Last Update : 03-June-2012,Sunday

 

પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો

- પતિદેવો હવે પત્નીઓને ખુશ રાખવા તેમના પસંદના કપડા પહેરવા લાગ્યા છે. કપડાંનો રંગ પસંદ ના હોય પણ પત્નીની પસંદને અવ્વલ ગણે છે.

શહેરમાં રહેતા મિ. એન્ડ મિસીસ. દોલતી વચ્ચે પાર્ટીમાં જવાની વાત ચાલી રહી છે. મિ.દોલતીને વાઈટ કલરના કપડા પહેરવા છે તો તેમની પત્નીની દિલની ઈચ્છા છે કે તેઓ બ્લેક કલરના કપડા પહેરે. તેમની પત્ની વારંવાર દોલતીને કહી રહી છે કે તમે બ્લેક કપડામાં એકદમ હેન્ડસમ લાગી રહ્યા છો. અને તમારે દરેકે પાર્ટીમાં બ્લેક કલરના જ કપડાં જ પહેરવાના પતિદેવની ઈચ્છા બ્લેક કલરના કપડા પહેરવાની નથી છતા પણ પત્નીના મુડને ખરાબ ન કરવાના હેતુસર દોલતી વાઈટ કલરના કપડાની જગ્યાએ બ્લેક કલરના કપડા પહેર્યા અને પાર્ટીમાં ચાલવા લાગ્યા. વાત જાણે એમ છે કે અત્યારે શહેરોના પતિદેવો પોતાની પત્નીને ઈચ્છે એ પ્રમાણે ના કપડા ફક્ત પાર્ટીઓમાં નહી પણ દરેકે જગ્યાએ પહેરવા લાગ્યા છે. પત્નીઓને શહેરના પતિદેવો નારાજ કરવા માંગતા ન હોવાથી આ પ્રકારનું બિહેવ કરવા લાગ્યા છે.
અનિકેત ભટ્ટે કહે છે કે આમ જોઈએ તો આપણી એક ગુજરાતી કહેવત પ્રમાણે પત્નીને આપણે હાઈકોર્ટ કહીએ છીએ એટલે આપણે તેની વાત માનવી જ જોઈએ. ખાસ કરીને જ્યારે કપડાની વાત આવે ત્યારે તો આપણે તેમની વાત માનવી જ જોઈએ કારણ કે તેમને અલગ અલગ કલરના કપડાની પસંદગી કરવામાં અમારા કરતા વધારે ખ્યાલ આવતો હોય છે. અને તેમની પસંદગી પણ એટલી સારી હોય છે. આપણા માટે જ્યારે પણ તેઓ કપડાની પસંદગી કરતી હોય છે. ત્યારે એવા જ કપડા પસંદ કરતી હોય છે. જે આપણા પર સારા લાગતા હોય.
અશ્વિની શાહ કહે છે કે હું હંમેશા મારા પતિ સાથે તેઓના કપડાં ખરીદવા જઉ છું. કારણ કે જ્યારે તેઓ કપડાં ખરીદવા એકલા જાય ત્યારે હંમેશા કન્ફ્‌યુઝ રહે છે. તેઓ ડિસીઝન લેવામાં થોડો ખચકાટ અનુભવે છે. જેથી હમેશા તેઓ મને સાથે લઇ જવાનો આગ્રહ રાખે છે. તેઓ હંમેશા મારી પસંદના જ કપડાં પહેરે છે. એવું નથી કે હું પસંદ કરું એજ પહેરે, પણ ક્યારેક તેઓ પોતાની પસંદગીના કપડાં પહેરે છે. પણ મોટાભાગે તેઓ મારી પસંદના જ કપડાં પસંદ કરે છે.
જો કે, શહેરના માટોભાગના પતિદેવો પોતાની પત્નીની પસંદગીના કપડાં પહેરે છે. ના છૂટકે પત્નીને સાથે લઇને જતાં પતિદેવો પોતાની પંસદને નેવે મૂકે છે અને પત્નીને ખુશ કરવા માટે તેની પસંદને પોતાની પસંદ બનાવે છે. ત્યારે કેટલાંક પતિદેવો તો પોતાના મિત્રવર્તુળમાં પણ મજાકનું પાત્ર બને છે. કારણકે તેમની આ પોલ પોતાના મિત્રો સામે ખુલ્લી પડી જાય છે.
કારણકે મિત્રો પણ જાણતા હોય છે કે તેની પસંદ કેવી છે અને કેવા કપડાં તે પસંદ કરે છે. જેથી તેઓ મિત્રોમાં પણ મજાકનું કેન્દ્ર બને છે. જેથી મિત્રોથી બચવા તેઓ બહાના કાઢે છે. પણ મિત્રો આગળ પકડાઇ જાય છે. આ બાબતની ક્યારેક પત્નિ સાથે વાતચીત કરતા ઝઘડો પણ થાય છે. તેમ છતાં પણ પતિદેવો પોતાની પત્ની સામે ઝૂકી જાય છે. પોતાની પસંદને નાપસંદ બનાવી પોતાની પત્નીની પસંદને અપનાવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved