Last Update : 02-June-2012,Saturday

 
 

આઇપીએલની સફળતા પછી ધોનીના વિકલ્પ તરીકે દાવો નોંધાવ્યો
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર

ફ્રેન્ચાઈઝીએ જ તેમના ગેરશિસ્ત આચરતા ખેલાડીઓને સજા કરવી જોઈએ

હજુ પણ હું ભારતીય ટીમમાં મારા સ્થાન અંગે અસલામતી અનુભવું છું


નવી દિલ્હી, તા. ૧
આઇપીએલમાં કોલકાતાને ચેમ્પિયન બનાવનારા ગંભીરને ભારતીય ટીમમાં કેપ્ટન ધોનીના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે ત્યારે તેણે સામે ચાલીને કેપ્ટન્સી માટે દાવેદારી નોંધાવી છે. ગંભીરે ભારે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતુ કે, હું ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કરવા માટે તૈયાર છું. ગંભીરે એમ પણ ઊમેર્યું કે, કેપ્ટને હંમેશા પોતાના દેખાવથી ટીમના ખેલાડીઓ માટે ઉદાહરણ પુરૃ પાડવું જોઇએ. હું જ્યારે જ્યારે મેદાન પર ઉતરૃ છું ત્યારે શ્રેષ્ઠ દેખાવ કરવાની કોશીશ કરૃ છું. આજે પણ ભારતીય ટીમમાં મારા સ્થાન અંગે અસલામતી અનુભવું છું. ટીમમાં સ્થાન ટકાવવા માટે સતત સારો દેખાવ કરતાં રહેવું જરૃરી છે.
કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન ગંભીર તેમજ આઇપીએલના કમિશનર રાજીવ શુક્લાએ એક સૂરમાં જણાવ્યું હતુ કે, આઇપીએલમાં ફ્રેન્ચાઇઝીઓએ વધુ જવાબદારી સાથે વર્તવું જોઇએ.
આઈપીએલની ગવર્નિંગ કાઉન્સીલના ચેરમેન રાજીવ શુકલાએ જણાવ્યું છે કે આગામી સિઝનથી પ્રત્યેક ફ્રેન્ચાઈઝીના મેનેજમેન્ટને એક શરતી પત્ર પાઠવવામાં આવશે. શુકલાએ કહ્યું હતું કે હવેથી પ્રત્યેક ખેલાડીના વર્તન અને પ્રવૃત્તિ પર તેની ફ્રેન્ચાઈઝીએ નજર રાખવી પડશે. ફ્રેન્ચાઈઝી આ માટે કેટલાક નિરિક્ષકો કે વોચ સ્ટાફ રાખે તે જરૃરી છે જે મેચ પુરી થયા પછી ખેલાડીઓના વર્તન અને પ્રવૃત્તિ પર નજર રાખી શકે.
શુકલાએ એમ પણ કહ્યું હતું કે આમ છતાં જો ખેલાડીની ગેરશિસ્ત બહાર આવશે તો તે ગમે તે ખેલાડી હશે તેની પર આઈપીએલની કાઉન્સીલ પગલા લઈ શકશે. ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટના ગમે તે તબક્કે લેવાનાર આ પગલાને પડકારી નહીં શકે. અર્થાત્ આવા ખેલાડી નિર્ણાયક તબક્કે આઈપીએલ ગુમાવી પણ શકે.
શુકલાએ કડક વલણ અખત્યાર કરતા એમ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી જેવી ઘટનાઓ બની છે તેવી ઘટનાઓ ભવિષ્યમાં ચલાવી નહીં લેવાય. આ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગંભીરે પણ એક ઈન્ટરવ્યુમાં એવો મત વ્યક્ત કર્યો હતો કે આઈપીએલ દરમ્યાન મેચ બાદ હોટલમાં જે પણ ઘટના બનતી હોય છે તે માટેની જવાબદારી ભારતીય ક્રિકેટ બોર્ડ કે આઈપીએલના આયોજકોની તથા તેઓને બદનામી મળે તે ફ્રેન્ચાઈઝીઓ કે ખેલાડીઓ માટે શોભાસ્પદ નથી. ખરેખર તો મેચ બાદ ખેલાડીઓના વર્તન, આવનજાવન અને સંપર્કો પર ફ્રેન્ચાઈઝીઓએ નજર રાખવી જોઈએ. પ્રત્યેક ફ્રેન્ચાઈઝીએ આની આંતરિક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. ફ્રેન્ચાઈઝીના માલિકને તરત જ રીપોર્ટ થઈ જાય તેવું હોવું જોઈએ.
ફ્રેન્ચાઈઝીએ પણ અન્ય ખેલાડીઓમાં ઉદાહરણ પુરૃં પડે તે રીતે અસામાજિક કૃત્ય કરતા ખેલાડીઓને સજા કરવી જોઈએ.
ગંભીરે એમ પણ કહ્યું હતું કે પ્રત્યેક ટીમના માલિકો કે ટીમ મેનેજમેન્ટ સ્ટાફ તેમજ ખેલાડીઓ પણ જાણતા જ હોય છે કે તેઓમાંથી કોણ ચિક્કાર દારૃ પીને ધમાલ કરવા માટે જાણીતો છે.
કયા ખેલાડીની ચાલ ચલગત બરાબર નથી. જો આવા ખેલાડીઓનું ઉપર સુધી રીપોર્ટિંગ થાય તો પરિસ્થિતિ ઘણી જ નિયમનમાં આવી શકે તેમ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved