Last Update : 04-June-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૬-૨૦૧૨ સોમવાર
જેઠ સુદ પૂનમ - વ્રતની પૂનમ - વટસાવિત્રી પૂનમ.
''ગુજરાત સમાચાર''ના વાત્સ્લ્યમૂર્તિ ધર્માનુરાગી સ્વ. વિમળાબેન શાં. શાહની સાતમી માસિક પુણ્યતિથિ

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૩ મિ., (સૂ) ૬ ક. ૪૬ મિ., (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃશ્વિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અનુરાધા સવારના ૧૧ ક. ૦૪ મિ.સુધી પછી જ્યેષ્ઠા. આજે સવારના ૧૧ ક. ૦૪ મિ. પછી જન્મેલ બાળક માટે જ્યેષ્ઠા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃષભ, મંગળ - સિંહ, બુધ - મિથુનમાં ૧૮ ક. ૩૦ મિ.થી, ગુરૃ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃશ્વિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, ગ્રીષ્મ ઋતુ, રા.દિ. જે. ૧૪
માસ-તિથિ-વાર ઃ જેઠ સુદ પૂનમ ને સોમવાર.
ૃ- વ્રતની પૂનમ. વિંછુંડો, અક્ષર પૂર્ણિમા.
- વટ સાવિત્રી પૂનમ, વ્રત સમાપ્ત. મુકુટોત્સવ પૂનમ.
- બુધ મિથુનમાં સાંજના ૬ ક. ૩૦ મિ.થી. પવન ફૂંકાય, પંદર દિવસમાં વરસાદ થાય ?
- મુ. હજરતઅલીના જન્મદિવસ, કબીર જયંતી.
- ખંડગ્રાસ ચંદ્રગ્રહણ. ભારતમાં દેખાશે.
- આજે વાદળ થાય તો પવનનું જોર વધારે ? વીજળી થાય તો શુભ ? પરંતુ વરસાદ
'ગુજરાતસમાચાર'ના વાત્સ્લયમૂર્તિ ધર્માનુરાગી સ્વ. વિમળાબેન શાં. શાહની સાતમી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૧૩ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧દએ માસનો ૨૧ રોજ રામ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૪-૬-૨૦૧૨ સોમવાર
મેષ ઃ શારીરિક-માનસિક અસ્વસ્થતા, વિચારોની દ્વિધા, ઉશ્કેરાટ,ગુસ્સો-આવેશ આજે આપના નોકરી-ધંધાના કામને મુશ્કેલીમાં મૂકે.
વૃષભ ઃ બજારોની વધઘટમાં, શેરોની લે-વેચમાં ધ્યાન રાખવું. સાંસારીક જીવનના પ્રશ્નમાં શાંતિ-રાહત જણાય નહીં. ચિંતા રહે.
મિથુન ઃ ધર્મકાર્ય, યાત્રાપ્રવાસ થાય. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વધારાની કામગીરી, જવાબદારી રહે.
કર્ક ઃ આજે આપે વાણીમાં મીઠાસઅને વ્યવહારમાં નમ્રતા રાખવી. તરંગી વિચારો, નિર્ણયોને અંકુશમાં રાખવા પડે.
સિંહ ઃ આજે આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. આકસ્મિક ચિંતાઉપાધિ નોકરી-ધંધાની, વડીલવર્ગની બીમારીથી આવી જાય.
કન્યા ઃ તમારા નિકટના સ્વજન, કુટુંબ-પરિવારજનથી ચિંતા-મુંઝવણ-મુશ્કેલી અનુભવો. રોજીંદાકામમાં, ધર્મકાર્યમાં, ધર્મકાર્યમાં રાહત રહે.
તુલા ઃ આપના આરોગ્યની બાબતમાં, બેંકના તેમજ નાણાંકીય આયોજનના કામમાં ગાફેલ રહેવું નહીં. ધર્મકાર્ય થાય પરંતુ બેચેની રહે.
વૃશ્વિક ઃ તમારા વિચાર ભ્રમ-બુદ્ધિભ્રમમાં, ઉશ્કેરાટ, ગુસ્સા, ઉતાવળમાં તકલીફ થાય. શાંતિ, ધીરજ રાખવી.
ધન ઃ આજે પૈસા-પાકીટ-મોબાઈલ-લેપટોપ-વાહનનું તેમજ આરોગ્યનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં નુકસાનથી સંભાળવું પડે.
મકર ઃ ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. સંતાનના આરોગ્યનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં નુકસાનથી સંભાળવું પડે.
કુંભ ઃ હૃદય-મનની વ્યગ્રતા-આંતરિક ચિંતા-મુંઝવણ છતાં તમે ન કોઈને તેકહી શકો, સહી શકો પરંતુ ભક્તિપૂજાથી શાંતિ રહે.
મીન ઃ ધર્મકાર્ય-યાત્રાપ્રવાસથી બહાર જવા આવવાથી તમે આનંદમાં રહો. હૃદય-મનની, પ્રસન્નતા અનુભવો. કામમાં સાનુકૂળતા રહે.


જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૪ જુન ૨૦૧૨ સોમવાર
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ બે તબક્કામાં વહેંચાયેલું રહે. જન્મવર્ષનો પ્રારંભિક તબક્કો યશ-પદ-ધનની પ્રાપ્તિનો રહે. પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન, નોકરી-ધંધાના કામમાં પ્રગતિ-સફળતાથી આનંદ અનુભવાય. પરંતુ બીજો ઉત્તરાર્ધ તબક્કો શારીરિક-માનસિક પીડાનો રહે. આવક કરતાં ખર્ચા વધારે થાય. વિશેષમાં -
- જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આપે આપના આરોગ્યની કાળજી રાખવી જરૃરી રહેશે.વાહનથી, પડવા વાગવાથી સંભાળવું પડે.
- નાણાંકીય નુકસાન થાય તેવા કોઈ નિર્ણય, જોખમ-રોકાણ કરવા નહીં. તે સિવાય તમારી આવક જળવાઈ રહે. વર્ષના ઉત્તરાર્ધમાં નુકસાન-વિશ્વાસઘાત-દગાથી સંભાળવું.
- સ્ત્રી વર્ગને સાંસારીક સુખમાં આરોહ-અવરોહ રહે. પતિ-સંતાન માટે વર્ષ મધ્યમ રહે.
- વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. પરીક્ષા સમયે આરોગ્ય સંભાળવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન હોટલમાં ઉતરેલો અને બે દિવસ રોકાઇને એ હોટલ છોડીને કાઉન્ટર ઉપર બીલ ચુકવી રહ્યો હતો ત્યાં એકાએક એને સાંભર્યું કે એ લેપટોપ અને મોબાઇલ ફોન પોતાના રૂમમાં ભૂલી ગયો છે. એણે વેઇટરને બોલાવીને કહ્યું કે, ‘‘જા જો તો રૂમ નં. ૩૧૦માં લેપટોપ અને મોબાઇલ ફોન રહી નથી ગયા ને? જરા જલદી કરજે... ફ્‌લાઇટનું મોડું થાય છે.’’
વેઈટર લલ્લુ દોડતો ગયો અને દોડતો પાછો આવીને બોલ્યો, ‘‘હા, સાહેબ... બન્ને વસ્તુ રૂમમાં પડેલી જ છે.’’

[Top]
 

આજ ની રેસીપી

સોયાબીનની વિવિધ વાનગીઓ

સોયા કસ્ટર્ડ

 

સામગ્રી ઃ ૧ કપ સોયાની વડી, ૨ કપ, દૂધ, ૩/૪ મખાણા, ૩/૪ કપ ખાંડ ૧૧/૨ ચમચી કસ્ટર્ડ.

 

રીત ઃ સૌ પ્રથમ સોયાની વડીને હૂંફાળા પાણીમાં ૨૦ મિનિટ પલાળી રાખો. તે પછી તાંજા પાણીથી ધોઈ લો. એક કઢાઈમાં માખણ સાંતળો અને મિક્સરમાં અધકચરાં વાટી લો. કઢાઈમાં દૂધ નાખો. ઊભરો આવ્યા પછી મખાણા નાખો. સોયાની વડીઓ નાખો. ખાંડ મિક્સ કરો. અડધા દૂધમાં કસ્ટર્ડ ઓગાળી નાખો. પાંચ મિનિટ સુધી હલાવો. ફ્રિજમાં ઠુંડું કરી સર્વ કરો.
સરયુ શાહ

 

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved