Last Update : 03-June-2012,Sunday

 

સોનામાં તેજીની વેગીલી દોટ વચ્ચે રૃ.૩૦૦૦૦ની રેકોર્ડ સપાટી પાર થઈ

ચાંદીમાં રૃ.૧૦૯૦નો ઉછાળો ઃ વિશ્વ બજારમાં સોનાના ભાવો ૪૦ ડોલર ઉછળી ૧૬૦૦ ડોલરની સપાટી કૂદાવી ગયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં ભાવો ૧૦ ગ્રામના રૃ.૮૯૦થી ૮૯૫ ઉછળતાં રૃ.૩૦ હજારની સપાટી પાર કરી નવો રેકોર્ડ નોંધાયો હતો. ચાંદીના ભાવો પણ કિલોના રૃ.૧૦૯૦ ઉછળી રૃ.૫૪ હજારની સપાટીને પાર કરી ગયા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૦૦૫ વાળા આજે રૃ.૨૯૮૯૫ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૧૩૫ વાળા ઉછળી રૃ.૩૦૦૩૦ બોલાયા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૬૬૦ વાળા ઉછળી રૃ.૫૪૭૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૫૭૬થી ૧૫૭૭ ડોલર વાળા ઉછળી ૧૬૦૦ ડોલરની સપાટીને પાર કરી ૧૬૨૭થી ૧૬૨૭.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૫૦ ડોલર ઉછળતાં ઘરઆંગણે પણ ઉંચી ગયેલી આયાત પડતર ત્યાં ટાંચી આવકો વચ્ચે મુંબઈ બજારમાં આજે નવી વેચવાલી ઓછી રહી હતી, જો કે ભાવો ઝડપી ઉછળી નવી ટોચે પહોંચતા બજારમાં આજે માંગ પાંખી રહી હતી. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો પણ ૨૭.૯૮ વાળા આજે ઉછળી ૨૮.૭૩થી ૨૮.૭૪ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં મોડી સાંજે ચાંદીના ભાવેો રૃ.૫૪૭૫૦થી ૫૪૮૦૦ તથા કેશમાં રૃ.૫૪૬૦૦થી ૫૪૬૫૦ બોલાઈ રહ્યા હતા જયારે સોનાના ભાવો છેલ્લે ૯૯.૫૦ના રૃ.૨૯૯૦૦, ૯૯.૯૦ના રૃ.૩૦૦૫૦ તથા ૧૦ તોલાના બિસ્કિટના રૃ.૩૫૦૦૦૦ બોલાતા હતા. વૈશ્વિક સ્તરે અમેરિકામાં રોજગારીના આંકડા નબળા આવતાં તથા યુરોપના વિવિધ દેશોમાં આર્થિક સમસ્યાઓ વકરતાં તેમ જ ચીનમાં પણ આર્થિક વિકાસ ધીમો પડયાના સમાચારો વચ્ચે વિશ્વ બજારમાં સલામત રોકાણના સ્વરૃપમાં સોનામાં હેજ ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૯૬૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૩૦૧૬૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૩૦૦ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના ભાવો કિલોના હાજરમાં રૃ.૬૫૦ વધી રૃ.૫૪૫૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૮૮૦ વધી રૃ.૫૪૫૧૦ રહ્યાના સમાચારો હતા. અમદાવાદમાં સોનાના ભાવો વધી છેલ્લે ૯૯.૫૦ના રૃ.૩૦૦૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૦૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved