ઉત્પાદનમાં દર વર્ષે પચાસ લાખ ટનનો વધારો થવો જોઈએ. છેલ્લા ૧૫ વર્ષથી હાલમાં દેશમાં દર વર્ષે દૂધના ઉત્પાદનમાં સરેરાશ ૩૨ લાખ ટનનો વધારો થાય છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસમાં દૂધનું વેઈટેજ ૩.૨૪ ટકા છે અને મે મહિનામાં તેના ભાવમાં ૧૫.૫૧ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. દૂધ અને તેની બનાવટો તંદૂરસ્તી જાળવતા પદાર્થો હોવાથી મોટાભાગના ઘરોમાં તેની માગ સતત રહ્યા કરે છે. કેસિન (દૂધમાંથી નીકળતું પોષકતત્વ) અને એમએસપી પરની નિકાસ બંધીમાંથી કેસિન પરનો પ્રતિબંધમે મહિનાના પ્રારંભમાં ઉઠાવી લેવાયો હતો. ઉત્પાદકો પાસે હાલમાં ૧૫૦૦૦૦ ટન માલ સ્ટોકમાં પડયો છે. ૨૦૦૯-૧૦માં ભારતે રૃપિયા ૫૦૦ કરોડના દૂધ પાવડર અને કેસિનની નિકાસ કરી હતી.
દેશનો ડેરી ઉદ્યોગ વાર્ષિક ૧૦ ટકાના દરે વધી રહ્યો છે અને ૨૦૧૫ સુધીમાં આ ઉદ્યોગ રૃપિયા ૫,૦૦,૦૦૦ કરોડ પર પહોંચવાની ધારણાં છે. ઉત્પન્ન થતાં ૪૦ ટકા દૂધનો ઉપયોગ ઘી, ચીઝ, બટર વગેરે જેવા પદાર્થો બનાવવા માટે થાય છે. ઘાસચારાના ઊંચા ભાવ તથા કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાકીય સુવિધાના અભાવે દેશમાં દૂધના ભાવ વધી રહ્યા હોવાનું પણ અધિકારીએ ઉમેર્યું હતું.
વધુ પડતા પૂરવઠાને કારણે ભાવમાં થયેલા ઘટાડાને પરિણામે પાવડરના વેચાણ મારફત નફો રળવાનું ઉદ્યોગ માટે કઠીન બની ગયું હતું. દૂધ પાવડરનો ભાવ એક વર્ષ અગાઉ પ્રતિ કિલો રૃપિયા ૧૯૦થી ૨૦૦ હતો તે હાલમાં ઘટીને રૃપિયા ૧૫૦ આસપાસ થઈ ગયો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved