Last Update : 03-June-2012,Sunday

 

અંગોલાની અદાલતનો ભારતીય બંધકોની તરફેણમાં ચુકાદો
ભારતીયોને બાનમાં લેનાર સુમ્બે સીમેન્ટ કંપનીને ૪૦ હજાર ડોલરનો દંડ

તમામ ભારતીય બંધકો મુકત ઃ ૨૯ આજે વતનમાં આવી પહોંચ્યા અન્યોને પણ પરવાનગી શરૃઃવડોદરાના બે યુવકો પણ હેમખેમ પરત

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૨
અંગોલામાં ફસાયેલા ૯૦૦થી વધુ ભારતીય બંધકોની વ્હારે લુવાન્ડાની અદાલત આવી હતી,તેઓના ધ્યાનમાં આવ્યુ હતુ કે ભારતીય બંધકો વિરૃધ્ધ ખોટા આરોપ ઉભા કરાયા છે,જેના અનુસંધાને કંપનીએ ૪૦ હજાર ડોલરનો દંડ ભરપાઇ કરવાનો રહેશે તથા જે ભારતીય કામદારોને કામ ના કરવુ હોય તેઓને છોડી મુકવા આદેશ ફરમાવ્યો છે.આજે તેના પગલે ૨૯ ભારતીયોને મુકત કરાયા હતા,જે પૈકી વડોદરાના બે અને જામનગરનો એક મળી ત્રણ યુવકો આજેેમાદરે વતનમાં આવી પહોચતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
અંગોલામાં ફસાયેલા વડોદરાના બે યુવકો પરમદિવસે લુવાન્ડા અદાલતમાથી પરવાનગી મળતા વિમાનમાર્ગે આજે સવારે અત્રે પહોંચી ગયા હતા. તેઓને સત્કારવા માટે પરિવારજનો,શુભેચ્છકો મોટી સંખ્યામાં વડોદરાના હરણી એરપોર્ટ પર એકત્ર થયા હતા.બંને યુવકો વિમાનમાંથી નીચેેેેે ઉતર્યા તે સાથે બંનેનુ હારતોરા પહેરાવી સ્વાગત કરાયુ હતુ. હાજર લોકોને મિઠાઈ વહેંચવામા આવી હતી. બંને યુવકો જિજ્ઞોસ તથા આશિષને હેમખેમ જોઇ તેના માવતર અને બાળકોની આંખમાંથી હર્ષનાં આંસુ સુકાતા ન હતા.ગોરવાના સહયોગ સામે રહેતા જિજ્ઞોશ પ્રજાપતીને હેમખેમ પરત ઘેર પરત પહોંચે તે માટે તેના ૨૩ જેટલા સગા સંબંધીઓ અને પરિવારજનોએ વિવિધ બાધા રાખી હતી.આ જ પ્રમાણે આશિષના ધરનાએ પણ રાખેલી માનતાઓ અને બાધાઓ છેવટે ફળી હોવાથી તેઓ સીધા જે તે ધાર્મિક સ્થળે દર્શન કરવા માટે નિકળી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આવતા અઠવાડીયા સુધીમાં અંગોલામા ફસાયેલા અન્ય ૧૮ ગુજરાતી યુવકો પણ પરત વતનમાં પહોચી જશે,તેમ આજે લુવાન્ડાથી વડોદરા પહોચેલા જિજ્ઞોશ અને આશિષે જણાવ્યુ હતુ.અંગોલામાં ફસાયેલા તમામ યુવકો બંધનમુકત થઈ પરત આવશે ત્યારબાદ તેઓ પાવાગઢ દર્શન કરવા જવાના છે.અંગોલામાં ફસાયેલા ત્યારેજ તમામ ગુજરાતી યુવકોએ બાધા રાખી હતી કે હેમખેમ ઘેર પહોચશુ એટલે પાવાગઢ દર્શન કરવા ચોકકસ જઈશું એમ અત્રે જિજ્ઞોશ,આશિષ,વિજય વાલ્મિકે જણાવ્યુ હતું.અંગોલાની જેલમાં જિજ્ઞોશે ૧૫ દિવસ અને આશિષે ૨૨ દિવસ ગાળ્યા હતા. લુવાન્ડાની અદાલતમાં તમામ ભારતીય બંધકોને નિર્દોષ ઠેરવવામાં આવ્યા હતા,અને ખોટા આરોપમા ફસાવવા બદલ સુમ્બે કંપનીને ૪૦,૦૦૦ ડોલરનો દંડ ફટકારીને તમામ બંધકોને મુકત કરવા ચુકાદો આપ્યો હતો.
એક કપ ચા અને બનપાઉં પર દિવસો ગાળનાર જિજ્ઞોશ અને આશિષને પોલીસે છોડયા ત્યારે પણ તેઓના સામાન આપ્યો ન હતો. જેમાં આશિષના બે મોબાઇલ,સોનાનું લોકેટ,૪૦૦ ડોલર ચોરી લીધા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved