Last Update : 02-June-2012,Saturday

 

સોશ્યલ નેટવર્કીંગ બહુ ઉપયોગી બન્યું છે
વાટકી વ્યવહારથી શૅરીંગ સુધી, સિસ્ટમનું નામ બદલાયું

 

- ઑન લાઇન શેરીંગનો યુગ ઃ પરંપરાગત પાડોશી વ્યવહારો અટવાઈ ગયા છે

એક સમય હતો કે જ્યારે વાટકી વ્યવહારનું પ્રભુત્વ હતું. એક ઘેર કોઈ નવી વાનગી બનતી તો પાડોશીના ઘેર તે પહોંચતી. જેથી પાડોશ સાથેના સંબંધમાં મીઠાશ આવતી હતી. મોટા શહેરોમાં તો પાડોશી સાથે ભાગ્યે જ બોલવાના વ્યવહાર હોય છે ત્યારે વાટકી વ્યવહારની તો તેમના માટે કલ્પના માત્ર બની જાય છે પરંતુ ટાઉન લેવલ અને ગામડામાં આજે પણ આ વાટકી વ્યવહારના સંબંધો હોય છે. વાટકી વ્યવહારથી મજબૂત બનતા સંબંધો સુખ-દુઃખના સમયે ઉપયોગી બની જાય છે.
હવે આપણે ઇન્ટરનેટ યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. સમાજમાં પરિવર્તન આવ્યું છે તેને સૌએ સ્વીકાર્યું છે. પરંતુ વર્ષો પહેલાં વસુધૈવ કુટુંબકમ્ની સાથે સંકળાયેલો વાટકી વ્યવહાર નવા નામે પ્રસરી રહ્યો છે. આ નવું નામ એટલે ઇન ફાઇલ શેરીંગ.
વાટકી વ્યવહારને જુનવાણી કહેનારાઓએ આ ફાઇલ શેરીંગ હોંશે-હોંશે આવકાર્યું છે.
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક પર દર અઠવાડીયે ૩.૫ અબજ જેટલી માહિતીની આપ-લે થાય છે. આજકાલ યુ ટયુબનો ઉપયોગ મોટા પાયે થાય છે. યુ ટયુબ પર દર મિનિટે ૪૮ કલાકના વીડીયો અપલોડ થાય છે. અન્ય સર્ફીંગ કરનાર જોઈ શકે અને ઉપયોગમાં લઈ શકે તે આશયથી યુ ટયુબ પર વીડીયો અપલોડ થતા હોય છે. એવી જ રીતે સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ટવીટરનો ઉપયોગ તો ટોચની સેલિબ્રીટી અને ટોચના રાજકારણીઓ પણ કરે છે. રોજની ૨૫૦ મીલીયન જેટલી ટવીટસ થાય છે. એવી જ રીતે ફોટો શેરીંગ સાઇટ ફલીકર પર રોજ ૪.૫ મીલીયન ફોટા મુકાય છે.
ઑનલાઇન શૅરીંગ પાછળના ઘણાં કારણો છે. જેમકે પોતાની ઓળખ ઊભી કરવી, વિશ્વના લોકો સાથે મળવાની ઇચ્છા, પોતે જે જાણીતા હોય તે કહેવાની ઇચ્છા સંતોષવી, બીજાને માહિતી ટ્રાન્સફર કરવી, બીજાને ઉપયોગમાં આવે એવી માહિતી મુકવી, પોતાને જેમાં રસ છે એવા જ વિષય સાથે સંકળાયેલા લોકોને મળવું, એક અજાણ્યો સાથી મળે વગેરે મુદ્દાનો સમાવેશ થાય છે.
ઘણાં ન્યુઝ નીચે ઓપનીયન આપતા બ્લોગરોની વણઝાર હોય છે. આવા બ્લોગરો પોતાનો મત સાચો છે એમ લખવા પ્રયાસ કરે છે અને એવું લખતા-લખતાં બીજા બ્લોગર પર બળાપો પણ કાઢે છે. હવે તો આર્ટીકલોના નીચે 'લાઇક ઇટ'વાળી કોલમ-આઇકોન મુકેલો હોય છે તે પણ શૅરીંગનો એક ભાગ હોય છે.
વાટકી વ્યવહાર, ઓટલા પરિષદ, ચૉરા પર બેસવું, મંદિરના ઓટલે બેસવું વગેરે વિચારોની આપ-લે સાથે સંકળાયેલા છે. માણસ થોડો સમય આવા ગુ્રપ સાથે જોડાઈને મન હળવું કરી લેતો હોય છે.
એવું જ સોશ્યલ નેટવર્કીંગમાં જોવા મળે છે. અહીં મળનારાઓ વિશ્વભરના લોકો હોય છે. તેઓ સાવ અજાણ્યા પણ હોય છે. જુનવાણી વ્યવહારોમાં ઓટલે મળનારાઓ થોડા જાણીતા ચહેરા હોય છે. જ્યારે વાટકી વ્યવહાર નજીકના લોકો સાથે થતો હોય છે. ઇન્ટરનૅટ પર વાટકી વ્યવહારને સ્થાન નથી પણ વિચારોની આપ-લે કરવાનું મજબૂત સ્ટેજ મળે છે. જોકે ઑવરઓલ કોન્સેપ્ટ તો વર્ષો પુરાણો ઓટલા પરિષદ કે વાટકી વ્યવહારનો જ હોય છે.
વિદેશમાં તો ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં તો આપણે ત્યાંના વાટકી-વ્યવહારની સિસ્ટમ કે કુટુંબ ભાવના જ નહોતી એટલે ફેસબુક અને ટવીટરનો ડંકો વાગ્યો હતો કેમકે શૅરીંગ પ્રથા આવી માનસિક શાંતિ આપનાર હોઈ શકે છે તેવી તેમને ખબર નહોતી.
જ્યારે ભારતમાં તો શૅરીંગ પ્રથા સામાજીક સ્તરે ઉપલબ્ધ હતી, આપણે ત્યાં આ સામાજીક પ્રથા તોડીને ઇન્ટરનેટ પર શરૃ કરેલી શૅરીંગ પ્રથા સ્વીકારાઈ હતી. જોકે તેના કારણે મૂળ વાટકી વ્યવહાર જેવી સામાજીક પ્રથા ભૂલાઈ હતી.જોકે અહીં કમનસીબી એ છે કે આપણે ત્યાં ફેસબુક પર સાવ અજાણ્યાઓ સાથે ચેટીંગ કરતો વર્ગ છે પરંતુ બાજુમાં રહેતા પાડોશીને જયશ્રીકૃષ્ણ કહેવાનો સમય નથી. બાજુમાં રહેનારની સમસ્યા પૂછનાર કે હાય-હેલ્લોવાળી પ્રથા ધીરે ધીરે પાંગળી બની ગઈ છે.
આજે ભલે ઇન્ટરનેટ પર સોશ્યલ નેટવર્કીંગ ઝડપભેર વધી રહ્યું હોય પરંતુ એ દિવસો દૂર નથી કે જ્યારે પેલી જૂની વાટકી વ્યવહાર વાળી પ્રથા અમલમાં આવશે. જ્યારે આ જૂની પ્રથા શરૃ થશે ત્યારે ફેસબુકના વળતાં પાણી થશે એ પણ નક્કી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved