Last Update : 02-June-2012,Saturday

 

જમીનદારોના સંગઠન
બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

૧૯૯૫થી ૨૦૦૦ સુધીમાં જમીન વિહોણા ૬૨ દલિતની હત્યાના તેમના પર આરોપ હતા

(પીટીઆઈ) આરા (બિહાર), તા. ૧
બિહારમાં જમીન માલિકોની ખાનગી સેના રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની આજે સવાલે ભોજપુર જિલ્લામાં ખૈરા મહોલ્લા શહેરમાં અજાણ્યા શસ્ત્રધારીઓએ હત્યા કરી હતી. આ હત્યા પછી આ વિસ્તારમાં વ્યાપેલી તંગદિલીને લીધે ૧૪૪મી કલમ અમલી કરાઈ છે.
આ બ્રહ્મેશ્વર સિંહ ઉર્ફે મુખિયાને જમીન વિહોણા ૬૧ દલીતોની, લક્ષ્ણપુર સહિત ડિસેમ્બર, ૧૯૯૬માં જુદા જુદા ગામોમાં હત્યા કરવાના આરોપો બદલ જન્મટીપ થી હતી પરંતુ આ એપ્રિલ માસમાં (તેણે કરેલી અપીલના સંદર્ભમાં) નિર્દોષ ઠરાવવામાં આવ્યો હતો. આ પછી તેઓ તેમના નિયમ પ્રમાણે સવારે ફરવા ગયા હતા. ત્યારે છએક જેટલા તોફાનીઓએ તેમની છાતીમાં એકી સાથે કેટલીયે ગોળીઓ ધરબી દેતાં તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું.
દરમિયાન પોતાની સેવા-યાત્રામાં ભાગલપુર પહોંચેલા, રાજ્યના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ભાગલપુર જિલ્લાનાં લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
તે સર્વવિદિત છે કે, બિહારમાં સામંતશાહી તત્વો અને દલિતો વચ્ચે ૧૯૭૬થી ૨૦૦૧ સુધીમાં વ્યાપક સંઘર્ષ ચાલતો હતો. તેમાં એક તરફ જમીન માલિકો અને બીજી તરફ જમીન વિહોણા દલિતોના પોતાની મેળે જ થઈ પડેલા નેતાઓ સામ-સામે આવી ગયા હતા.
આ ઘટના અંગે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને એલજીપીના નેતા રામ વિલાસ પાસવાને સીબીઆઈ દ્વારા તપાસ યોજવાની માગણી કરી છે. આ ઉપરાંત, બિહારના ભાજપના અધ્યક્ષ સી પી ઠાકુરે પણ આ હત્યાને વખોડી કાઢી છે.
આ મુખિયા ૧૯૯૫ થી ૨૦૦૦ સુધીમાં બિહારમાં થયેલા અનેક હત્યાકાંડોમાં સંડોવાયેલો હોવાના પણ આક્ષેપો છે. પટણા યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં, એમ.એ. થયેલા આ મુખિયાન પટણામાં જ ૨૦૦૨માં ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર ૨૨ કેસો ચાલતા પણ હતા. પરંતુ લક્ષ્મણપુરામાંથી હત્યાકાંડમાં તેને નિર્દોષ ઠરાવવામાં આવ્યો હતો. આ પછી ગયા એપ્રિલ માસથી તે જામીન ઉપર છૂટયો હતો. આ પૂર્વે તે આરા જેલમાં હતો. જ્યાંથી તે ભાગી છૂટયો હતો. આ પછી તેને ભાગેડુ પણ જાહેર કરાયો હતો.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એસ.કે.મોદીએ આ હત્યા અંગે સીબીઆઈ દ્વારા તપાસ યોજવા માટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
બ્રહ્મેશ્વર સિંહની હત્યા પછી તેના સમર્થકો તોફાને ચડયા હતા અને કેટલાયે સરકારી તથા ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા ડીજીપી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ તેઓને પણ પથ્થરમારાને લીધે ઇજા થઈ હતી. આ સાથે તોફાનીઓએ આરાસ્થિત જિલ્લાની સરકારી કચેરીમાં પણ ઘૂસી જઈ તોડફોડ કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા ડીજીપી અભયાનંદ ત્યાં કેમ્પ નાખીને રહ્યા છે. પહેલા આ વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો પરંતુ પરિસ્થિતિ થોડી થાળે પડતાં માત્ર ૧૪૪મી કલમ જ અમલમાં રાખવામાં આવી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved