Last Update : 04-June-2012, Monday

 

દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો

આયાતી ખાદ્યતેલોમાં વિશ્વ બજારની મંદી પાછળ ભાવોમાં પડેલા નવા ગાબડાં ઃ આયાતી પાછ દેશી ખાદ્યતેલોમાં પણ ઘટાડો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવોમાં નરમાઈ આગળ વધી હતી. જૂન વાયદો તૂટી એક તબક્કે રૃ.૩૦૦૦ની અંદર જતો રહ્યો હતો. જૂનના ભાવો રૃ.૩૦૩૦ વાળા આજે રૃ.૩૦૩૦ ખુલી નીચામાં રૃ.૨૯૯૧ થયા પછી બંધ રૃ.૩૦૨૫ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા. એરંડા સપ્ટે. વાયદો રૃ.૩૨૭૫ વાળો આજે રૃ.૩૨૧૦ ખુલી રૃ.૩૧૮૦ થઈ છેલ્લે રૃ.૩૨૦૬ બંધ રહ્યો હતો. ૬૦ ટનના વેપારો સપ્ટેમ્બરમાં પણ થયા હતા. મથકો પાછળ માનસ વેંચવાનું હતું. જો કે નીચા ભાવોએ વેચાણો પણ કપાયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૧૬૫ વાળા રૃ.૩૧૫૦ રહ્યા હતા. દિવેલના ભાવો રૃ.૩ ઘટી કોમર્શિયલના રૃ.૬૬૦ તથા એફએસજીના રૃ.૬૭૦ રહ્યા હતા. દિવેલ એફએસજી કંડલાના ભાવો રૃ.૬૫૨ વાળા તૂટી રૃ.૬૪૦ બોલાયા હતા. દિવેલમાં ઘટયા ભાવોએ ચીન માટે હજારેક ટનના નિકાસ કામકાજો થયાની ચર્ચા શરૃ થતાં એરંડા વાયદામાં આજે ઘટયા મથાળેથી ભાવો છેલ્લે વધી આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. એરંડાની આવકો આજે ૫૨થી ૫૪ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ એરંડાના ભાવો ગામડાના રૃ.૫૯૦થી ૫૯૨ રહ્યાના સમાચારો હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૦૨૯ બોલાઈ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૮૦૦થી ૧૦૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૨૭૦૦ તથા દિવેલના રૃ.૫૮૫થી ૫૯૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ વધુ ૬૧ પોઈન્ટ તૂટયાના સમાચારો હતા ઘર આંગણે આજે ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૨૧ વાળો તૂટી રૃ.૭૧૨.૮૦ બોલાઈ છેલ્લે રૃ.૭૧૩.૭૦ રહ્યાના નિર્દેશો હતા જારે ત્યાં મથકોએ આજે સોયાબીનની આવકો ૧૯થી ૨૦ હજાર ગુણી આવી હતી અને સોયાબીનના ભાવો જગા પર રૃ.૩૨૮૦થી ૩૩૪૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સોયાતેેલના હાજર ભાવો આજે ઘટી રૃ.૬૫૨થી ૬૫૬ તથા રિફા.વી રૃ.૬૮૦થી ૬૮૬ રહ્યાના સમાચારો હતા. રાજકોેટ બાજુ આજે સિંગતેલના ભાવો રૃ.૧૨૧૦ વાળા ઘટી છેલ્લે રૃ.૧૧૭૫થી ૧૨૦૦ રહ્યા હતા જયારે ત્યાં ૧૫ કિલોના ભાવો રૃ.૧૮૫૦ વાળા આજે છેલ્લે રૃ.૧૮૧૦થી ૧૮૩૦ રહ્યા હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવો છેલ્લે રૃ.૬૨૨થી ૬૨૫ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે માંગ પાંખી રહેતાં વેપારો છૂટાછવાયા રહ્યા હતા. મુંબઈમાં હાજર બજારમાં ભાવો આજે પામતેલના તૂટી હવાલામાં રિસેલમાં રૃ.૬૨૨ તથા જેએનપીટીના રૃ.૬૧૮ બોલાઈ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૧૧૭૫ વાળા રૃ.૧૧૭૦ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૬૭૧ વાળા રૃ.૬૬૮ રહ્યા હતા જયારે સનફલાવરના ભાવો રૃ.૬૬૫ તથા રિફા.ના રૃ.૭૨૦ વાળા રૃ.૭૧૫ રહ્યા હતા કોપરેલના ભાવો રૃ.૬૧૭ વાળા રૃ.૬૩૦ રહ્યા હતા. મુંબઈમાં આજે ખોળ બજારમાં ભાવો અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારમાં ચીન તથા અમેરિકા ઉપરાંત યુરોપના દેશોમાં આર્થિક વિકાસ નબળો રહેતાં ખાદ્યતેલોની માંગ ઘટવાની ભીતિએ વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવો દબાણ રહ્યાની ચર્ચા હતી. મલેશિયામાં પામતેલના ભાવો એક સેશનમાં ૧૦૦ રિંગીટ તૂટયા હતા. ટનના ભાવો ઘટી ૩૦૦૦ રિંગીટની સપાટી નજીક ઉતરી ગયા છે. મુંબઈમાં મોડી સાંજે સોયાતેલ રિફા.ના ભાવો ઘટી રૃ.૬૯૨ તથા ડિગમના રૃ.૬૬૦ રહ્યા હતા. જયારે ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ)ના ભાવો છેલ્લે રૃ.૫૫૬ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved