Last Update : 02-June-2012,Saturday

 

મોડી સાંજે યુ.એસ.ના નબળા આંકડા પાછળ ક્રુડ ઓઈલ ત્રણ ડોલર તૂટયું
ચીનમાં મંદી ઃ અમેરિકામાં બેરોજગારી ઃ ક્રુડમાં કડાકો

સેન્સેક્સ ૨૫૩ પોઇન્ટ તૂટીને ૧૬,૦૦૦ની સપાટી ગુમાવી

યુ.એસ.માં બેરોજગારી દર વધીને ૮.૨ ટકા ઃ સેન્સેક્સ ૨૫૩ પોઇન્ટ તૂટીને ૧૬,૦૦૦ની સપાટી ગુમાવી ઃ નિફ્ટી ૮૩ પોઇન્ટ તૂટી ૪૮૪૨

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧
ભારતની આર્થિક-જીડીપી વૃદ્ધિ માર્ચ, ૨૦૧૨ના અંતના ત્રિમાસિકમાં ૫.૩ ટકાના નવ વર્ષના તળીયે, પાયાના ક્ષેત્રોની વૃદ્ધિ ઘટીને ૨.૨ ટકા થયા બાદ હવે ચીનમાં મેન્યુફેક્ચરીંગ આંકડા મે મહિનાના નબળા જાહેર થતાં અને યુ.એસ.માં બેરોજગારીમાં વધારો થતાં રીકવરીના બદલે મહામંદીના ભયે ક્રુડ ઓઈલના ભાવમાં ત્રણ ડોલરનો કડાકો બોલાઈ જઈ ૧૦૦ ડોલરની સપાટી ગુમાવી દીધી હતી.
ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિક્લ એન્ડ ચાઈના ફેડરશન ઓફ લોજીસ્ટિક્સ એન્ડ પરચેઝીંગ દ્વારા મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે નબળી વૃદ્ધિનો આંક પરચેઝ મેનેજર્સ ઈન્ડેક્ષ મે મહિના માટે ૫૦.૪ જાહેર થતાંની સાથે આજે વિશ્વબજારમાં ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૩.૧૩ ડોલર તૂટીને ૯૮.૭૦ ડોલરના આઠ મહિનાના તળીયે અને નાયમેક્ષ ક્રુડ ઓઈલના ૨.૮૩ ડોલર ગબડીને ૮૩.૭૦ ડોલરની સપાટીએ આવી ગયા હતા. આ કડાકા સાથે વિશ્વના શેરબજારો અને કોમોડિટીઝ બજારોમાં મોટી ઉથલપાથલ સર્જાઈ હતી.
ક્રુડ ઓઈલના ભાવ તૂટવા પાછળ આજે એકથી વધુ વૈશ્વિક નેગેટીવ પરિબળો જવાબદાર રહ્યા હતા. ભારતમાં તાજેતરમાં ડોલર સામે તૂટતો જતો રૃપિયો ૫૬.૫૦ના નવા તળીયે ગયા સાથે પેટ્રોલીયમ માર્કેટીંગ પીએસયુ કંપનીઓએ પેટ્રોલના ભાવ લીટર દીઠ રૃા.૭ થી ૮ તીવ્ર વધારો કર્યા બાદ પેટ્રોલની માગમાં ધરખમ ઘટાડાના અંદાજો અને ભારતની આર્થિક-જીડી વૃદ્ધિ માર્ચ, ૨૦૧૨ના પૂરા થયેલા ત્રિમાસિકમાં અસાધારણ ઘટીને ૫.૩ ટકાના નવ વર્ષના તળીયે આવી જવા ઉપરાંત પાયાના ક્ષેત્રોની વૃદ્ધિ ઘટીને ૨.૨ ટકા થઈ જતાં ઔદ્યોગિક મંદીની શક્યતાએ ક્રુડ ઓઈલ-પેટ્રોલીયમ મંદીની વપરાશમાં ધરખમ ઘટાડો તોળાઈ રહ્યો છે. આ સાથે કેન્દ્ર સરકારે ગઈકાલે સરકારી ખાતાઓને નવા વાહનોની ખરીદી પર નવા આદેશ સુધી પ્રતિબંધ મૂકી દીધાની પણ માઠી અસર વપરાશ પર થવાના અંદાજો છે. સાથે વૈશ્વિક મોરચે યુરો ઝોન નવી કટોકટીનો સામનો કરી રહ્યું હોઈ સ્પેનના ડીફોલ્ટ થવાના જોખમ અને ગ્રીસમાં ૧૭, જૂનના નવેસરથી ચૂંટણીઓ યોજાવાની હોવા છતાં યુરો ઝોનથી ગ્રીસ છુટુ થવાના યથાવત છે. જેમાં હવે જર્મનીના નોટ યીલ્ડ શૂન્યથી પણ નીચે માઈનસ ૦.૦૦૨ થઈ જતાં જર્મની કટોકટીમાં ધકેલાઈ રહ્યાના ભયે યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં હોઈ વૈશ્વિક મંદી વકરવાના એંધાણે ક્રુડ ઓઈલના ભાવો તૂટયા હતા.
આમ ક્રુડ ઓઈલના ભાવ ઓક્ટોબર ૨૦૧૨ બાદ પ્રથમ વખત ૧૦૦ ડોલરની સપાટી ગુમાવી આઠ મહિનાના તળીયે આવી ગયા છે. ક્રુડમાં જુલાઈ બ્રેન્ટ ફ્યુચર્સ મોડી સાંજે ૪.૧૭ ડોલર તૂટીને બેરલ દીઠ ૯૭.૭૦ ડોલર, વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડીયેટ જુલાઈ ફ્યુચર ૩.૯૭ ડોલર તૂટીને ૮૨.૫૬ ડોલર બોલતા હતા. યુ.એસ.ના બેરોજગારી આંકમાં વધારા પાછળ મોડી સાંજે અમેરિકાનો ડાઉ જોન્સ ઈન્ડેક્ષ ૧૯૮ પોઈન્ટ, નાસ્દાક ઈન્ડેક્ષ ૪૧ પોઈન્ટ અને યુરોપમાં લંડનનો ફુત્સી ઈન્ડેક્ષ ૬૧ પોઈન્ટ, ફ્રાંસનો કેક-૪૦ ઈન્ડેક્ષ ૫૮ પોઈન્ટ તથા જર્મનીનો ડેક્ષ ૧૭૫ પોઈન્ટ, સ્વીઝ માર્કેટ ઈન્ડેક્ષ ૭૨ પોઈન્ટનો કડાકો બોલાયો હતો.
અમેરિકામાં આજે મોડી સાંજે મે મહિનાના જાહેર થયેલા પે-રોલ-રોજગારીના આંકડા અપેક્ષાથી અત્યંત નબળા આવતા ક્રુડ ઓઈલના ભાવ વધુ તૂટયા હતા. અમેરિકી કંપનીઓએ મે મહિનામાં અપેક્ષીત ૧.૫૦ લાખ રોજગારીથી તુલનાએ માત્ર ૬૯૦૦૦ રોજગારીમાં ઉમેરો કર્યો છે. જે એપ્રિલના સુધારીત ૭૭૦૦૦ રોજગારી ઉમેરાની તુલનાએ ઓછી છે. આમ અમેરિકામાં બેરોજગારીનો દર ૮.૧ ટકાથી વધીને ૮.૨ ટકા થયો છે. અગાઉ એપ્રિલમાં ૧.૧૫ લાખ રોજગારીમાં ઉમેરો નોંધાવાયો હતો. જેમાં સુધારો કરીને ૪૯૦૦૦ રોજગારીમાં ઘટાડો કરાયો હતો.
ભારતની આર્થિક- જીડીપી વૃદ્ધિ માર્ચ, ૨૦૧૨ અંતના ત્રિમાસિકમાં ઘટીને નવ વર્ષના તળીયે ૫.૩ ટકા આવી જતાં અને પાયાના ક્ષેત્રોની વૃદ્ધિ પણ ઘટીને ૨.૨ ટકા નોંધાતા ઔદ્યોગિક મંદીના એંધાણે પરિસ્થિતિ રોજબરોજ વણસી રહી હોઇ નાણાં મંત્રાલય સરકારી ખર્ચ પર કાપ મૂકતા ઓસ્ટરીટી પગલા પૈકી નવા વાહનોની ખરીદી પર પ્રતિબંધ અને ફાઈવ સ્ટાર હોટલોમાં કોન્ફરન્સ કે મીટીંગ કરવા પર પ્રતિબંધ મૂકતા. એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ઓલરાઉન્ડ હેમરીંગ કર્યું હતું. નબળા જીડીપી આંક સાથે આજે ઓટોમોબાઇલ કંપનીઓના મે, ૨૦૧૨ મહિનાના વાહનોના વેચાણના આંકડા મારૃતી ઉદ્યોગના ૪.૪ ટકા ઘટાડા સહિત નબળા આવતા અને યુ.એસ.માં રોજગારીના મે મહિનાના આંકડા પૂર્વે ચીનનો પરચેઝ મેનેજર્સ ઇન્ડેક્ષ મે મહિનામાં ઘટીને ૫૦.૪ આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલદીઠ ૩.૧૩ ડોલર તૂટીને ૯૮.૭૦ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૨.૮૩ ડોલર તૂટીને ૮૩.૭૦ ડોલર થઇ જતાં તેમજ જર્મનીમાં બે વર્ષીય નોટ યીલ્ડ ઘટીને માઇનસ ૦.૦૦૨ થઇ જતાં એશીયા- યુરોપના બજારોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતાં. ભારત હવે ઔદ્યોગિક મંદીના ભરડામાં ફસાઇ રહ્યાના ચિંતાજનક આંકડા તેમજ ડોલર સામે સતત તૂટતો રૃપિયો ૫૬.૦૮ સામે આજે ૫૬.૦૪ ખુલી ૫૬.૨૮ સુધી ગબડી જઇ ઉછાળે ડોલરમાં વેચવાલી નીકળતા સુધરી આવી ઉપરમાં ૫૫.૭૫ થઇ ૫૫.૫૬ જેટલો રહ્યા છતાં ખરડાયેલા સેન્ટીમેન્ટમાં એફઆઇઆઇ સાથે લોકલ ફંડો- ઇન્વેસ્ટરોએ પેનીક સેલીંગ કર્યું હતું. સેન્સેક્ષ આગલા બંધ ૧૬૨૧૮.૫૩ સામે ૧૬૨૧૭.૪૮ મથાળે ખુલીને ૧૬૨૨૬.૧૯ થઇ શરૃઆતમાં સાધારણથી ધીમો ઘટાડો બતાવતો રહ્યા બાદ ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ભેલ, સ્ટરલાઇટ, ઓએનજીસી, ટાટા પાવર, ઇન્ફોસીસ, વિપ્રો, એચડીએફસી બેંક, એચડીએફસી, હિન્દુસ્તાન યુનીલીવર, જિન્દાલ સ્ટીલ, સ્ટેટ બેંક, ડીએલએફ, ટીસીએસ સહિતના શેરોમાં ઓલરાઉન્ડ હેમરીંગે સેન્સેક્ષ જોતજોતામાં ૧૬૦૦૦ની સપાટી ગુમાવી જઇ એક તબક્કે ૨૮૫.૦૫ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૫૯૩૩.૪૮ સુધી ખાબકી જઇને અંતે ૨૫૩.૩૭ પોઇન્ટના ઘટાડે ૧૫૯૬૫.૧૬ મથાળે બંધ રહ્યો હતો.
સરકારે ઓસ્ટેરીટી પગલાં લઇ પીએસયુ કંપનીઓ અને સરકારી ઓફિસરોના ખર્ચા પર કાપ મૂકતા પડકારરૃપ સમયનાં એંધાણે એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૯૨૪.૨૫ સામે ૪૯૧૦.૮૫ મથાળે ખુલીને એશીયન પેઇન્ટસ, કેઇર્ન ઇન્ડિયા, સિમેન્સ, રેનબેક્સી લેબ, બેંક ઓફ બરોડા, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક્નો, સેઇલ, આઇડીએફસી, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક, લાર્સન, એચડીએફસી બેંક, ભેલ સહિતમાં ધૂમ વેચવાલીએ ૪૯૦૦ની સપાટી ગુમાવી દઇને એક સમયે ૯૨.૫૦ પોઇન્ટ તૂટીને નીચામાં ૪૮૩૧.૭૫ સુધી ગબડી જઇ અંતે ૮૨.૬૫ પોઇન્ટના ધોવાણે ૪૮૪૧.૬૦ બંધ રહ્યો હતો. નિફ્ટી બેઝડ આજે વધનાર શેરો માત્ર ચાર આઇટીસી, ગેઇલ ઇન્ડિયા, સન ફાર્મા, હિન્દાલ્કો હ તા. બાકી ૪૬ શેરો ઘટયા હતાં.
ટાટા મોટર્સ રૃા. ૮.૭૦ તૂટીને રૃા. ૨૨૪.૫૦, મારૃતી સુઝુકીનું મે મહિનામાં વાહનોનું વેચાણ ૪.૪ ટકા ઘટતા શેર રૃા. ૩૨.૫૫ તૂટીને રૃા. ૧૦૭૩.૯૦ રહ્યા હતાં.
કોલસા માઇનીંગ કૌભાંડમાં વર્ષ ૨૦૦૬થી ૨૦૧૦ સીબીઆઇ તપાસના અહેવાલ અને ઔદ્યોગિક મોટી મંદીના એંધાણે હવે પાવર- કેપિટલ ગુડઝ કંપનીઓની હાલત કફોડી થવાના અને બેંકોનું મોટું ધિરાણ પાવર પ્રોજેક્ટોમાં અટવાઇ પડવાના અંદાજોએ પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં એફઆઇઆઇની ધૂમ વેચવાલી થઇ હતી. જેએસડબલ્યુ એનર્જી રૃા. ૨.૯૫ તૂટીને રૃા. ૪૨.૦૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૯.૮૦ ગબડીને રૃા. ૪૩૦.૪૫, અદાણી પાવર રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૪૫.૭૦, બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૨૬૩.૮૦ પોઇન્ટ તૂટીને ૮૫૫૩.૧૦ રહ્યો હતો. જ્યારે બીએસઇ પાવર ઇન્ડેક્ષ ૪૫.૧૮ પોઇન્ટ તૂટીને ૧૭૬૮.૭૩ રહ્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved