Last Update : 03-June-2012,Sunday

 

‘ગની’ દહીંવાલાની પેટ્રોલ-શાયરીઓ!

 
બે દિવસથી શરૂ થયેલો પેટ્રોલ-મુશાયરો જારી છે! આજે અમારી ફટિચર પેરોડીના શિકાર ખ્યાતનામ ગુજરાતી ગઝલકાર ‘ગની’ દહીંવાલા છે.
તો યારોં, મુલાહિઝા ફરમાઈયે...
* * *
પેટ્રોલના ભાવમાં રાત્રે
વધારો થવાનો...
શહેરમાં બધાને
ખબર થઈ ગઈ છે!
લગાવી છે લાઈનો
સહુ પેટ્રોલ-પંપે...
ભલે થોડી-થોડી, પણ
‘બચત’ થઈ રહી છે!
* * *
નર્યું પાણી જ મારા દર્દનો
ઉપચાર લાગે છે,
પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, ગેસ...
ખિસ્સું જલાવે છે!
* * *
શાંત એ તોફાન
દુનિયાએ કદી જોયું નથી,
પ્રેમિકા પુરાવે પેટ્રોલ...
પ્રેમી ‘બિલ’ ભર્યા કરે!
* * *
‘ગની’ બળતામાં ઘી હોમાયા
જેવી વાત થઈ આ તો,
મોંઘી પડતી હતી બસ...
ને એમાં ‘કાર’ આપણે લાવ્યા!
* * *
સફરમાં અમને સમજાયો ‘ગની’
ટોલ-ટેક્સનો આ મહિમા,
કદી ‘એક જ’ રીતે કોઈને
લૂંટતું નથી કોઈ!
* * *
‘ગની’ હવે તો સ્કુટી પણ
દુઆ ગુજારે છે,
પતે પેટ્રોલ એ પહેલાં...
ક્યાંક રોડને ઢાળ મળે!
* * *
શ્રઘ્ધા જ મારી લઈ ગઈ
મંઝિલ ઉપર મને,
પેટ્રોલ પતી ગયું...
તો ‘લિફ્‌ટ’ મળી ગઈ!
* * *
અમારા આ મનોરથ
જો બર આવશે,
એક દિ’ ટાંકી અમારી
‘ફૂલ’ કરાવીશું!
* * *
પહેલી પહેલી વર્ષાએ આ
મહેક્યા મહેક્યા શ્વાસ ‘ગની’
આસપાસમાં ક્યાંક કોઈનું
પેટ્રોલ ઢોળાયું હોઈ શકે!!
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved