Last Update : 03-June-2012,Sunday

 

વીજદર વધારો:ગ્રાહકોને રૂ.૪૧૮ કરોડનો બોજ

-યુનિટે દસ પૈસાનો વધારો

 


-ચાર સરકારી કંપનીઓએ વીજદરમાં વધારો ન માગ્યો છતાં નિર્ણય

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
માગ્ય વિના પણ વીજદરમાં વધારો આપીને ગુજરાત વીજ નિયમન પંચે ગુજરાતની પ્રજાને માથે કુલ મળીને ૪૧૮ કરોડનો બોજ નાખી દીધો છે. ટોરન્ટ પાવરના અમદાવાદ-ગાંધીનગરના અંદાજે ૨૧.૨ લાખ વીજજોડાણધારકો અને ગુજરાત વીજ ઉર્જા નિગમ લિમિટેડ હેઠળ સક્રિય ચાર વીજપુરવઠા કંપનીના અંદાજે ૧.૨૮ લાખ ગ્રાહકોને માથે યુનિટદીઠ ૧૦ પૈસાના વીજદર વધારાનો બોજ નાખ્યો છે. પહેલી જૂનથી નવા દર અમલમાં આવશે.
ગુજરાત વીજ નિયમન પંચના ચૅરમૅન પી.કે. મિશ્રાએ ૨૦૧૦-૧૧ના વર્ષમાં આવકના બાંધવામાં આવેલા અંદાજ સામે આવેલી ઘટની રકમ તથા ૨૦૧૧-૧૨ના વર્ષમાં આવક કરવાની કંપનીની જરૃરિયાતને ધ્યાનમાં લઈને વીજદરમાં યુનિટે ૧૦ પૈસાનો વધારો આપ્યો છે, એમ ગુજરાત વીજ નિયમન પંચના વડા પી.કે. મિશ્રાએ વીજ દર વધારાને વાજબી ઠેરવતા જણાવ્યું હતું. આ વીજદર વધારો માન્ય કરતાં પૂર્વે વીજ કંપનીઓના ૨૦૧૦-૧૧ના વર્ષના ઑડિટ કરેલા હિસાબોને પણ વીજ નિયમન પંચે ધ્યાનમાં લીધા છે. જીયુવીએનએલની ચાર વીજ કંપનીઓની ૨૦૧૦-૧૧ની આવકની અપેક્ષા અને વાસ્વતમાં થયેલી આવક વચ્ચે રૃા. ૨૪૦ કરોડનો ગાળો હતો. આમ જ ૨૦૧૨-૧૩ના વર્ષમાં તેમની આવકની જરૃરિયાત રૃા. ૧૨૬૦ કરોડની હતી. આમ કુલ ગાળો રૃા. ૧૫૦૦ કરોડનો હોવા છતાંય માત્ર ૩૨૯ કરોડનો વધારો આપવામાં આવ્યો છે. આ વધારાને કારણે જીઈબીની કંપનીઓના વીજદરમાં ૧.૫૩ ટકાનો વધારો થયો છે.
તેમણે કહ્યું હતું કે આ વીજદર વધારાનો બોજ ટોરન્ટ પાવરના ૨૧.૨ લાખ વીજ જોડાણધારકોમાંથી ૪૬ ટકા અને ગુજરાત વીજ ઉર્જા નિગમ લિમિટેડની ચાર વીજ કંપનીઓના ૧,૨૭,૬૮,૬૬૪ વીજજોડાણધારકોમાંથી ૪૬ ટકા ગ્રાહકોને ભાવ વધારાની અસર થશે નહિ. તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી જુલાઈથી ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ ટોરન્ટના ગ્રાહકોએ યુનિટદીઠ ૨૦ પૈસા અને ચાર સરકારી વીજ કંપનીઓના ગ્રાહકોએ યુનિટે ૧૬ પૈસા ઓછા ચૂકવવા પડે તેવી સંભાવના છે. પી.કે. મિશ્રાએ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ બાંધેલો આ અંદાજ છે. અમદાવાદ-ગાંધીનગરના ગ્રાહકોને વીજપુરવઠો આપતી ટોરન્ટની ૨૦૧૦-૧૧ના વર્ષની અંદાજિત આવક અને વાસ્તવિક આવક વચ્ચે ૧૧૬ કરોડનો ગાળો પડયો હતો. છતાંય યુનિટદીઠ માત્ર દસ પૈસાનો વધારો આપીને તેને રૃા. ૮૯ કરોડની નવી આવક ઊભી કરી આપી છે. ટકાવારીમાં આ વધારો ૧.૯૧ ટકાનો છે.

જર્કના ચુકાદાના મહત્ત્વના પાસાં
- ખેડૂતો માટેના વીજદરમાં કોઈ જ વધારો ન કરાયો
- બિલો પોવર્ટી લાઈનના વીજજોડાણધારકોને વીજદર વધારાના બોજથી મુક્ત રાખ્યા
- જુલાઈમાં એફપીપીપીએમાં ઘટાડો થઈ જતાં બિલ વધારો નહિ થાય તેવું જર્કે આશ્વાસન આપ્યું
- જુલાઈ મહિનામાં ટોરન્ટના ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવમાં યુનિટે ૨૦ પૈસાનોઘટાડો આવી શકે છે.
-જુલાઈમાં જીઈબીની ચાર કંપનીઓના ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટના દરમાં યુનિટે ૧૬ પૈસાનો ઘટાડો આવી શકે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved