Last Update : 02-June-2012,Saturday

 

ભાજપના મુખપત્રની સલાહ
મોદીએ મોટા થવું હોય તો સંજય જોશી માટે નમ્રતા દાખવવી રહી

અડવાણીએ ગડકરીનું કહ્યું માનવું જોઇએ ગુજરાત, કર્ણાટકના આંતર્કલહથી કાર્યકરો દુઃખી

નવી દિલ્હી, તા. ૧
ભાજપમાં અડવાણી વિ. ગડકરી અને નરેન્દ્ર મોદી વિ. સંજય જોષીનું જૂથ યુદ્ધ ચાલી રહ્યું છે. તેનો પડઘો તેના મુખપત્ર 'કમલ સંદેશ'માં પડયો છે. મોદી માટે કહેવાયું છે કે, વ્યક્તિ જેમ જેમ ઉપર જાય તેમ તેમ તેની સમજ વધવી જોઈએ. મતલબ સાફ છે, મોદીએ વડાપ્રધાન થવા સંજય જોશી માટે નમ્રતા અને સૌજન્ય દાખવવું જોઇએ. તો બીજી તરફ અડવાણી માટે લખાયું છે કે, શાખામાં મુખ્ય શિક્ષકનો આદેશ માનવાનો હોય છે પછી તેની ઉંમર કે તે સિનિયર છે કે જુનિયર તે જોવાતું નથી. અર્થ એ કે અડવાણીએ ભાજપ પ્રમુખ ગડકરીની આજ્ઞાા માનવી જોઇએ. આ બધા વિવાદો વચ્ચે નરેન્દ્ર મોદી પક્ષના વરિષ્ઠ નેતા અટલબિહારી વાજપેયીને મળવા અહીં આવી પહોંચ્યા છે. તેમણે અડવાણીની પણ મુલાકાત લીધી હતી.
કમલ સંદેશના તાજેતરના અંકમાં કર્ણાટક અને રાજસ્થાનમાં પણ પક્ષમાં ચાલી રહેલી જૂથબંધી અને જૂથો- જૂથો વચ્ચેના વિગ્રહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કર્ણાટકમાં પૂર્વમુખ્યપ્રધાન બી. એસ. યેદીયુરપ્પા પોતાને જ મુખ્યપ્રધાનપદે પુનઃ સ્થાપિત કરાવવા તેના સાથીઓ સાથે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે તથા પક્ષના રાજ્ય શાખાના નેતા ગુલાબચંદ કટારિયા વચ્ચે તીવ્ર મતભેદો જાગ્યા છે. કટારિયા એક સમયે જનસંપર્ક યાત્રા યોજવાના હતા. તેમને ગડકરીના આશીર્વાદ પણ હતા છતાં છેક છેલ્લી ઘડીએ તેઓએ તેમની તે 'યાત્રા' મુલતવી રાખવાનો નિર્ણય લેતાં અત્યારે તો પક્ષીય સ્તરે શાંતિ પ્રવર્તતી દેખાય છે પરંતુ તે કેટલો સમય ટકશે તે કહી શકાય તેમ નથી.
સૌથી વધુ આંચકાજનક વાત તો તે છે કે, પક્ષમાં વધી રહેલો આંતરિક વિવાદ પક્ષની તાજેતરમાં જ મુંબઈમાં મળેલી કાર્યકારિણી સમિતિની બેઠક સમયથી જ બહાર આવવા લાગ્યો છે. પહેલા તો સંજય જોષીની ઉપસ્થિતિ અંગે વિરોધ વ્યક્ત કરતા હોય તે રીતે નરેન્દ્ર મોદીએ આ સમિતિની બેઠકમાં હાજર રહેવાનું નિવાર્યું હતું પરંતુ સંજય જોષી પક્ષની કાર્યકારિણીમાંથી પણ દૂર થતા તેઓ તે બેઠકમાં પહોંચ્યા હતા. તો બીજી તરફ મોદીના પ્રવચન સમયે અડવાણી અને સુષ્મા સ્વરાની ગેરહાજરી ધ્યાન ખેંચ તેવી બની રહી હતી. તો મોદી અને ગડકરી વચ્ચે ઘનિષ્ઠતા વધી હતી.
પક્ષના દ્વિતીય ક્ષેણીના નેતાઓ વચ્ચેના વિવાદોની વાત એક તરફ મૂકીએ પરંતુ અડવાણી અને ગડકરી વિવાદમાં હવે પૂર્વપ્રમુખ રાજનાથસિંહે પણ ઝુકાવી તેમણે અડવાણીનો સીધો જ પક્ષ ખેંચ્યો છે. આથી હવે પક્ષની ટોચની નેતાગીરીનો ગજગ્રાહ સપાટી પર આવી ગયો છે.
આ તંત્રી લેખમાં ભાજપના નેતાઓને સંબોધી લખવામાં આવ્યું છે કે, વર્ગમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે તે સમજી શકાય પરંતુ જો શિક્ષકો અને મુખ્ય શિક્ષક (હેડમાસ્તર) પણ પાટા પરથી ઉતરી જાય તો પછી કોને કહેવાનું છે ? પક્ષ તે પાટા છે, તેની ઉપર સંગઠનની ટ્રેન ચાલી રહી છે.
આ અંગે કમલ સંદેશના આ તંત્રી લેખમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, નેતાઓએ તે ભૂલવું ન જોઈએ કે પક્ષે જ તેઓને ટોચના સ્થાને મૂક્યા છે. પરંતુ સૌએ તે સમજવું જોઈએ કે કોઈ ટોચના સ્થાને કાયમ રહેતા નથી. તેમાં તેમ પણ લખાયું છે કે, અટલજી, અડવાણીજી, અને જોશીજી એટલા માટે લોકપ્રિય છે કે, તેઓ સંગઠનને અથવા તો પક્ષને સર્વોપરી માને છે, પોતાને નહીં.
આમ છતાં આ વિવાદાસ્પદ મુદ્દાઓને રાળી-ટાળી નાખવાનો પ્રયત્ન કરતા પક્ષના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, માત્ર શૂન્યમાંથી વાતો ઘડી કાઢવી યોગ્ય નથી.
મહત્ત્વની વાત તો તે છે કે રાજસ્થાન અને કર્ણાટકમાં પક્ષમાં ચાલી રહેલા આંતરકલહ કરતા આ તંત્રીલેખમાં ગુજરાતના આંતરકલહ ઉપર વધુ વિશ્લેષણ કરાયું છે અને તેમાં નરેન્દ્ર મોદી તથા તેમના કટ્ટર વિરોધીઓ કેશુભાઈ પટેલ, સુરેશ મહેત સહિત અન્ય સભ્યોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved