Last Update : 04-June-2012, Monday

 

૨૨૦૦ કંપનીઓનાં પરિણામોનું તારણ
કોર્પોરેટ પરિણામો ચેતવણીની ઘંટડી વગાડે છેઃ ઓર્ડર બુકો સૂકાવા લાગતાં ભાવિ ધૂંધળું

માર્ચ ક્વોર્ટરનાં પરિણામોમાં વ્યાજનો જોરદાર માર પડતાં પ્રોફીટ માર્જીન પર અસરઃ અન્ય આવકો વધી

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.૨
અત્યાર સુધીમાં આવી ગયેલ ૨૨૦૦ કંપનીના માર્ચ ૨૦૧૨ વર્ષાન્તનાં અને ત્રિમાસનાં ઓડિટેડ અને અનઓડિટેડ પરિણામોએ ચેતવણીની ઘંડડી વગાડી હોવાનું પ્રતીત થાય છે. આ વખતનાં પરિણામોની જાહેરાત સાથે જે જોરદાર ઝટકો લાગ્યો તે ઓર્ડર પાઈપ લાઈન્સનો છે. એન્જીન્યરીંગ જાયન્ટ લારસન એન્ડ ટૂબ્રોને અપેક્ષા હતી કે તેને ૨૦૧૧-૧૨માં રૃ.૮૦ હજારથી ૮૪ હજાર કરોડનાં મૂલ્યનાં ઓર્ડર્સ મળશે પણ મળ્યા માત્ર રૃ.૭૦-૭૧ હજારનાં ઓર્ડર્સ જ! તેજ રીતે અન્ય મોટી કંપની સિમેન્સની ઓર્ડર બુક પણ સાવ ડલ રહી રૃ.૧૮૦૭ કરોડનાં ચોથા કવાર્ટર્સમાં હાથ પરનાં ઓર્ડર્સ ગત માર્ચ ત્રિમાસિકની સરખામણીએ ૪૫ ટકા અને ડીસેમ્બર ત્રિમાસિકની તુલનાએ ૩૬ ટકાનો ઘટાડો દર્શાવતા હતા.
પાવર ક્ષેત્રનાં સૌથી વધુ ઓર્ડર્સ જેને મળે છે તે 'ભેલ'ની ઓર્ડર બુક પણ બગડી શકે છે કેમકે નબળી કોલ લીંકેજની કડી તેનાં ઓર્ડર્સ મળવાના સંયોગો ધૂંધળા બનાવી શકે છે.
કન્ઝયુમર ડિમાન્ડ પણ સ્લો પડી રહી હોવાની પ્રતિતી બજાજ ઓટો અને ટીવીએસ મોટર્સનાં પરિણામોમાં જોવા મળી. રિઝલ્ટ પછી આ સપ્તાહે મે માસનાં આવેલ ઓટો વેચાણનાં આંકડાઓમાં કાંઈ જ હરખાઈ જવા જેવું ન હતું. કોન્કોર જેવી ઈન્ફ્રાસ્ટ્રકચર જેવી કંપનીને પણ ઈમ્પોર્ટ- એક્સપોર્ટનાં સ્લો ડાઉનની અસર થઈ છે.
ટીવીએસનાં રેવન્યુના આંકડા ફલેટ હતા તો ઓપીએમ (ઓપરેટીંગ પ્રોફીટ માર્જિન) પર અસર જોવાઈ હતી. બજાજ ઓટોનું વોલ્યુમ તો અપેક્ષાથી ઊણુ હતું. ગ્રાહકોનું વલણ પણ હવે બદલાવા લાગ્યું છે અને તેઓ નિવારી શકાય તેવા ખર્ચાઓ ઓછા કરીને જરૃરીયાતો પોસ્ટપોન કરવા લાગ્યા છે. પેન્ટાલુનનાં વેલ્યુ સેગ્મેન્ટનાં તેજ સ્ટોરમાં થતા વેચાણમાં માત્ર ૨.૬૬ ટકાનો વર્ષાનુવર્ષ વધારો જોવા મળ્યો હતો. આવી જ વૃધ્ધિ લાઈફસ્ટાઈલ સેગ્મેન્ટ માટે ૩.૫ ટકા થઈ હતી.
અત્યાર સુધીમાં આવેલ બેન્ક અને ફાયનાન્સ કંપનીઓ સિવાયનો ૨૨૦૦થી વધુ કંપનીઓના પરિણામોની કેટલીક રસપ્રદ વાતો બહાર આવી છે. ચોખ્ખા વેચાણોમાં ૪થા કવાર્ટરમાં ગત વર્ષનાં તેજ ક્વાર્ટરની સરખામણીએ માત્ર ૧૪ ટકાનો જ વધારો થયો હતો. જે પુરોગામી બે કવાર્ટરમાં તેવી જ ગણત્રીએ ૧૯ ટકાની વૃધ્ધિ દર્શાવતો હતો. આમ વેચાણ વૃધ્ધિનું મોમેન્ટમ ઘટયું હોવાનું આ એનાલીસીસમાં જણાય છે.
અમુક પ્રકારનાં કાચા માલના ભાવોમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવા છતાં વેચાણની ટકાવારી તરીકે રોમટીરીયલ ખર્ચ ૯૪ બેસીસ પોઈન્ટ વધી સવા અડતાલીસનો રેશિયો દર્શાવતું હતું. જોકે કુલ ખર્ચનાં આંકડાઓ યર ઓન યર- વર્ષાનું વર્ષ ૧૭ ટકાની વૃધ્ધિ માર્ચ કવાર્ટરમાં અને ૨૫ ટકા વૃધ્ધિ ડીસેમ્બર કવાર્ટરમાં દર્શાવતા હતા તેથી કુલ ખર્ચમાં જોકે ડીસેમ્બર કવાર્ટર જેવો તીવ્ર વધારો નોંધાયો નથી. ખર્ચમાં ડીસેમ્બર કવાર્ટર જેટલો વધારો ન થયો હોવા છતાં ઓપરેટીંગ માર્જિન વર્ષાનુ વર્ષ ૨૩૮ બેસીસ પોઈન્ટનો ઘટાડો દર્શાવતું હતું.
તેજ રીતે અન્ય નોંધનીય મુદ્દો એવો હતો કે અન્ય આવકોમાં ૩૮ ટકાનો વધારો થયો હોવા છતાં નેટ પ્રોફીટમાં યર ઓન યર ધોરણે ૫.૩૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કરવેરાની ચૂકવણી આ માર્ચ કવાર્ટરમાં માર્ચ ૨૦૧૧ કવાર્ટર કરતાં ૬ ટકાના પ્રમાણમાં વધી હતી. વ્યાજનો તેમજ અન્ય ફાયનાન્સના ખર્ચાનો માર જોરદાર પડતાં યર ઓન યર ધોરણે આ ૨૨૦૦થી વધુ કંપનીઓના જૂથનાં વ્યાજ ખર્ચમાં ૩૬ ટકાની વૃધ્ધિ નોંધાઈ હતી.

બેંકીંગ ફાઈનાન્સ સિવાયની ૨૨૦૦ કંપનીઓનું ચિત્ર

વિગત

માર્ચ ૧૨

ડીસેમ્બર ૧૧

માર્ચ ૧૧

 

ત્રિમાસિક

ત્રિમાસિક

ત્રિમાસિક

 

 

 

(રૃા.કરોડમાં)

નેટ સેલ્સ

૭,૨૬,૬૧૫

૬,૬૦,૦૪૫

૬,૩૭,૬૧૯

કુલ ખર્ચ

૬,૨૮,૯૯૫

૫,૮૨,૨૭૭

૫,૩૬,૭૬૫

ઓપરેટીંગ નફો

૯૭,૬૨૦

૭૭,૭૬૮

૧,૦૦,૮૫૪

વ્યાજ ખર્ચ

૨૨,૭૯૧

૨૧,૬૫૮

૧૬,૭૭૪

અન્ય આવક

૩૪,૯૯૬

૨૫,૮૭૮

૨૫,૨૬૭

કરવેરા

૨૦,૯૮૪

૧૬,૨૩૪

૧૯,૭૮૪

નેટ નફો

૬૧,૩૬૫

૪૦,૧૨૦

૬૪,૮૩૬

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved