Last Update : 03-June-2012,Sunday

 

મધરાતે ફોન આવ્યો ને પોલીસ રાતભર દોડતી રહી
૩ આર્મી જવાન ઉપર ડ્રાઈવઈનમાં ફાયરિંગની વાતે પોલીસમાં દોડધામ

નિશ્ચિત શખ્સોએ છરીથી હુમલો ને ફાયરિંગ કર્યાની ઘટનામાં ત્રણ જવાનોની વિગતો ન મળતાં પોલીસ વિમાસણમાં મૂકાઈ

અમદાવાદ, શનિવાર
'આર્મીના ત્રણ જવાનો ઉપર ડ્રાઈવ-ઈન સિનેમામાં નિશ્ચિત તત્વોએ છરીથી હુમલો કરીને ફાયરિંગ કર્યું છે' આ પ્રકારનો મેસેજ શુક્રવારે મધરાતે પોણાત્રણ વાગ્યે મળતાં પોલીસમાં દોડધામ થઈ ગઈ છે. જો કે, ઉચ્ચ અધિકારીઓએ સ્થળતપાસ કરતાં આવી આવી કોઈ ઘટના બન્યાનું જણાયું નથી. બીજી તરફ, દિલ્હીથી વાત કરતા આર્મીના અધિકારી પાસેથી અસરગ્રસ્ત મનાતા ત્રણ જવાનો વિશે કોઈ વિગતો ન મળતાં પોલીસ વિમાસણમાં મુકાઈ છે. પોલીસ અધિકારી કહે છે કે, આવી ઘટના બની હોય તો ગંભીર કહેવાય. આથી, તપાસ ચાલી રહી છે.
શુક્રવારે રાતે ૨.૪૦ વાગ્યે અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૃમને બે ફોન કરીને એવી વિગત અપાઈ હતી કે, ડ્રાઈવ-ઈન સિનેમામાં શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટના ત્રણ જવાનો સાથે નિશ્ચિત શખ્સોએ ઝઘડો કર્યો હતો. આ શખ્સોએ જવાનો ઉપર છરીથી હુમલો કરી કર્યો અને ફાયરિંગ કર્યું હોવાની જાણ કરાતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. નાઈટ ડયુટીમાં રહેલા એ ડિવિઝનના એ.સી.પી. પી.સી. જોષી અને સ્ટાફ રાતે જ ડ્રાઈવ-ઈન થિયેટર ઉપર પહોંચ્યા હતા.
ડ્રાઈવઈનના ચોકીદાર અને અન્ય સ્ટાફની પૂછપરછ કરતાં આવી કોઈ ઘટના બન્યાનો ઈન્કાર કરાયો હતો. ડ્રાઈવ-ઈનનો છેલ્લો શો રાતે ૧ વાગ્યે છૂટયો હતો તે પહેલાં કે પછી માથાકૂટની ઘટના બન્યાનો ઈન્કાર કરાયો હતો. પોલીસે કન્ટ્રોલ રૃમને ફોન કરનાર બે ફોન નંબર ઉપર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. એક નંબર નો-રિપ્લાય આવતો હતો. જ્યારે, બીજા નંબર ઉપર વાત કરનાર વ્યક્તિએ પોતે દિલ્હીથી કમાન્ડીંગ ઓફીસર (સી.ઓ.) બોલતા હોવાનું કહ્યું હતું. તેમણે પોલીસને કહ્યું કે- રાતે ૧૨ વાગ્યે ત્રણ જવાનો ઉપર હુમલાનો બનાવ બન્યો છે. સ્થળ ઉપર ઘટના બન્યાનું જણાતું નથી ત્યારે ત્રણ અસરગ્રસ્ત જવાનોની વિગત આપવા પોલીસે આર્મીના અધિકારીને અપીલ કરી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું કે, આર્મીના ત્રણ જવાનોની વિગત ન મળતાં ઘટના બની હોવા અંગેની વિગતો પ્રાપ્ય બની નથી. આમ છતાં, આજે સવારે પણ વસ્ત્રાપુર પોલીસે તપાસ કરતાં ઘટના બન્યાના કોઈ તથ્યો પ્રકાશમાં આવ્યા નથી. આ અંગેની સત્તાવાર નોંધ પણ પોલીસે કરી છે.આ સંજોગોમાં એવા સવાલ ઉઠયા છે કે, રાતે ૧૨ વાગ્યે બનાવ બન્યો હોય તો અઢી કલાક પછી જાણ કેમ કરાઈ? છરીથી હુમલાની ઘટના ખરેખર બની હોય તો ઈજાગ્રસ્ત જવાન ક્યાં? ફાયરિંગ થયું હોય તો કારતુસના ખાલી ખોખાં મળ્યાં? વગેરે સવાલો વચ્ચે પોલીસે તપાસ ચાલુ રાખી છે. આર્મીના જવાનો ઉપર ફાયરિંગની ઘટનાએ ચકચાર જગાવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved