Last Update : 03-June-2012,Sunday

 

ધોળકાના પટેલ સંમેલનનો રકાસ ગાજ્યા મેઘ વરસ્યા નહીં

મોદીના મેનેજરો સફળ ઃ ઝડફિયાનું આયોજન નિષ્ફળ ઃ કરસનભાઈ આવ્યા નહીં

અમદાવાદ, શનિવાર
સૌરાષ્ટ્ર અને સુરતમાં કેશુભાઈ પટેલની ઉપસ્થિતિ સાથેના પટેલ સંમેલનો સફળ રહ્યા બાદ અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતે આજે યોજવામાં આવેલા પટેલ સંમેલનનો રકાસ થયો છે. ૧૫ થી ૨૦ હજારની સંખ્યાની ધારણા સામે મોડે મોડે માત્ર પંદરસો ખુરશીઓ ભરાઈ હતી. આ સંમેલનમાં કરસનભાઈ પટેલે વિવાદોથી દૂર રહેવા હાજર ન રહેવાનું પસંદ કર્યું હતું. સંમેલનને નિષ્ફળ બનાવવામાં મોદીના મેનેજરો સફળ રહ્યા હતા.
ચૂંટણી આવતાં જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સત્તાથી દૂર રાખવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ફરી મેદાનમાં આવ્યા છે. તેમણે તેમના પૂર્વ સાથી ગોરધન ઝડફીયાના મહાગુજરાત જનતા પાર્ટીના પ્લેટફોર્મનો ઉપયોગ શરૃ કર્યો છે. આયોજન ઝડફીયા દ્વારા કરવામાં આવે છે. પરંતુ સંમેલનમાં નામ અન્ય સમિતિઓના આપવામાં આવે છે.
આજે રાત્રે ધોળકા મારૃતી જીનના મેદાનમાં અમદાવાદ જિલ્લાના પાટીદારોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આમંત્રણપત્રિકામાં મહાનુભાવોની યાદીમાં કેશુભાઈ પટેલ, નરેશ પટેલ (ખોડલધામ) ગોરધન ઝડફીયા, કોંગ્રેસના નેતાઓ દિનશા પટેલ, સિધ્ધાર્થ પટેલ અને બાવકુ ઉઘાડ ઉપરાંત નિરમાના કરસનભાઈ પટેલના નામનો ઉલ્લેખ હતો. આ સંમેલનમાં ૧૫ થી ૨૦ હજાર પાટીદારો ભાગ લેશે એવી ગણતરી રાખવામાં આવી હતી. જેથી મિડિયાને પણ ખાસ હાજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઝડફીયા અને કેશુભાઈના અન્ય કાર્યક્રમોમાં મહુવાના ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસારિયા હાજર રહે છે. જેમનો વિરોધ નીરમા સામે છે. આ સ્થિતિમાં આજના સંમેલનમાં કરસનભાઈ પટેલની ગેરહાજરી નોંધનીય રહી હતી. આ સંમેલનની જાહેરાત થયા બાદ મુખ્યમંત્રીના મેનેજરો બાબુભાઈ જમનાદાસ પટેલ, પ્રાગજીભાઈ પટેલ વગેરે જિલ્લાના ચાર તાલુકાઓમાં ફરી વળ્યા હતા અને પાટીદારોને આ સંમેલનમાં હાજર ન રહેવા તેઓ સમજે એ ભાષામાં સમજાવી દીધા હતા.
જેથી આજે જેમની જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી એ ધોળકા પાટીદાર સંમેલનનો રકાસ થયો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved