Last Update : 02-June-2012,Saturday

 

‘સૈફ’ પાલનપુરીની પેટ્રોલ-શાયરીઓ !

 
ગઈકાલે ‘મરીઝ’ સાહેબની ખ્યાતનામ શાયરીઓની પેટ્રોલ-પેરોડીનો સિલસિલો આજે પણ જારી છે ! આજની મહેફિલમાં તમારો ફટીચર શાયર ‘મન્નુ’ પાલનપુરના પંકાયેલા શાયર ‘સૈફ’ પાલનપુરી સાહેબના શેરોને તોડી-મરોડીને રજુ કરવાની ઝુર્રત કરે છે ! ગૌર ફરમાઈયેગા...
* * *
પ્હેલાં સમું સફરનું
એ ધોરણ નથી રહયું...
લિફટ મળી જાય તો,
મોપેડ પણ ઘરે મુકી દેવાય છે !
* * *
કાર ચલાવી શકો, એ તો
વિષય એક આસ્થાનો છે...
કાર ચાલી રહી છે, તો
પ્રસંગ એક વારતાનો છે !
* * *
મારા ત્રાસનું કારણ, શું કહું ?
સાપે ગળ્યો છછૂંદર...
દહેજમાં ગાડી મળી તે
ડિઝલ નહિ, પેટ્રોલની મળી !
* * *
છે ઘણા એવા કે જેઓ
ટાંકી છલકાવી ગયા...
પણ બહુ ઓછા છે જે
‘એવરેજ’માં ફાવી ગયા !
* * *
કાર કેરા સ્પર્શથી પણ
દિલ હવે ગભરાય છે...
પેટ્રોલ તણા ભાવો હમેશાં
યાદ આવી જાય છે !
* * *
જોતાંની સાથે લોક
તરત ઓળખી ગયાં...
મુજથી વઘુ ફેમસ
મારી (ખાલી) પેટ્રોલની ટાંકી હતી !
* * *
શું હશે એકાંતમાં
એમની હાલત, ખુદા જાણે...
બધાની હાજરીમાં જેઓ
પેટ્રોલ પુરાવી શકતા નથી !
* * *
‘સૈફ’ રહસ્ય મને
મારા જીવનમાં એ રહયું...
કેવું એ વાહન હતું ?
અને શું એની એવરેજ પડી !
* * *
છતાં આ યુગમાં ‘સૈફ’ને
જોયા છે હસતા કૈંક વખત...
કદાચ એની બાઇકમાં,
બે-ચાર લિટર ‘ભર્યું’ હતું !
* * *
મારી કને તો ‘સૈફ’
હવે સાઈડ-કાર પણ નથી...
શું મોઢું લઈને જાઉં,
ભલા પેટ્રોલપંપ સુધી ?
Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved