Last Update : 02-June-2012,Saturday

 
દિલ્હીની વાત
 

આર્થિક ચિંતા
દેશની આર્થિક સ્થિતિ કથળતી જાય છે. સમગ્ર આર્થિક તંત્ર નબળાઈ તરફ છે. જાન્યુઆરી-માર્ચનો યુડીપી ૫.૩૨ ટકા પર પહોંચ્યો એ ચિંતાનો વિષય છે. આર્થિક નિષ્ણાતો માટે ચિંતાનો વિષય એ છે કે જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો રોકાણકારોનું હિત સાચવી નહીં શકાય. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન સી. રંગરામ્નના નિવેદને સરકારની ચિંતામાં વધારો કર્યો છે. ઉદ્યોગો કેવું ઉત્પાદન કરે છે તે પર હાલની સ્થિતિનો આધાર રહેલો છે.
સરકારના પગલાં બૂમરંગ
સરકાર સાથે સંકળાયેલાં સૂત્રો એમ માને છે કે ફુગાવો ડામવા સરકારે જે પગલાં લીધા છે તેની દેશના વિકાસ પર બૂમરંગ સમાન અસર થઈ છે. ખોરાકી ચીજોમાં વધતા ભાવોના કારણે સામાન્ય પ્રજાના બજેટને અસર થઈ છે. ઊંચા માસિક હપ્તા ઘર-વપરાશની ચીજોના વેચાણને અસર કરે છે. નબળા ઉત્પાદનના આંકે નફો અને નોકરીની તકોમાં ઘટાડો કર્યો છે. વિકલ્પો ખૂબ ઓછા છે. ટેક્સના માળખાને ઘટાડવું એ સરકારની ખર્ચ કરવાની શક્તિ ઘટાડે છે.
પ્રણવને હજુ આશા...
એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે ટેક્સમાં અને એફઆઈઆઈ આવક થાય તેના પર આશા છે. સોફ્ટવેર એક્સપોર્ટ મલ્ટીપલ ટેક્સ ડીડક્શનની વાત તેમણે નકારી કાઢી હતી તેમજ એપ્રિલ-૨૦૧૨ પહેલા જ ફાઈલનું એસેસમેન્ટ થયું છે તેની સામે ટેક્સ બાબતનો કોઈ કેસ નહીં થાય. તેમણે કહ્યું હતું કે તેમ છતાં સારી તકોના સંકેત મળી રહ્યા છે. જાન્યુઆરીથી મે-૨૮ સુધી એફઆઈઆઈનો ફલો ૧૧૮૯ અબજ ડોલર પર પહોંચ્યો છે. છેલ્લા દશકામાં આ સમય ગાળાનો સૌથી ઊંચો ફ્લો છે.
રોકાણ વધારવા પ્રયાસ કરાશે
દેશ અને વિદેશમાં રોકાણ વધારવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. રીટેલક્ષેત્રે, પેન્શન ફંડ અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રે એફડીઆઈ વધારવા માટે સક્રિય રીતે વિચારાઈ રહ્યું છે. સરકાર તેના ખર્ચમાં દસ ટકા કાપ મુકવા પગલા લઈ રહી છે. આ પગલાં હેઠળ ફાઈવ સ્ટાર હોટલમાં બેઠકો નહીં કરવી અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર કાપ મુકવામાં આવ્યો છે. આ લોકોએ તેમના સંપૂર્ણ ખર્ચાની વિગતો આપવી પડશે. ખાલી જગ્યાઓ પુરાશે પરંતુ નવી જગ્યા નહીં ખોલવા પણ નિર્ણય લેવાયો છે.
ડિઝલમાં વધારો પડતો મુકાયો
ભારત બંધની અસર સરકાર પર પણ પડી છે. યુપીએ શાસિત રાજ્યોમાં પણ તેની અસર વર્તાઈ હતી આ જોઈ સરકારે ડિઝલ અને એલપીજીના ભાવો વધારવાનો મુદ્દો થોડા સમય માટે પડતો મુક્યો હતો. આ અગાઉ ગુ્રપ ઓફ મિનિસ્ટરની બેઠક દરમ્યાન આ માહિને એલપીજી-ડિઝલના ભાવ વધારા અંગે વિચારાયું હતું. પરંતુ પેટ્રોલીયમ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રો સૂચવે છે કે ગ્રોથ રેટ ઘટતાં હવે ભાવ વધશે નહીં, આ ઉપરાંત પ્રધાન જયપાલ રેડ્ડીને વધુ ટીકાનો સામનો પણ નથી કરવાનો.
ભાજપ શાસિત રાજ્યોને પ્રશ્ન...
ભાજપનો નેતૃત્વવાળા એનડીએ અને ડાબેરી પક્ષોએ સાથે મળીને પેટ્રોલમાં ભાવ વધારા સામે આપેલા ભારત બંધનો મોરચો સંભાળ્યો હતો. અહીં પ્રશ્ન એ છે કે ભાજપ શાસિત રાજ્યો શા માટે ટેક્સ કાપીને પેટ્રોલના ભાવો ઓછા નથી કરતા કોંગ્રેસ શાસિત દિલ્હી અને કેરળે આ પગલાં ભર્યા છે.
-ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved