Last Update : 02-June-2012,Saturday

 

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ

-ગોધરાનાં કૌભાંડનો પર્દાફાશ

 

 

-પાંચ ગનમેનની પણ ધરપકડ

ગોધરા,તા.૧
પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગૃપે ગુરૃવારની સાંજે બાસ્કા ગામે છાપો મારી બનાવટી લાયસન્સના આધારે બંદુક વેચવાનું કૌભાંડ ઝડપી પાડી બંદુક સાથે એક શખ્સની અટકાયક કરી છે. લાઇસન્સના આધારે હાલોલ જીઆઇડીસી વિસ્તારની વિવિધ કંપનીઓમાં ગનમેન તરીકે ફરજ બજાવતા અન્ય ચાર શખ્સોને પણ વારાફરતી રેડ કરી ઝડપી પાડી પોલીસે પાંચ બંદુક, કાર્ટીઝ, આઇકાર્ડ, મોબાઇલ, બનાવટી રબરસ્ટેમ્પ, ફોટાઓ કબ્જે કરી હાલોલ પોલીસને હવાલે કર્યા છે.
પંચમહાલના સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પી.આઇ. સી.સી. ખટાણા તથા સ્ટાફ ગુરૃવારે હાલોલ વિસ્તારમાં હાઇવે પર પેટ્રોલીંગમાં હતા તે વેળા બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં સીક્યુરીટીના અમુક માણસો તથા ગનમેનો પોતે ગેરકાયદે બનાવટી લાઇસન્સના આધારે બંદુક જેવુ હથીયાર મેળવી વિવિધ સીક્યુરીટી એજન્સીના મેળાપીપણાથી નોકરી પર રહ્યા છે.
ગુરૃવારની સાંજે બાસ્કા ગામે આવેલી પીકઅપ સ્ટેન્ડની પાછળ આવેલ ભાડાના મકાનમાં રહેતા સતેન્દરસિંગ છોટેલાલ કમ્મરલાલ પાલ (રહે. ગામવખતી, મેનપુરી)ના ઘરમાંથી બનાવટી કોરા લાઇસન્સ એસડીએમ, મેનપુરી લકેલા સિક્કા લાઇસન્સ રીન્યુ આપ-ટુ લખેલા સિક્કા ઓ ઉપરાંત બાર બોરની એક બંદુક, છ કાર્ટીઝ, આઇકાર્ડ, બે સીમકાર્ડ મોબાઇલ મળી આપ્યા હતા. પોલીસે ઉંડી પૂછપરછ કરતાં સતેન્દ્રસિંગે તેણે અન્ય વિવિધ કંપનીઓમાં ગનમેન તરીકે ફરજ બજાવતા ચાર શખ્સોને બનાવટી લાઇસન્સ તથા ગન (બંદુક) આપી હોવાનું જણાવ્યું હતુ.
જેથી પોલીસે તેને સાથે રાખીને સનફાર્મા કંપનીમાં ગનમેન તરીકે ફરજ બજાવતાં રામવીરસીંગ જોહરીલાલ પાલ (રહે.સુંદરપુર, તા.ભોળાવ, જી.મેનપુરી) તથાપોલીકેમ કંપનીમાં ફરજ બજાવતા લાખનસિંગ બીરબલસિંગ પાલ (રહે. બારકાટાવર પાસે, મુ.રહે. બીરબલસિંગ પાલ (રહે. બાસ્કા ટાવર પાસે, મુ.રહે. નગલાભીમ, તા.ભોવાવ, જી.મેનપુરી, યુ.પી.) સનફાર્મા કંપનીમાં ફરીથી તપાસ કરી સુભાષસીંગ હુકમસિંગ યાદવ (રહે. બાસ્કા, બીએફસી કંપનીમાં ભાડેથી મૂ.રહે. હરનાગરપુર, મેનપુરી, યુ.પી. તથા યુનીઝેડ કંપનીમાં જઇ રાજુસીંગ રામશરણ પાલ (રહે. બીએફસી કંપનીમાં ભાડેથી મૂ.રહે. નગલાપાલ, તા.ભોવાવ, જી.મેનપુરી) ની ધરપકડ કરી હતી. તમામ પાસેથી બનાવટી લાઇસન્સના આધારે પાંચ બંદુકો મળી આવતાં તમામને હાલોલ પોલીસ મથકે લઈ આવી ગુનો દાખલ કર્યો હતો.
પાંચ શખ્સો પૈકીનાં ત્રણ શખ્સો ડીએસએસ (ડીટેક્ટીવ સીક્યુરીટી સર્વિસ) નામની તથા બે શખ્સો 'એસ્કોર્ટ' નામની સીક્યુરીટી સર્વિસ પૂરી પાડતી એજન્સી મારફતે 'ગનમેન' તરીકે ફરજ બજાવતા હતા.
પોલીસ ઈન્સ્પેકટર ખટાણાનાં જણાવ્યા મુજબ સીક્યુરીટી સર્વિસ પૂરી પાડતી એજન્સીો કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર માત્ર કમીશનને લક્ષમાં રાખી આવાં બનાવટી લાઈસન્સવાળા 'ગનમેન'ની ભર્તી કરી નોકરી પર રાખતાં હોઈ જે તે એજન્સીનાં સંચાલકોને પણ પૂછપરછ કરાશે. જો તેમની મદદગારી હશે તો ધરપકડ પણ કરવામાં આવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved