Last Update : 03-June-2012,Sunday

 

બરાબર ૧૦ વર્ષે 'દેવદાસ' થ્રી-ડીમાં રજૂ કરવામાં આવશે

મૂળ દેવદાસ ૧૨મી જુલાઈએ રજૂ થઈ હતી તેથી આ નવી આવૃત્તિ પણ ૧૨મી જુલાઈએ જ રજૂ કરાશે

મુંબઈ, તા. ૨
૧૨મી જુલાઈએ સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'દેવદાસ'ની રજૂઆતને ૧૦ વર્ષ પૂરાં થશે, અને આ ૧૦ વર્ષની અનોખી રીતે ઉજવણી કરવાની યોજના ઘડવામાં આવી છે. બરાબર તેજ દિવસે એટલે કે ૧૨મી જુલાઈએ 'દેવદાસ' ફરી રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે અને તે પણ થ્રી-ડીમાં.
'અમે થ્રી-ડીમાં આ ફિલ્મ ૧૨મી જુલાઈએ જ રજૂ કરવા માગીએ છીએ, કેમ કે તે દિવસે એ ફિલ્મની રજૂઆતને ૧૦ વર્ષ પૂરાં થાય છે. જોકે, આ ફિલ્મ સાથે અનેક ટેકનિકલ પાસાં સંકળાયેલાં છે, એટલે ટૂંક સમયમાં જ અમે રિલીઝની ચોક્કસ તારીખ નક્કી કરી શકીશું.' એમ સંજય લીલા ભણશાલીએ જણાવ્યું હતું.
થોડાં જ દિવસ અગાઉ, 'ટાઈમ' મેગેઝીનના ફિલ્મ સમીક્ષક રિચાર્ડ કોર્લીસે ભણશાલીની 'દેવદાસ'ને આ મિલેનિયમની ૧૦ શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન આપ્યું હતું.
'દેવદાસ' હજીય લોકોને યાદ છે એ સાંભળીને આનંદ થાય છે. તેને કોર્લીસની યાદીમાં સ્થાન મળે કે થ્રી-ડીમાં તેની નવેસરથી રજૂઆત કરાય, એ પરથી એ સાબિત થાય છે કે 'દેવદાસ' વિશે હજીય ચર્ચા થતી રહે છે. હજી આજેય કોઈને કોઈ ટીવી ચેનલ ૧૦ દિવસમાં એકાદ વાર તો 'દેવદાસ' બતાવે જ છે' એમ ૪૯ વર્ષના આ ફિલ્મસર્જકે કહ્યું હતું.
છેલ્લે ૨૦૧૦માં આવેલી 'ગુઝારીશ'નું દિગ્દર્શન કરનારા ભણશાલીએ થ્રી-ડીમાં બની રહેલી 'દેવદાસ'નાં કેટલાક ભાગ જોયા હતા. 'આ અનુભવ યાદગાર બની રહેશે. આ ફિલ્મના મસમોટાં સેટ થ્રી-ડીમાં જોવા મળશે તો તેની અલગ જ અસર ઉપજાવશે, અને એકશન ફિલ્મની જેમ અહીં કેમેરા અહીંથી ત્યાં દોડયે નહિ રાખે. શાહરૃખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતને આ ફોર્મેટમાં જોવાનો અનુભવ અલગ જ અસર ઉત્પન્ન કરશે' એમ તેમણે અંતે જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved