Last Update : 03-June-2012,Sunday

 
 

તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ અંગે વિચારતો નથી
ભારતનું હવે પછીનું લક્ષ્ય ટેસ્ટ ક્રિકેટમાં ફરી નંબર વન બનવાનું છે

વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તેંડુલકરનો નવો ટાર્ગેટ, ઈંગ્લેન્ડ સામે બદલાની ભાવનાથી નહીં ઉતરીએ

મુંબઇ, તા. ૨
ભારતના લેજન્ડરી ક્રિકેટર તેંડુલકરે આઈપીએલની વ્યસ્તતામાંથી બહાર નીકળીને ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તરફ તેનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેંડુલકરની નજીકના ભવિષ્યમાં નિવૃત થવાની કોઇ યોજના ના હોય તેમ તેણે કહ્યું હતું કે ''ભારતનું હવે પછીનું લક્ષ્ય ટેસ્ટ રેન્કીંગમાં ફરી નંબર વન બનવાનું છે જે માટેનો પ્રારંભ અમે આગામી નવેમ્બરથી ભારતના પ્રવાસે આવનાર ઈંગ્લેન્ડ સામેની શ્રેણીથી કરીશું.''
તેંડુલકરે ગયા વર્ષના વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદના ભારતના ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ભૂલી જવા ચાહકોને જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ૨૦૦૭ના વર્લ્ડકપ પછીના ચાર વર્ષ આપણે ખરેખર ખૂબ જ સારૃ ક્રિકેટ રમ્યા હતા. જેમાં ઐતિહાસિક વર્લ્ડકપ પણ ૨૦૧૧માં જીત્યા હતા. ચાલુ વર્ષના આપણા સાતત્યભર્યા ક્રિકેટને લીધે જ ક્રિકેટ વિશ્વમાં આગવી આદરણીય ઈમેજ અને ટોપ રેન્ક મેળવ્યો હતો. પણ વર્લ્ડકપ પછીના આઠ મહિનાનો દેખાવ ખૂબ જ કઠીન પૂરવાર થયો. જેમાં આપણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ૦-૪, ૦-૪થી હાર્યા હતા. આ ઉપરાંત વિન્ડિઝ જેવી નબળી ટીમ સામે પણ આપણે જીતવા છતાં ખૂબ જ પાંગળા પૂરવાર થયા હતા.
તેંડુલકરે કહ્યું હતું કે ઘણા એમ કહે છે કે વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી અમારામાં વધુ પડતો આત્મ વિશ્વાસ આવી ગયો હતો પણ ખરેખર એવું નથી. ક્રિકેટમાં ઘણી વખત કોઇપણ ટીમ જોડે એવું જ બનતું હોય છે.
ઈંગ્લેન્ડ ભારતના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમવા આવવાનું છે તે અંગે તેંડુલકરે કહ્યું હતું કે ઈંગ્લેન્ડે અમને ૦-૪થી હરાવ્યા હતા. એટલે હવે અમે તેઓને તે રીતે કારમો પરાજય આપવાના ઈરાદા સાથે ઉતરીશું તેવી અમારી માનસિક ભૂમિકા નહીં હોય. અમે આવી બદલાની ભાવના સાથે નહીં ઉતરીએ. અમે ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બનવાના ધ્યેય સાથે નવી સિઝન પ્રારંભીશું. મોટા હકારાત્મક લક્ષ્યમાં જ અન્ય વિજયી પરિણામો સામેલ થઇ જતા હોય છે. અમારા નંબર વન બનવાના પ્રયાસમાં ઈંગ્લેન્ડને સજ્જડ શિકસ્ત આપીને શ્રેણી જીતવાનું આવી જ જશે. મોટા માર્જીનથી વારાફરતી શ્રેણી જીતવાથી જ આગળ જતા નંબર વન બની શકીએ.
તેંડુલકરે આઈપીએલની પ્રશંસા કરતા કહ્યું કે આઈપીએલ કે ક્લબ ક્રિકેટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જોડે તુલના ના થઇ શકે. પણ વિશેષ કરીને યુવા અને આશાસ્પદ ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રહીને મીડિયાની લાઇમ લાઇટ તેમજ દેશવ્યાપી રાતોરાત પ્રતિભાનો પરિચય થાય તે રીતે આઈપીએલ ખૂબ જ મહત્વનું ફોરમેટ પૂરવાર થયું છે.
દર વર્ષે આશાસ્પદોને ક્રિકેટ બોર્ડની નજરે ચઢવાની તક મળે છે તે તો મહત્વનું છે જ પણ આઈપીએલને લીધે સંઘર્ષ કરતા યુવા ખેલાડીઓને વધુ વર્ષો ક્રિકેટમાં જ તેમનું ભારતીય ટીમમાં સ્થાન બનાવવા સમય આપવાનું આયોજન થઇ શકે છે. ક્રિકેટમાં રાષ્ટ્રીય સ્તરે આગળ આવવા ખેલાડીઓ ઘણી બધી વૈકલ્પિક આર્થિક તકોનું બલિદાન આપતા હોય છે. ઘરઆંગણાના ક્રિકેટમાંથી ખેલાડીને એ હદે કમાણી નથી થતી હોતી.
વર્લ્ડકપ જીત્યા પછી હવે તેંડુલકર ભારતને નંબર વન બનાવવાનું લક્ષ્ય ધારણ કરી ચૂક્યો છે તેના પરથી એમ કહી શકાય કે હજુ કમ સે કમ એકાદ વર્ષ તો તે ટેસ્ટ ક્રિકેટ રમશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved