Last Update : 04-June-2012, Monday

 
આવક વેરા ધારામાં રેટ્રોસ્પેક્ટિવ સુધારાના અમલનો માર્ગ મોકળો કરતું નોટિફિકેશન જારી
 
નવી દિલ્હી, તા. ૨
આવક વેરા ધારામાં રેટ્રોસ્પેક્ટિવ સુધારાના અમલનો માર્ગ મોકળો કરતું નોટિફિકેશન જારી કરાતા વોડાફોન જૂથ સહિત અન્ય કંપનીઓ પાસેથી વેરાની નવેસરથી માગણી માટેનો તબક્કો ગોઠવાઈ ગયો છે. ભારતમાં રહેલી મિલકતોના વિદેશમાં થયેલા વ્યવહાર પર વેરા વસૂલવા માટે વચ્ચે આવતી કેટલીક અડચણો આ સુધારા સાથે દૂર થતાં આવક વેરા વિભાગ હવે વોડાફોન તથા અન્ય વિદેશી કંપનીઓ જેણે ભારતમાં રહેલી મિલકત અંગે વિદેશમાં વ્યવહાર કર્યા છે તેમની પાસે વેરાની વસૂલી માટે નોટિસ બજાવી શકાશે એમ આવક વેરા વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલની સહી બાદ ૨૮ મેના રોજ નોટિફિકેશન જારી કરાયું હતું. વોડાફોન પાસેથી રૃપિયા ૨૦,૦૦૦ કરોડના પેનલ્ટી સાથેની ટેકસની માગણી માટે નોટિસ બજાવવા આવક વેરા વિભાગ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યું હતું. ભારતમાં રહેલી મિલકતના શેર ટ્રાન્સફરના વ્યવહાર બદલ વોડાફોન પાસેથી ટેકસ લેવાનો નીકળે છે. આ સુધારાને કારણે આવક વેરા વિભાગે વોડાફોન તથા અન્ય કંપનીઓ પાસેથી વસૂલવાની રહેતી રકમનો આંક રૃપિયા ૪૦,૦૦૦ કરોડ આસપાસ થવા જાય છે.
૨૯ મેના રોજ જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે જે કેસોમાં વિગતવાર એસેસમેન્ટ પૂરું થઈ ગયું છે અને રિએસેસમેન્ટ માટે નોટિસ જારી કરાઈ નથી તેવા કેસો પાછા ખોલાશે નહીં. ૧ એપ્રિલ પહેલા રિએસેસમેન્ટ માટે જ્યાં નોટિસો જારી કરાઈ છે તેવા કેસો વેરા જાળ હેઠળ આવી શકે છે. વિદેશમાં થયેલા આડકતરા ટ્રાન્સફર વ્યવહારોના એસેસમેન્ટ પૂરા થયા નહીં હોવાથી મોટાભાગની કંપનીઓને મુક્તિનો લાભ મળી શકશે નહીં. મોટાભાગની કંપનીઓ વોડાફોનના કેસમાં શું પરિણામ આવે છે તેના પર નજર રાખી રહી હતી. વોડાફોન-હચસન ઉપરાંત આવા પ્રકારના ૧૦ જેટલા કેસ છે જે ભારતે અન્ય રાષ્ટ્રો સાથે કરેલા ડબલ ટેકસ એવોઈડન્સ કરાર હેઠળ આવી જતા હોય. પોતાની સામે આવનારી કોઈપણ નોટિસને કાનૂની રીતે પડકારાશે એમ વોડાફોને આ અગાઉ જ જાહેર કરી નાંખ્યુ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પેટ્રોલનો ભાવ વધારો અસ્વીકાર્ય નહીં પણ અનિવાર્ય હતોઃ ચિદમ્બરમ્

ફી મોડી ભરનારા વિદ્યાર્થીઓને ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

'પંચજન્ય'માં મોદીની ટીકા, જ્યારે 'ઓર્ગેનાઇઝર'માં વખાણ
હરિયાણામાં રેગિંગ માટે પ્રિન્સિપાલને જેલનો કાયદો

ભારતીય હોકી ટીમે ૩-૧થી બ્રિટનને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો

મારી પસંદગીનો શ્રેષ્ઠ કેપ્ટન તો હું જ છું ઃ ધોની
આઇપીએલની ટીમો વર્ષમાં ત્રણ ફ્રેન્ડલી મેચ રમી શકશે
શાહરૃખ ભારતીય ફૂટબોલની સ્થિતી સુધારી શકે છેઃ ભુટિયા

નાઈજીરિયામાં ચર્ચ કમ્પાઉન્ડમાં આત્મઘાતી વિસ્ફોટ ઃ ૧૪ મોત

બ્રિટનના રાણીના શાસન કાળનો હિરક મહોત્સવ
ટાઈમ્સ સ્કવેર ખાતે વિસ્ફોટના કેસમાં ચારને મુક્ત કરતી પાક. કોર્ટ

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીથી તંગદિલી સર્જાશે ઃ ચીની માધ્યમો

નિકાસ વધે તો જ તલના ભાવમાં વધારો થવાની શક્યતા
સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ
દિવેલમાં ચીન માટે હજાર ટનના વેપાર થતાં એરંડા વાયદો ઘટયા ભાવથી ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

દરેક ફિલ્મમાં રોલને ન્યાય આપવો પડે છે
રણથંભોરના જંગલામાં ૪૯ જેટલી વાઘની સંખ્યા નોધાઇ છે
વી એન્જોય સમર વર્કશોપ
રાજા રવિ વર્માની કૃતિ - ગેલેક્ષી ઓફ મ્યુઝિશીયન
હોમ ડેકોરેશન એવરી સિઝન
 

Gujarat Samachar glamour

‘મા’ બનવાની કંઈક અલગ જ મજા છે-સેલિના
બોલીવુડે ‘આઈફા’ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી !
કાજોલે બેબી-ફેટ એકદમ ઘટાડી નાંખ્યો!
નગ્ન ફોટો મુકવાનું પૂનમ પાંડેને ભારે પડ્યું !
રોઝલીને ટોપલેસ બનીને ધોની પ્રત્યે વફાદારી દર્શાવી!
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved