Last Update : 03-June-2012,Sunday

 

સ્વર્ગનો આભાસ આપતો, નર્કનો ધોરી માર્ગ

તરુણો નશીલાં દ્રવ્યોની અસર ઘટાડવાનાં કેન્દ્રોની મુલાકાત એટલા માટે લે છે કે ફરી વાર નશો કરી શકાય

દેશના તરુણો અને હવે તોે કિશોરો પણ નશીલા દ્રવ્યોનો નશો કરવાના બંધાણી બન્યા છે. આ વાતની હવે કોઈને જાણે કે કશી નવાઈ નથી લાગતી, એને પરિણામે આજે પરિસ્થિતિએ અસાધારણ વાળવું લીધો છે. આ વાત તોે આમ દિલ્હીની છે, પણ તે દેશના કોઈપણ મહાનગરને લાગુ પડી શકે છે.
પાટનગરના યુવાનો નવા વર્ષની પાર્ટીઓની રખડપટ્ટી, મોજ અને નશાની અસરમાંથી મુક્ત થવાના પ્રયાસોમાં છે ત્યારે શહેરના માનસિક રોગ ચિકિત્સકો અને નશાકારક ઔષધીનું બંધાણ છોડાવનારા કેન્દ્રોના કાઉન્સેલરો નશીલા દ્રવ્યોની સમસ્યાથી પીડિત કેટલા છોકરાં તેમની પાસે આવશે તેનો અંદાજ માંડતા સમસ્યાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ વાતની કશી નવાઈ નથી રહી, પણ નશાની અસરથી મુક્ત થવાની એટલે કે, ડિટોક્ઝીફિકેશન પ્રત્યે યુવાનોના નવી જાતના અભિગમથી આ ક્ષેત્રમાંના વ્યવસાયિકોના કાન અનેં જીવ ઊંચા થઈ ગયા છે.
એક જ ઉદાહરણ જોઈએ. શહેરના એક ડોક્ટરને પંદર વર્ષના એક એવા બંધાણીનો સામનો થયો જે તેમની પાસે ધૂ્રજતા હાથ અને સતત થતા માથાના દુઃખાવા સાથે આવ્યો હતો. આ કિશોરના વ્યવહાર અને અભિગમથી ડોક્ટરને પ્રચંડ આઘાત લાગ્યો હતો. તેણે આવતાની સાથે ડોેક્ટરને કહ્યું હતું, ''મને ખબર છે કે, મારે ડિટોક્સની જરૃર છે, મને ખાલી એટલું કહો એ માટે મારે શું કરવું પડશે. બીજું, દવાખાનામાં મને દાખલ ન કરતા અને મારા માતાપિતાને જાણ ન કરતા. હું મારી મા પાસેના પૈસા ચોરીને તમને ચૂકવી દઈશ.'' કોઈને પણ આ સાંભળીને આઘાત લાગે.
એ 'ટેણિયા' ચોક્કસ જ નશા પછીની બૂરી અસરથી મુક્ત થવા ડિટોક્ઝીફિકેશનમાં પ્રથમ વાર નહીં જ આવ્યો હોય... દેખીતી રીતે તે અગાઉ પણ આવા કોઈ ઠેકાણે ગયો જ હશે.
મનોરોગ ચિકિત્સક ડોક્ટર નાગપાલ કહે છે, ''આ રીતે સારવાર લેનારા મોટાભાગના છોકરાં એ નથી સમજતાં કે શરીરનું ડિટોક્સી ફિકેશન એ વ્યસનની કે બંધાણની સારવાર નથી. બંધાણથી મુક્ત થવાનો ઉપચાર એ નથી. શરીરને કેફી દ્રવ્યોની અસરોથી સ્વચ્છ કરવા માટેનું એ સૌપ્રથમ પગલું છે. ડિએડિક્શન ઉપચાર એટલે કે વ્યસનથી મુક્ત માટેની સારવાર તોે બહુ લાંબી પ્રક્રિયા છે, એ વાત તેમણે સમજી લેવી જોઈએ. જો તે છોકરાઓ શરૃની ડિટોક્સ પ્રક્રિયા પછીની સારવાર પડતી મૂકે છે તો તે લોકો એવી પરિસ્થિતિ તરફ જાય છે જેમાં તેઓ ગમે ત્યારે ફરીથી એ ડ્રગ લેવાના જ છે.'' સમયના કોઈપણ તબક્કે પોતાની પાસેના પુનર્વસન માટેના કે બંધાણથી મુક્ત થવા માટેના દરદીઓમાંના અડધા દરદીઓ ફરી ઉખળેલા કેસ રૃપે હોય છે, એમ તબીબોમાંના અનેકો તથા કેટલાક ડિએડિક્શન નિષ્ણાતો કબૂલ કરતા કહે છે. આનો અર્થ એવો થયો કે, કેફી પદાર્થોનો નશો કરવા તરફ પાછા ફરેલાઓમાં એવા બંધાણીઓ હતા જેમણે વ્યસન મુક્તિની પ્રાથમિક સારવાર લઈને આગળની સારવાર પડતી મૂકી હતી, ખાસ કરીને ડિટોક્સ સારવાર લઈને આગળનો ઉપચાર પડતો મૂક્યો હતો.
'ફન માટે ડ્રગ્સ અને ફરી ફન માટે ટ્રીટમેન્ટ', એવો જે સંદેશો આ તરુણોએ અપનાવ્યો છે. તે તેમના વડીલો તરફથી મળ્યો છે, એવું માનસશાસ્ત્રી ડોક્ટરનું કહેવું છે. તેમનું કહેવું છે, 'કિશોર વયના છોકરાં અકસર કેટલીક દલીલો અમારી સાથે કરે છે.
તેમાંની એક તો કોેમન દલીલ છે કે ડેડી રાતના ફરી શરાબ પીવા માટે સવારના હેન્ગઓવરને દૂર કરવા એસ્પીરીન લે છે તો જો હું બીજી રેવ-પાર્ટીમાં મજા કરવા ડ્રગ ડિટોક્સ સેન્ટરની મુલાકાત લઉં તો તેમાં ખોટું શું છે?''
આ સંદર્ભનો એક અસાધારણ કિસ્સો તો અચ્છા ભલાની આંખ ખોલે તેવો છે. તેર વર્ષનો એક કિશોેર વ્યસન મુક્તિની સારવાર માટે આવ્યો છે. તેની મોટાભાગની સારવારમાં માતાપિતાને કાઉન્સેલિંગની આવશ્યક્તા છે, પણ કિશોરની માતા સાંજે કાઉન્સેલિંગમાં હાજર રહી શકતી નથી કારણ કે સાંજ સુધીમાં તે શરાબના નશામાં ધૂત થઈ ગઈ હોય છે.
માનસિક રોગ ચિકિતિસ્ક ડોેક્ટર પરીખ આંગળી ચીંધી એક મુદ્દા ભણી ધ્યાન દોરે છે, નશીલા દ્રવ્યોનું બંધાણ ફરી શરૃ થવાનું કે તેમાં ફરી ઉછાળો આવવાનું પ્રમાણ બહુ ઊંચુ છે. અમેરિકામાં પણ ખાસ અફીણના વ્યસનની મુક્તિ માટેના જ કેન્દ્રોમાં પણ નિષ્ફળતાનો દર ૬૦ ટકાનો છે.
ડોક્ટર પરીખ કહે છે કે, 'ડિટોક્ઝીફિકેશન દરિમયાન માત્ર શારીરિક અસરોની જ સારસંભાળ કરાઈ હોય અને વ્યસનીના મિત્રો, કુટુંબ, નશીલા પદાર્થોની સરળ પ્રાપ્તિ, પ્રયોગ કરી લેવાની વૃત્તિ જેવી કેટલીક બાબતો ઉપર ધ્યાન નથી અપાયું તો વ્યસની માટે લતમાં ફરી સપડાઈ જવાનું આસાન હોય છે. બંધાણીની આસપાસના આ એવા ઘટક છે જે બંધાણીને સૌથી પહેલો એ લત તરફ જ તાણે છે.
ડોક્ટર ગુપ્તા પાટનગરની એક હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ છે અને શહેરમાં ત્રણ સ્થળે ડિએડિક્શન સેન્ટર ચલાવે છે. ઘરના લોકોના દબાણને કારણે જ તેમની પાસે આવેલા પંજાબના એક યુવાનની વાત કરતા ડોક્ટર ગુપ્તા કહે છે, ''તે માત્ર થોડો ઉપચાર કરાવવા માગતો હતો, જેથી તે ઝડપથી તોફાની પાર્ટીઓમાં હાજરી આપવા પાછો જઈ શકે.'' ઘણા લોકો માટે ડિટોક્સ થવું એટલે વ્યનસનમુક્ત થવું એવો જ અર્થ થાય છે, એ બાબતે સહમત થતા ડોક્ટર નાગપાલ કહે છે, ''ડ્રગ્ઝ માટેની પ્રબળ ઈચ્છા-વિરોધી તથા એન્ટીડોટ્સ પ્રકારની નવી અને વધુ શક્તિશાળી દવાઓ પ્રાપ્ય બની હોઈને શરીરની સફાઈની કે તેને અસરમુક્ત કરવાની-ડિટોક્સ પ્રક્રિયા હવે પ્રમાણમાં પીડારહિત બની ગઈ છે.''

 

કેટલાક જાણીતા કેફી પદાર્થો
- કેનબીસ ઃ ગાંજો, ચરસ, ભાંગ
- ઉંઘની ગોળીઓ
- એક્સટસી ઃ મુડ તથા કામગીરી વધારનારા કે સુધારનારા પદાર્થો જે માત્ર 'ઈ' નામથી જ વધારે જાણીતી છે.
- કોકેન ઃ તમે આ અંગે પાર્ટી શરૃ થવા પહેલા તમારા યજમાનને પૂછી શકો, 'ચાર્લી આવશે કે?'' (ઈઝ ચાર્લી કમિંગ), તમને વિગતો મળી જશે.
- ઓપિયેટ્સ ઃ અફીણ (ઓપિયમ) હેરોઈન, બ્રાઉન સ્યુગર, સ્મેક. આ પદાર્થોને નાક દ્વારા સુંઘીને નશો કરવા માટે બંધાણીઓની ભાષામાં કહેવાય છે, 'ચેઝીંગ ધ ડ્રેગન્સ ટેએલ્''
- ઓક્ઝિકોન્ટીન ઃ દર્દશામક દવા છે. આ દવાએ અમેરિકામાં વિનાશ વેર્યો છે અને હવે તે ભારતમાં પ્રાપ્ય છે.
- કેટામાઈન ઃ સંવેદના નષ્ટ કરતું, બેહોશીની અવસ્થાનો અનુભવ કરાવતું એજન્ટ, પ્રવાહી સ્વરૃપમાં મળે છે. આજકાલના છોકરાં એમાંનું પ્રવાહી સુકવી નાખે છે અને પાછળ રહેલા કણીકણી જેવા પાવડરને સુંઘીને નશો કરે છે.
- ઈરાસેક્સ ઃ સફેદ જાડું, પ્રવાહી. ઓગળી શકતું પ્રવાહી સુંઘવામાં આવે છે.
- યાબા ઃ ઉત્તેજક પદાર્થ છે, બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકોને લાંબો સમય જાગતા રાખવા માટે હિટલરના વૈજ્ઞાાનિકોએ તેની શોધ કરી હતી. તે વર્ષો પછી થાઈલેન્ડમાં ફરી ઉદ્ભવ્યું હતું અને હવે ભારતમાં પ્રાપ્ય છે.
- ગ્લ્યુ ફિલ્મ ઃ એવો પદાર્થ જે કાર્પેટને જમીન પરથી ખસી જતી અટકાવે છે અને જમીન સાથે ચીપકાવી રાખે છે. આ ફિલ્મની પટ્ટીને આગની નાની આંચ ઉપર ધરીને તેમાંથી નીકળતા ધૂમાડાને નાક દ્વારા શ્વાસમાં લઈને નશો કરાય છે.

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved