Last Update : 03-June-2012,Sunday

 
સરકારી બાબુઓની ખેર નથી ઃ કોંગ્રેસ

-૩૬૫માંથી ૧૫૫ દિવસ સરકારી ઉત્સવો

 


-મોદીએ રૃા. ૧૦ હજાર કરોડના ફોટા છપાવ્યા

અમદાવાદ, શનિવાર
પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદીવાસી ગામડાઓમાં ફરીને ગરબાડા ખાતે આવેલી આદીવાસી અધિકાર યાત્રાનું આજે સમાપન થયું ત્યારે ઉપસ્થિત વિશાળ જનમેદની સમક્ષ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ નરેન્દ્ર મોદીની સરકાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી અને મોદી સરકારની કદમપોશી કરતા સરકારી બાબુઓ અને કર્મચારીઓને છ મહિના પછી અવળી ધાણીએ તેલ કાઢીશું તેવી ખુલ્લી ચીમકી અપાઇ હતી. આ સાથે કોંગ્રેસે ભાવિ યોજનાઓ પણ મુકી હતી. કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રા પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકાર ભય ફેલાવીને શાસન ચલાવે છે. ચાર વર્ષ અને ૧૦ માસ સુધી તેમનો પ્રેમ લાગણી અને ચિંતા માનીતા ઉદ્યોગપતિ માટે હોય છે અને ચૂંટણી આવતાં આદિવાસીઓના મત લેવા માટે માત્ર બે માસ આદિવાસીઓ પ્રત્યે પ્રેમ વરસાવે છે. આદિવાસીઓએ ભાજપની આ રીતરસમને પીછાની લેવાની જરૃર છે.
પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસીઓ માટે કરોડો રૃપિયાના જુઠ્ઠાણાભર્યા પેકેજો જાહેર કરવામાં આવે છે. જે યોજનાઓ અંગે અંદાજપત્રમાં નાણાંની કોઈ જોગવાઈઓ જ હોતી નથી. આવી નકલી યોજનાઓની જાહેરાતો મુખ્યમંત્રી પોતાની પ્રસિદ્ધિ માટે કરે છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ સંવેદનશીલ હોય છે અને ભાજપ સરકાર તેમની લાગણીઓ સાથે ખિલવાડ કરે છે.
શંકરસિંહ વાઘેલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં આદિવાસીઓએ ભગવાનના ભરોસે જીવવું પડે છે. આદિવાસી વિસ્તારમાં દવાખાનાઓમાં ડોકટરો નથી, જીવન જરૃરિયાતની દવાઓ નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માત્ર શોભાના ગાંઠીયા બની ગયા છે. જે ભાનમાં હોય તે ભાજપને મત ન આપે તેથી તેને બેભાન કરવા ચુંટણી ટાણે દારૃની રેલમછેલ કરી દે છે. જેથી ભાનમાં રહો, સભાનતા રાખો, કારણ કે સભાનતા જીવાડે અને નશો ડુબાડે. ભાજપની સરકારે તમને વનવાસી ગણ્યા છે. અને વનવાસીજ રાખવા છે. આજે સરકારી દવાખાનાની હાલત જમણા હાથે સળીયો નાખવાનો હોય તો ડાબા હાથે નાંખે છે. માયાવતી એ પોતાનાં રાજ્યમાં ૬ હજાર કરોડનાં પુતળા બનાવડાવ્યા હતા જયારે રાજ્યની મોદી સરકારે દશ હજાર કરોડના ફોટા છપાવ્યા છે. ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મનરેગા યોજના હેઠળ રોજગારીના હક્કો આપ્યા છે પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર આ યોજના વ્યવસ્થિત રીતે લાગુ કરતી નથી. જેથી ગ્રામીણ વિકાસ અટકી ગયો છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં આદિવાસી વિસ્તારોમાં એસ.ટી.ના ગ્રામીણ રૃટો મોટા પાયે બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક ગામોના વનવાસી બંધુઓ એસ.ટી.ની સુવિધાથી વંચિત રહે છે.
આ પ્રસંગે કોંગ્રેસના સાંસદ, ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved