Last Update : 02-June-2012,Saturday

 

ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ

- શહેરની મહિલાઓ માત્ર કામકાજમાં જ નંબર વન છે તેવું નથી. તેઓ પુરુષોની સરખામણીમાં ફિટનેસ પ્રત્યે વઘુ અવેર છે. અને નિયમિત જીમ અને ફિટનેસ ક્લાસીસ અટેન કરતી હોય છે.

સ્ત્રીઓ માત્ર કામકાજમાં નંબર વન નથી પરંતુ પોતાની ફિટનેસ જાળવણીમાં નંબર વન છે, અમદાવાદ શહેરની મહિલાઓ પુરુષોની સરખામણીએ જીમમાં રેગ્યુલર જઇને ફિટનેસ અંગે જાગ્રત જોવા મળે છેે. મહિલાઓ રેગ્યુલર જીમ, ઓફિસ અને ઘરનું કામ આ ત્રણેમાં યોગ્ય સમાયોજન સાધી શકે છે. કારણ કે તેઓ કમીટેડ છે અને નિયમિત જીમ જવાનું પસંદ છે. જ્યારે પુરુષો આળસું છે. માટે જ શહેરની મહિલાઓ હેલ્થી છે.
નિયમિત કસરતથી થતાં ફાયદાઓ અંગે શહેરની વિમેન અવેર છે. રેગ્યુલર જીમથી શરીર ઘણું ફિટ રહે છે. આજે જીમમાં ૧૨ વર્ષથી માંડી ૭૦ વર્ષ ઉંમર ઘરાવતી મહિલાઓ જીમમાં જતી હોય છે. જેમાં ૩૦ થી ૫૦ વર્ષની મહિલાઓ સૌથી વઘુ નિયમિત જીમનો ઉપયોગ કરતી હોય છે. ૧૯૯૫થી શહેરની મહિલાઓ પોતાના ફિટનેસ પ્રત્યે જાગ્રત થઇ ગઇ હતી. આ અંગે અમદાવાદ શહેરના માસ્ટર ફિટનેસ સ્પેશિયાલિસ્ટ રાજન દલાલ કહે છે કે ‘અમદાવાદ શહેરની મહિલાઓ છેલ્લા દસ વર્ષથી પોતાની ફિટનેસ પ્રત્યે કોન્સિયસ થઇ ગઇ છે. મોટી ઉંમરની મહિલા સ્ટ્રેન્થ ટ્રેનંિગ લે તો આગળ જતાં સાંધાના દુખાવા અને હાડકાં કમજોર થવાની બાબતથી રાહ મળી શકતી હોય છે. આજે પુરુષો એક પોતાનું શિડયુલ મિસ કરી શકે છે. જ્યારે મહિલાઓ રેગ્યુલર ફિટનેસ કલાસીસ એટેન્ડ કરતી હોય છે અને ઓફિસ, ઘર બન્ને જગ્યાએ યોગ્ય ટાઇમ આપી શકતી હોય છે. જ્યારે પુરુષો પોતાના શેડ્યુલમાં ઘણાં પાછળ રહે છે, જેમાં આળસ પણ મોટું કારણ હોઇ શકે.’
મોટી ઉંમરે ઓબેસિટી અને હાડકાંની ઘનતા ઘટવાની સમસ્યાથી મહિલાઓ પરેશાન રહેતી હોય છે, અને તેના માટે દવાઓનો સહારો લેતી હોય છે. પરંતુ રેગ્યુલર કસરત કરવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
જોકે બીજી તરફ પુરુષો પણ પોતાનો બચાવ કરે છે કામેશ વૈષ્ણવ કહે છે એ વાત સાચી કે અમે થોડાક આળસું છીએ પણ અમે એવા ભ્રમમાં હોઈએ છીએ કે નોકરી કે બિઝનેસ કરીએ એટલે બોડીને વ્યાયામની જરુર હોતી નથી. જે તે સ્થળે જ અમે કામ કરીએ એટલે વજન સપ્રમાણ રહે. જો કે આ વહેમ જ છે તેની અમને ખબર છે. આટલા કામથી કઈ વજન ઓછું ન થાય. તેની માટે વિમેન જેટલા પ્રયાસો કરે છે તેટલા જ પ્રયાસો મેલે પણ કરવા જોઈએ. ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાથી વજન ઘટતું નથી. તેના માટે સ્પેશ્યલી જીમ જોઈન કરવું પડે કે પછી ઘરે પ્રયાસો કરવા પડે. પરંતુ મોટાભાગના પુરુષો જીમમાં જઇને કસરત કરવાના આગ્રહી હોય છે. પણ જો નિયમિત ઘેર બેઠા પણ કસરત કરીએ તો સ્વાસ્‌સ્થ્ય જળવાઇ રહેવામાં તે મદદ કરે છે.
પુરુષો આળસું અને અનિયમિત જીમમાં જતા હોય છે. જ્યારે મહિલાઓ ઓફિસ, ઘર અને જીમ આ ત્રણેય વચ્ચે સંતુલન સાંઘતી હોય છે. આજે શહેરના દરેક જીમમાં સૌથી વઘુ મહિલાઓ છે. જે રેગ્યુલર રીતે પોતનો જીમનો સમય સાચવે છે. રીના શાહ કહે છે કે, મોટાભાગની મહિલાઓ જીમના ફાયદા જાણતી હોય છે. પોતાની લાઇફમાં બેલેન્સ થવા માટે અને ઘર તથા ઓફિસ વચ્ચે સંતુલન જળવાઇ રહે તે પણ જરૂરી હોઇ તે પોતાની મક્કમતાથી જીમ, ઘર અને ઓફિસનો સમય સાચવી લે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved