Last Update : 03-June-2012,Sunday

 

ભાવ વધારો પૂરેપૂરો પાછો ખેંચો ઃ વિપક્ષો, સાથી પક્ષો
પેટ્રોલમાં લીટરે રૃ. ૨નો ઘટાડો ઃ આજથી અમલ

ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલો ઘટાડો અને વ્યાપક વિરોધ બંને કારણભૂત

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨
સરકાર હસ્તકની તેલ કંપનીઓએ ૨૪ મેના દિને (૨૩મીની મધરાતથી) પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃ. ૭.૫૪નો જવાબદારો વધારો કરતાં, દેશભરમાં જાગી ઉઠેલા તેના વિરોધ વંટોળને લીધે, તેલ કંપનીઓએ લીટરે રૃ. ૨.૦૨ નો ભાવ ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડાનું એક કારણ ક્રૂડ તેલનો બેરલ દીઠ ભાવ ડોલર ૧૨૪.૩૭ થી ૧૧૫.૭૭ સુધી નીચા ગયા હોવાનું પણ છે.
પેટ્રોલના ભાવમાં આજ મધરાતથી અમલી બને તે રીતે થયેલા ઘટાડાને લીધે હવે દિલ્હીમાં પેટ્રોલના ભાવ લીટર દીઠ રૃ. ૭૩.૧૮ થી ઘટી, રૃ. ૭૧.૧૬ રહેશે.
તેલ કંપનીઓ દ્વારા નિયમાનુસાર કરાતી તેલના ભાવની સમીક્ષામાં લેવાયેલા આ નિર્ણયથી મોંઘવારીના મારથી ત્રસ્ત જનતા ઉપરનો થોડો બોજો હળવો થશે તેમ નિરીક્ષકોનું માનવું છે. અત્યારે ફુગાવાનો દર બે આંક વટાવી ગયો છે, તે સર્વવિદિત છે. મે ૨૪મીએ, તેલ કંપનીઓએ કરેલા પેટ્રોલ ભાવ વધારા સામે, વિપક્ષો ઉપરાંત સરકારમાં રહેલા યુપીએના સાથી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકેએ પણ જબ્બર વિરોધ ઉઠાવ્યો હતો. તો બીજી તરફ જનસામાન્યમાં પણ ભારે આક્રોશ વ્યાપી રહ્યો હતો. આ ભાવ ઘટાડો અપૂરતો છે તેમ કહેતાં વિપક્ષો અને યુપીએના તૃણમૂલ જેવા સાથી પક્ષો ભાવ વધારો પૂર્ણતઃ પાછો ખેંચવા માંગ કરે છે.
તેલના ભાવમાં એક જ વર્ષમાં બે વખત થયેલા આ ભાવ વધારાએ પ્રજા ઉપર અસામાન્ય બોજ પણ લાદી દીધો હતો. આ સામે વિરોધ પ્રદર્સિત કરવા ડાબેરીઓ અને ભાજપનાં નેતૃત્વ નીચેનાં એનડીએ દ્વારા ગુરુવારે ભારત બંધનું પણ એલાન આપ્યું હતું.
તેલ કંપનીઓની મુખ્ય મુશ્કેલી રૃપિયાની ડોલર સામે ગગડતી કિંમત છે. ગત સપ્તાહે પેટ્રોલના ભાવમાં કરાયેલા લીટર દીઠ રૃ. ૭.૫૪ ના ભાવ વધારાનું મુખ્ય કારણ તો ક્રૂડ તેલના બેરલ દીઠ રહેલા ૧૨૪.૩૭ ડોલરના ભાવ હોવાનું સર્વવિદિત છે.
આ ઉપરાંત, ડોલર સામે રૃપિયાની કિંમત ઘટીને મે માસના પહેલાં પખવાડીયામાં રૃ. ૫૩.૧૭ સુધી નીચી ગઇ હતી. તે પણ આ પેટ્રોલ ભાવ વધારાનું એક કારણ હતું.
ત્યાર પછી મેના ઉત્તરાર્ધમાં ગેસોલીનની કિંમત બેરલ દીઠ ઘટીને ૧૧૫.૭૭ ડોલર થઇ હતી. પરંતુ બીજી તરફ રૃપિયો તૂટી એક ડોલર સામે ૫૪.૯૬ની સપાટી સુધી નીચે ગયો હતો.
આ ભાવ ઘટાડો વાસ્તવમાં તો લીટર દીઠ ૧.૬૮ રૃપિયાનો જ છે, જેમાં સ્થાનિક સેલ્સ ટેક્ષ કે વેટનો સમાવેશ થતો નથી. દિલ્હીમાં ૨૦ ટકા વેટની ગણતરી કરતાં પાટનગરમાં હવે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃ. ૨.૦૨નો ઘટાડો થયો છે.

પેટ્રોલ ભાવ વધારો પૂરેપૂરો પાછો ખેંચવા મમતા, ડાબેરીઓ, ભાજપની માગ
ભાવવધારામાં પોતાનો કોઇ હિસ્સો ન હોવાનો સરકારનો દાવો મશ્કરીરૃપ છેઃ ડી.રાજા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨
પેટ્રોલ ભાવમાં લીટર દીઠ રૃા ૨ના કરાયેલા ભાવ ઘટાડાને માત્ર ''નામનો' જ ઘટાડો કહેતા, વિપક્ષોએ તેમજ યુપીએમાં રહેલા સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે ભાવ વધારો પૂરેપૂરો પાછો ખેંચવા માગણી કરી હતી અને જણાવ્યું હતું કે ''અમોને આથી ઓછું કશું જ ખપતું નથી''
તૃણમૂલ નેતા અને પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કોલકતામાં પત્રકારોને કહ્યું હતું કે, ''પેટ્રોલના ભાવમા લીટરે બે રૃપિયાના જ કરાયેલા ઘટાડાથી મને સંતોષ નથી હજી પણ આથી સામાન્ય માનવી ઉપર બોજો રહેવો જ છે. આ ભાવ વધારો પૂરેપૂરો પાછો ખેંચી લેવો જ જોઇએ. મમતા બેનર્જીનાં આ મંતવ્યમાં યુપીએના અન્ય સાથીપક્ષ ડીએમકેએ પણ સૂર પુરાવ્યો હતો. આ ભાવ ઘટાડાને ''પૂર્ણતઃ અપૂરતો'' ગણાવતાં સીપીાઆઇના મહામંત્રી ડી. રાજાએ કહ્યું હતું કે વાસ્તવમાં તો તેલ કંપનીઓએ આ ભાવવધારો પૂરેપૂરો પાછો ખેંચાવો જોઇએ. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ક્રૂડ તેલના ભાવ ઘટયા હોવા છતાં આટલા અસહ્ય ભાવ વધારો સામાન્ય જનતા ઉપર ભારે મોટો બોજો લાદશે.''
ડી. રાજાએ કહ્યું હતું કે ''પેટ્રોલ ભાવ વધારામા પોતાનો કોઇ હિસ્સો નથી, તેમ સરકાર કહે છે, પરંતુ તે દાવો જ મશ્કરીરૃપ છે. કારણ કે તેલ કંપનીઓ નિયમીત રીતે સરકારના જ આદેશોને અનુસરે છે. નહીં તો જ્યારે સંસદનું સત્ર ચાલુ હતું ત્યારે તેમણે આ ભાવ વધારો શા માટે ન કર્યો? આ સાથે તેમણે કહ્યું હતું કે વાસ્તવમાં તો ડાબેરીઓ અને અન્ય પક્ષોએ ગુરૃવારે આપેલા ભારત બંધના એલાન પછી બે દિવસે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.''
ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૃડીએ પણ પેટ્રોલના ભાવમાં કરાયેલો લીટર દીઠનો રૃ. ૭.૫૪ પૂરેપૂરો પાછો ખેંચી લેવા સરકારને અનુરોધ કર્યો હતો. આ સાથે યુપીએના કેટલાક સાથી પક્ષોએ કરેલી લીટર દીઠ રૃા. ૬ના ઘટાડાની માગણી પ્રત્યે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે દેશની જનતા પણ આટલા ઓછા ઘટાડાથી ખુશ નથી. આગામી દિવસોમાં તે યુપીએને બરોબરનો પાઠ ભણાવી દેશે.
સીપીઆઇ(એમ)ના પોલિટ બ્યુરોએ પણ આ ભાવ ઘટાડાને અસ્વીકાર્ય ગણાવતાં કહ્યું હતું કે તેઓ ભાવ ઘટાડા સામેનું તેમનું આંદોલન ચાલુ જ રાખશે.''

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved