Last Update : 03-June-2012,Sunday

 

ગત વર્ષ કરતા પરિણામમાં બે ટકાનો ઘટાડો
ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ ૬૯.૧૦ ટકા

ગુજરાતમાં ખેડા જિલ્લાનું સૌથી વધુ ૮૮ ટકા અને સૌથી ઓછું જામનગર જિલ્લાનું ૪૮.૦૬ ટકા પરિણામ

અમદાવાદ, શનિવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ- ૨૦૧૨માં લેવાયેલી ધો.-૧૦ની પરીક્ષાનું ૬૯.૧૦ ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં ખેડા જિલ્લાનું સૌથી વધુ ૮૮.૦૨ ટકા અને જામનગર જિલ્લાનું સૌથી ઓછું ૪૮.૦૬ ટકા પરિણામ આવ્યું છે. રાજ્યભરમાંથી કુલ ૯,૧૦,૩૬૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૬,૨૯૦૮૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં ૭૬૬૧ વિદ્યાર્થીઓ A-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૧૧૨૯ની છે જે ગત વર્ષ કરતાં પાંચ હજાર જેટલી ઓછી છે. રાજ્યભરમાં રણુંજ કેન્દ્ર ૯૮.૮૮ ટકા પરિણામ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે પનવેલ કેન્દ્રનું સૌથી ઓછું ૨૩ ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ- ૨૦૧૨માં કુલ ૬૧૫ કેન્દ્રો અને ૧૨૦ પેટા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ ૯,૨૬,૧૧૫ વિદ્યાર્થી નોંધાયા હતા. જે પૈકીમાંથી ૯,૧૦,૩૬૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને ૬,૨૯,૦૮૩ વિદ્યાર્થી પાસ થતા પરિણામ ૬૯.૧૦ ટકા આવ્યું છે. આ જ રીતે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ સોસાયટી મારફતે ૪૦૯૩૮ ખાનગી વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભર્યા હતા તેમાંથી ૩૮૬૫૨ હાજર રહેતા અને ૧૫૫૭૩ વિદ્યાર્થી પાસ થયા છે.
ગત વર્ષે ૭૧.૦૬ ટકા પરિણામ હતું જે આ વર્ષે ૨ ટકા જેટલું ઘટયું છે. જો કે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ ગત વર્ષે ૯૦ ટકા હતું જે આ વખતે વધીને ૯૩.૪૦ ટકા થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ ગત વર્ષે ૬૯.૯૮ ટકા હતું જે આ વર્ષે ઘટીને ૬૮.૩૬ ટકા થયું છે. જ્યારે હિન્દી માધ્યમનું પરિણામ પણ ગત વર્ષ કરતા આ પરીક્ષામાં સાત ટકા જેટલું ઘટીને ૫૯.૯૫ ટકા થયું છે.
આ પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૭૨૯ની થઈ છે. એક વિષયમાં સુધારણાનો અવકાશ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૭૮૨૪૫ની અને બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૮૦૨૩ની રહી છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના પરિણામમાં બહુ ફરક નથી વિદ્યાર્થીઓનું ૬૫.૬૫ ટકા અને વિદ્યાર્થિનીઓનું ૭૫.૦૫ ટકા પરિણામ આવ્યું છે. ગત પરીક્ષામાં પણ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા ૯ ટકા જેટલું વધારે જ હતું.
બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર શનિવારે સવારે ૯ વાગ્યે પરિણામ મૂકાવાનું હતું પરંતુ રીઝલ્ટ જાણવા માટે અધીરા બનેલા હજારો વિદ્યાર્થીઓ- વાલીઓ મોડી રાતથી જ કમ્પ્યુટર પર બેસી ગયા હતા. તેમજ બોર્ડ દ્વારા નેટ પર પરિણામ મુકવાનું ટેસ્ટીંગ ચાલુ હતું એ સમયે વેબસાઇટ ખોલનારા વિદ્યાર્થીઓને પરિણામ મળી ગયું હતું. આથી મોડી રાત્રિ અને વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ- વાલીઓ પોતાના મિત્રો- સંબંધીઓને ફોન તથા એસએમએસ કરી જાણકારી આપતા હતા. જો કે પરિણામ બાદ ઘણી જગ્યાએ કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘણાને ધાર્યા મુજબ ટકા આવતા ઉજવણી ચાલી હતી તો ઘણા વાલીઓને ધાર્યા કરતા ઘણા ઓછા તો કેટલાય વિદ્યાર્થીઓ નાપાસ થતા શોકનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓને ૭મી જૂને માર્કશીટ અપાશે.

પૂરક પરીક્ષા- ગુણ ચકાસણીની અરજીઓ ૧૬મી સુધી સ્વીકારાશે
બોર્ડે નક્કી કરેલા અરજીપત્રકમાં સંસ્થાના વડાના હસ્તાક્ષર- સિક્કા સાથે ફોર્મ સ્વીકારાશે
અમદાવાદ, શનિવાર
ધો. ૧૦માં બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઈમાં યોજાશે જેના માટેના આવેદનપત્રો તેમજ ગુણ ચકાસણીની અરજીઓ ૧૬મી જૂન સુધી સ્વીકારવામાં આવશે. વિદ્યાર્થીએ જે શાળામાંથી માર્ચ- ૨૦૧૨ની પરીક્ષા આપી હોય તે શાળામાં બોર્ડે મોકલેલ સુધારણાને અવકાશની યાદીમાં જે તે ઉમેદવારોની સહીઓ મેળવી ફી એકત્રિત કરવાની રહેશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે આ અંગેની અગત્યની સૂચનાઓ જાહેર કરી છે જે મુજબ આ દરખાસ્તો બોર્ડે નક્કી કરેલા નિયત અરજીપત્રકમાં સંસ્થાના વડાના હસ્તાક્ષર- સિક્કા સાથે નક્કી કરેલા જિલ્લાના નિર્ધારિત સ્થળોએ સ્વીકારાશે. દફતર ચકાસણીની અરજીઓ પણ ૧૬મી જૂન સુધીમાં સ્વીકારાશે નામ અટક જોડણી અને દફતર સુધારણાની અરજીઓ ફક્ત બોર્ડની કચેરીમાં મદદનીશ સચિવ એ, બી, સી, શાળા ગુજરાત શિક્ષણ બોર્ડ, પરીક્ષા વિભાગ, વડોદરાની રૃબરૃ ટપાલથી મોકલવાની રહેશે.
બે વિષયોમાં ગુણ- તૂટ કે ગેરહાજરીને કારણે પરિણામ સુધારણાની જરૃરિયાતવાળા પરીક્ષાર્થીએ દફતર ચકાસણી, ગુણ ચકાસણી માટે અરજી કરેલી હોય તો પણ જુલાઈની પુરક પરીક્ષા માટેનું આવેદનપત્ર ભરવું હિતાવહ છે. આચાર્યએ આવા પરીક્ષાર્થીને આ બાબતની અવશ્ય જાણ કરવી.
જિલ્લાના સ્થળોએ પૂરક પરીક્ષાના ઉમેદવારોની શાળાવાર યાદીની ફાઇલ ૧૮ જૂનના રોજ બોર્ડના પ્રતિનિધિ દ્વારા સ્વીકારાશે. જ્યારે ગુણ ચકાસણીની અરજીઓ પણ આ જ દિવસે સ્વીકારાશે.
પ્રથમ ઉમેદવારો જુલાઈની પરીક્ષામાં હાજર રહી શકશે નહિ એક કે બે વિષયની પરીક્ષા આપવા માગતા હોય તેવા ઉમેદવારોની અરજીઓ ઓનલાઇન સ્વીકારેલ છે. જેની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયા છે આવા ઉમેદવારોની ફીની રકમના ડ્રાફ્ટ શાળાના લેટરપેડ સાથે બોર્ડના પ્રતિનિધિને ૧૬મી જૂનના રોજ અપાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved