Last Update : 02-June-2012,Saturday

 

અમેરિકામાં યોજાયેલી
'સ્પેલિંગ-સ્પર્ધા'માં પહેલાં ત્રણે સ્થાનો પર ભારતીયો વિજેતા

પ્રથમ સ્થાન મેળવનારી ૧૪ વર્ષની સ્નિગ્ધા રજામાં ૧૨, ચાલુ દિવસોએ ૬ કલાક અભ્યાસ કરે છે

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. ૧
ભારતીયવંશની ૧૪ વર્ષની અમેરિકન સ્નિગ્ધા નંદીપતિ ફ્રેન્ચ ભાષાના શબ્દ 'યંગ્વેશપેન્સ'નો સાચો સ્પેલિંગ (જોડણી) દર્શાવી અમેરિકાનું પ્રતિષ્ઠાજનક ''સ્પેલિંગ-બી'' પારિતોષિક પ્રાપ્ત કર્યું છે. તે સાથે અન્ય બે ભારતવંશીઓએ આ સ્પર્ધામાં બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી ભારતનું નામ રોશન કર્યું છે.
કેલિફોર્નિયાનાં સાન-ડીગોમાં, ૮માં ધોરણમાં અભ્યાસ કરતી સ્નિગ્ધાએ 'ગ્વેટાપેન્સ' શબ્દનો સાચો સ્પેલિંગ આ સ્પર્ધામાં કહ્યો હતો. ફ્રેન્ચ ભાષાના આ શબ્દનો અર્થ છે, અથડામણ (એમ્બુશ), (સ્તેર) કે છટકું (ટ્રેપ).
આ પારિતોષિક જીતનાર, સ્નિગ્ધા પાંચમી ભારતવંશીય છે. આ પૂર્વે ૪ ભારતીયોએ પણ આ સ્પર્ધા જીતી હતી.
આ સ્પર્ધા જીતતાં હવે, સ્નિગ્ધાએ ૩૦,૦૦૦ ડૉલરનું રોકડ ઈનામ સાથે એક ટ્રોફી, ઉપરાંત, ૨,૫૦૦ ડૉલરનો સેવિંગ્સ બોન્ડ અને ૫,૦૦૦ ડૉલરની શિષ્યવૃત્તિ મળી છે. તે ઉપરાંત, એન્સાઈકલોપિડીયા બ્રિટાનિકા દ્વારા તેને ૨,૬૦૦ ડોલર્સ સંદર્ભ ગ્રંથો માટે અપાશે.
આ સ્પર્ધામાં બીજું સ્થાન ફલોરિડાનાં ઓર્લેન્ડો સ્થિત ૧૪ વર્ષની સ્તુતિ મિશ્રાએ પ્રાપ્ત કર્યું છે. ત્રીજું સ્થાન ન્યૂયોર્ક સ્થિત ૧૨ વર્ષના અરવિંદ મહામકાલીને મળ્યું છે. આ ''સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી કોમ્પીટિશન''નું ગઈકાલે રાત્રે સીધું ટીવી પ્રસારણ પર કરાયું હતું. આ સ્પર્ધામાં કુલ ૨૭૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી ૯ ''ફાયનલિસ્ટસ્'' હતાં.
સ્નિગ્ધાએ પોતાને મળેલાં આ પારિતોષિક અંગે પ્રતિભાવો આપતાં કહ્યું હતું કે, હું મારા શબ્દોને બરોબર સમજું જ છું. ભાગ્યે જ કોઈ એવો શબ્દ હશે કે, જે હું સમજતી નહીં હોઉં. હું રોજ ૬ કલાક વાંચું છું અને શનિ-રવિની રજાઓમાં તો ૧૨ કલાક વાંચું છું.
આ પારિતોષિકો ઉપરાંત, સ્નિગ્ધાની ભારત યાત્રા માટે પણ વ્યવસ્થા થઈ ગઈ છે. તેના દાદાએ તેને વચન આપ્યું હતું કે, જો તે આ સ્પર્ધામાં વિજય થશે તો, તેઓ તેને ભારતની મુસાફરી કરાવશે. તેના દાદા આ સ્પર્ધા સમયે ઉપસ્થિત રહેવા ખાસ ભારતથી વૉશિંગ્ટન પહોંચ્યા હતા. હવે સ્નિગ્ધા તેની સાથે સ્વદેશ પણ આવશે, અને થોડો સમય ગાળશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved