Last Update : 03-June-2012,Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩-૦૬-૨૦૧૨, રવિવાર
જેઠ સુદ ચૌદશ - સંપત્તિ નુકસાન ?
વંિછુંડો સવારના ૮ ક. ૩૪ મિ.થી શરૂ
જનસંહારનો ભય ? બજારોમાં મંદી ?

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૩ મિ., (સૂ) ૬ ક. ૪૬ મિ., (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૮ ક. ૩૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની વૃશ્વિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર ઃ વિશાખા બપોરના ૧ ક. ૫૧ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃષભ, મંગળ - સંિહ, બુધ - વૃષભ, ગુરૂ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - સવારના ૮ ક. ૩૪ મિ. સુધી તુલા પછી વૃશ્વિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર. જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, ગ્રીષ્મ ૠતુ, રા.દિ. જે. ૧૩
માસ-તિથિ-વાર ઃ જેઠ સુદ ચૌદશ ને રવિવાર.
- વંિછુડો સવારના ૮ ક. ૩૪ મિ.થી શરૂ.
- મૃત્યુયોગ બપોરના ૧ ક. ૫૧ મિ.થી શરૂ.
- રોહિણીમાં ૧૬ ક. ૧૬ મિ.થી શુક્ર.
- આજે વાદળ ન થાય તો અષાડમાં વરસાદ થાય નહીં પરંતુ શ્રાવણમાં વરસાદ થાય ?
- આગામી સમયમાં જનસંહાર - મૃત્ય મોટા પ્રમાણમાં થાય ? સંપત્તિને નુકસાન ? ગાયોને પીડા ?, દ્રાક્ષ, ખારેક, સોપારીમાં મંદી ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૧૨ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૨૦ રોજ બહેરામ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ રવિવારની શાંતિ, હળવાશ, રાહત જણાય નહીં. ખર્ચમાં વધારો થાય. બહાર જવાનો કંટાળો આવે છતાં બહાર જવાનું થાય.

વૃષભ ઃ પત્નીથી વ્યગ્રતા-બેચેની રહે, વાતવાતમાં વિવાદ થઈ જાય. તે સિવાય ખાવાપીવામાં, ઉઠવા-બેસવામાં પેટ, કમરની તકલીફ અનુભવાય.

મિથુન ઃ નાણાંકીય લેવડદેવડના વ્યવહારમાં આજનો દિવસ ખર્ચ, નાણાં ચૂકવવાનો રહે. કૌટુંબીક સ્નેહીના આગમનથી વ્યસ્તતા રહે.

કર્ક ઃ પુત્રપૌત્રાદિક સાથે મતભેદ જણાય. સંતાનના વિદ્યાભણતર, નોકરી-ધંધાના, વિવાહ-લગ્નના પ્રશ્નમાં તમે ચંિતીત રહો.

સંિહ ઃ ઘરમાં હોવ ત્યારે નોકરી-ધંધાની ચંિતા અને બહાર હોવ ત્યારે ઘરની ચંિતા-વિચારોમાં અટવાયેલારહો. મુશ્કેલી અનુભવો.

કન્યા ઃ ભાઈભાંડુ, નોકરચાકરવર્ગ, પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં, બહાર કે બહારગામ જવાના પ્રશ્નમાં ચંિતા-દ્વિધા, નકારાત્મક વિચારો રહે.

તુલા ઃ નાણાંકીય કે અન્ય નુકસાનથી સંભાળવું. કુટુંબીઓ, સગાસંબંધીઓ તમારી ટીકા-ટીપ્પણી કરે. ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં.

વૃશ્વિક ઃ નકારાત્મક વિચારો, ઉશ્કેરાટ, ગુસ્સો, અનંિદ્રાના કારણે તમને શાંતિ-રાહત જણાય નહીં. સંતાનની ચંિતા રહે.

ધન ઃ શરીરથી-મનથી બેચેની-અસ્વસ્થતા અનુભવો. રવિવાર છતાં હળવાશ-આનંદ-આરામ જણાય નહીં. ખર્ચો થાય.

મકર ઃ પત્ની-સંતાન-પરિવારનું કામ થાય. વિલંબમાં પડેલા કામ અંગેની ચર્ચા વિચારણા થાય. બહાર જવાનું થાય.

કુંભ ઃ ઘર-પરિવારના-નાણાંની લેવડદેવડના, નોકરી-ધંધાના કામ અંગે ચંિતા-મુંઝવણ અનુભવો. સગાસંબંધીથી ખર્ચ વધે.

મીન ઃ ચંિતા-મુંઝવણમાં રાહત રહે. બહાર જવાનું થાય. વધારાનું કામ ઉકેલાતા હળવાશ-રાહત-આનંદ અનુભવો. કોઈને મળવાનું થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩-૦૬-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ આનંદ, ઉત્સાહમાં, આવકમાં, સુખસંપત્તિમાં વધારો કરનારું રહે. વર્ષારંભે નોકરી-ધંધામાં આકસ્મિક સારી તક પ્રાપ્ત થાય. ફાયદો-લાભ થાય. તેમ છતાં પરિવારને તકલીફ અનુભવાય. વિશેષમાં - વર્ષારંભથી વર્ષના મઘ્યભાગ સુધી પત્ની, પુત્ર પૌત્રાદિકના કામમાં માનસિક પરિતાપ-ચંિતા છતાં તેમના ભાગ્યબળની પ્રબળતાથી તેમના પ્રશ્નો ઉકેલાય. તમે હળવાશ, રાહત અનુભવો. - વર્ષનો ઉત્તરાર્ધ આરોગ્યની બાબતમાં, નોકરી-ધંધામાં અગ્નિપરીક્ષાવાળો પસાર થાય. શારીરિક-માનસિક આર્થિક તકલીફો એક પછી એક આવતી જાય. - મસ્તકમાં- ગરદન-પેટ-કમરમાં દર્દપીડાથી સંભાળવું પડે. નકારાત્મક વિચારો-અનંિદ્રાથી પીડા રહે. - સ્ત્રી વર્ગને આરોહ-અવરોહનું રહે. પતિ-સંતાન-મિત્રવર્ગ સાથે મતભેદ-વિવાદ રહે. - વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી જ ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન હોટલમાં ઉતરેલો અને બે દિવસ રોકાઇને એ હોટલ છોડીને કાઉન્ટર ઉપર બીલ ચુકવી રહ્યો હતો ત્યાં એકાએક એને સાંભર્યું કે એ લેપટોપ અને મોબાઇલ ફોન પોતાના રૂમમાં ભૂલી ગયો છે. એણે વેઇટરને બોલાવીને કહ્યું કે, ‘‘જા જો તો રૂમ નં. ૩૧૦માં લેપટોપ અને મોબાઇલ ફોન રહી નથી ગયા ને? જરા જલદી કરજે... ફ્‌લાઇટનું મોડું થાય છે.’’
વેઈટર લલ્લુ દોડતો ગયો અને દોડતો પાછો આવીને બોલ્યો, ‘‘હા, સાહેબ... બન્ને વસ્તુ રૂમમાં પડેલી જ છે.’’

[Top]
 

આજ ની રેસીપી

સોયાબીનની વિવિધ વાનગીઓ

સોયા કસ્ટર્ડ

 

સામગ્રી ઃ ૧ કપ સોયાની વડી, ૨ કપ, દૂધ, ૩/૪ મખાણા, ૩/૪ કપ ખાંડ ૧૧/૨ ચમચી કસ્ટર્ડ.

 

રીત ઃ સૌ પ્રથમ સોયાની વડીને હૂંફાળા પાણીમાં ૨૦ મિનિટ પલાળી રાખો. તે પછી તાંજા પાણીથી ધોઈ લો. એક કઢાઈમાં માખણ સાંતળો અને મિક્સરમાં અધકચરાં વાટી લો. કઢાઈમાં દૂધ નાખો. ઊભરો આવ્યા પછી મખાણા નાખો. સોયાની વડીઓ નાખો. ખાંડ મિક્સ કરો. અડધા દૂધમાં કસ્ટર્ડ ઓગાળી નાખો. પાંચ મિનિટ સુધી હલાવો. ફ્રિજમાં ઠુંડું કરી સર્વ કરો.
સરયુ શાહ

 

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved