Last Update : 03-June-2012,Sunday

 

સોનામાં રૃ.૩૦ હજારનો ભાવ પાર થતાં નવો ઈતિહાસ રચાયો

રૃ.૩૦૩૦૦ની ટોચ દેખાઈ ઃ વિશ્વ બજારમાં ૫૦ ડોલરનો ઊછાળો બિસ્કિટના ભાવ વધી રૃ.૩.૫૦ લાખ બોલાઈ ગયા

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨
દેશના ઝવેરી બજારોમાં આજે સોનાના ભાવોમાં ઝડપી ઉછાળા વચ્ચે ભાવો ૧૦ ગ્રામના પ્રથમવાર રૃ.૩૦ હજારની સપાટીને પાર કરતાં આજનો દિવસ દેશના ઝવેરી બજારમાં સુવર્ણ દિવસ તરીકે અંકાઈ ગયો હોવાનું બજારના પીઢ ઝવેરીઓએ જણાવ્યું હતું. આવા ભાવો અગાઉ કયારેય જોવા મળ્યા નથી એવું જૂના વેપારીઓ જણાવી રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૮૯૦થી ૮૯૫ ઉછળી ૯૯.૫૦ના રૃ.૨૯૮૯૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૦૩૦ બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો જયારે અમદાવાદ બજારમાં સોેનાના ભાવો વધી ૯૯.૫૦ના રૃ.૩૦૦૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૦૦ બોલાતાં નવી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઉછળી ઔંશના ૧૬૦૦ ડોલરની સપાટી પાર કરી ૧૬૨૭થી ૧૬૨૭.૫૦ ડોલર બોલાઈ જતાં તેજીના છાંટા ઘરઆંગણે પણ ઝવેરી બજારમાં આજે ઉડયા હતા. અને ભાવોમાં નવો ઈતિહાસ સર્જાયો હતો.
વિશ્વ બજારમાં ભાવો ઉછળતાં ઘરઆંગણે સોનાના ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી હતી. સામે હાજરમાં આવકો પણ ઓછી રહેતાં મુંબઈ બજારમાં આજે સોનામાં નવી વેચવાલીના અભાવે ભાવો સ્પ્રિંગની જેમ ઉછળ્યા હતા. જો કે ઝવેરી બજારોમાં આજે ઉંચા ભાવોએ નવી માંગ પણ પાંખી રહી હતી, લગ્નસરાની મોસમમાં ભાવો ઉછળતાં મોસમી માંગને અસર થવાની ભીતિએ શો-રૃમવાળાઓ આજે ચિંતીત જણાતા હતા.
દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૯૬૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૧૬૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૩૦૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈ બજારમાં સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૯૦૦૦ ઉછળી છેલ્લે રૃ.૩૫૦૦૦૦ બોલાતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૯૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૦૫૦ બોલાઈ રહ્યા હતા. સોના પાછળ ચાંદીના ભાવોમાં પણ આજે ઓચિંતી તેજી આવી હતી, મુંબઈમાં ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૧૦૯૦ ઉછળી રૃ.૫૪૭૫૦ બોલાયા હતા. જયારે દિલ્હી બજારમાં ચાંદી હાજર રૃ.૬૫૦ વધી રૃ.૫૪૫૫૦ તથા વિકલી ડિલીવરી રૃ.૮૮૦ વધી રૃ.૫૪૫૧૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૬૫થી ૬૬ હજાર રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે યુરોપના વિવિધ દેશોમાં આર્થિક સ્થિતિ નબળી પડવા ઉપરાંત અમેરિકામાં પણ રોજગારીના આંકડા નબળા આવતા તથા ચીનમાં પણ ઔદ્યોગિક વિકાસ ધીમો પડતાં વિશ્વ બજારમાં સલામત રોકાણ (સેફ હેવન)ના સ્વરૃપમાં હેજફંડોએ શુક્રવારથી સોનામાં વ્યાપક ખરીદી શરૃ કર્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ઔંશદીઠ સોનાના ભાવો ૧૫૭૬થી ૧૫૭૭ ડોલર વાળા ઉછળી ૧૬૦૦ ડોલરની સપાટીને પાર કરી ૧૬૨૭થી ૧૬૨૭.૫૦ ડોલર બોલાઈ ગયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં એક જ દિવસમાં ૫૦ ડોલરની તેજી આવતાં ઘરઆંગણે ઝવેરીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વાયદો રમનારાઓ પણ અચંબામાં પડી ગયા હતા. અને વેચાણો કાપવા દોડી આવતાં તેજીને વેગ મળ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના પડછાયામાં ચાંદીના ભાવો પણ આજે ૨૭.૯૭થી ૨૭.૯૮ ડોલરવાળા ઉછળી ૨૮.૭૪થી ૨૮.૭૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
અમેરિકામાં નોન-ફાર્મ પેરોલ ડાટામાં મે મહિનામાં ૧૫૦૦૦૦ જોબનો ઉમેરો થવાનો અંદાજ હતો તેના બદલે માત્ર ૬૯૦૦૦ જોબનો જ ઉમેરો થયાના સમાચારો હતા. ચીનમાં પણ મેન્યુફેકચરીંગના આંકડાઓ નિરાશાજનક આવ્યા છે. યુરોપમાં ગ્રીસ પછી હવે સ્પેનમાં પણ અર્થતંત્રમાં નબળાઈ બહાર આવી છે. જર્મનીમાં પણ ઉત્પાદન વૃધ્ધીનો દર ધીમો પડી ૩ વર્ષના તળિયે ઉતર્યો છે. આવી વૈશ્વિક આર્થિક કટોકટીમાં સલામત રોકાણકાર તરીકે ફંડોએ સોનાની ખરીદી શરૃ કરી છે.
+વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવો કરતાં સોનાના ભાવો નોંધપાત્ર ઉંચા બોલાતા થયા છે. ભારતમાં રૃપિયા સામે ડોલરના ભાવો વધી જતાં તેના કારણે પણ ઘરઆંગણે સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જવા માટે નવું કારણ બજારને મળ્યું છે. મુંબઈમાં ડોલરના ભાવો તાજેતરમાં વધી રૃ.૫૬.૫૦ની ટોચે પહોંચ્યાં હતા. જો કે પાછળથી ભાવો ઘટી રૃ.૫૫.૫૫ આસપાસ રહ્યા છે. દેશમાં છેલ્લા મળેલા આંકડાઓ મુજબ ફોરેન એક્સચેન્જની અનામતો (રિઝર્વ) ઘટી છે. છેલ્લા આંકડાઓ મુજબ આવું રિઝર્વ ૧.૭૪ અબજ ડોલર ઘટીને ૨૮૮.૨૬ અબજ ડોલર થયું છે. રિઝર્વ ઘટતાં ડોલરના ભાવો દેશમાં દેશમાં ફરી ઉંચે જવાની શક્યતા ચર્ચાય છે. આમ થશે તો સોનાના ભાવો વધુ ઉંચે જવાની શકયતા જાણકારો બતાવી રહ્યા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved