Last Update : 02-June-2012,Saturday

 

બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર

કડાણામાં મોસાળમાં રહેતી કિશોરીને રિક્ષામાં બેસાડી લઈ ગયા બાદ પાંચ દિવસ કુકર્મ આચર્યું ઃ અંતે પકડાયા

આણંદ,તા.૧
આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ હરીપુરા તાબે સેવરાપુરાની વતની અને હાલ બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતી એક ૧૫ વર્ષીય કિશોરી પર બોરસદના જ પાંચ મુસ્લીમ યુવકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ કિશોરીને ગત તા.૨૬મીના રોજ સમીસાંજના સુમારે બોરસદની આણંદ ચોકડી પરથી રીક્ષામાં બેસાડી બોરસદ તેમજ ભાદરણ રોડ અને આજુબાજુના સીમ વિસ્તારોમાં લઈ જઈ તા.૩૦મી સુધી રાખી પાંચેય નરાધમોએ વારાફરતી સાતેક વખત સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસ મથકમાં ગતરાત્રિના સુમારે ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ મુસ્લિમ યુવકો સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઓટોરીક્ષા સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

આજથી એક વર્ષ પૂર્વે આ કિશોરીના મામીની ભત્રીજીનું ઝારોલા ખાતે લગ્ન હોઈ તેણીની આ લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જ્યાં વિજય નામના વિડીયોગ્રાફર સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. ગત તા.૨૬-૫-૧૨ના રોજ વીડીયોગ્રાફર વિજયે તેણીને બોરસદ ખાતે મળવા બોલાવી હતી. જ્યાંથી વિજય આ કિશોરીને પોતાની મામીના ઘરે રૃંદેલ લઈ ગયો હતો. ત્યાંથી વીડીયોગ્રાફી માટે જોગણીયા ગામે લઈ ગયો હતો. વીડીયોગ્રાફીનું કામ પુરૃ કરીને બપોરના ત્રણેક વાગ્યાના સુમારે તેઓ પરત રૃંદેલ આવ્યા હતા. આ વખતે વિજયનો ભાઈ રાજુ તેઓને જોઈ જતાં તેણે વિજયને ઠપકો કર્યો હતો અને કિશોરીનેે તેના ઘરે મુકી આવવાનું કહેતા વિજય અને રાજુ કિશોરીને મોટરસાયકલ પર બેસાડી કઠાણા ગામે મુકવા આવ્યા હતા. જો કે વિજય અને રાજુ આ કિશોરીને જંત્રાલ રોડ ઉપર આવેલ બસ સ્ટેન્ડે ઉતારીને ચાલ્યા ગયા હતા. જો કે ત્યાંથી જતા પહેલા વિજયે આ કિશોરીને ખાનગીમાં કહેેલ કે તું પાછી બોરસદ બસ સ્ટેન્ડે મળવા આવી જજે તેમ કહી ચાલ્યો ગયો હતો. બીજી તરફ આ કિશોરી બોરસદ જવા નીકળી હતી. પરંતુ કોઈ વાહન ન મળતા ધર્મજ ચોકડી આવી હતી. જ્યાં સાંજના ૭ઃ૩૦ વાગ્યાના સુમારે પેસેન્જર રીક્ષા આવતા તેમા બેસીને બોરસદ આવવા નીકળી હતી. બોરસદની વાસદ ચોકડી આવતા જ બધા પેસેન્જરો રીક્ષામાંથી ઉતરી ગયા હતા. બાદમાં આ કિશોરીને બોરસદ બસ સ્ટેન્ડે જવાનું હોઈ તેણીની રીક્ષામાં જ બેસી રહી હતી. જ્યાં રીક્ષાચાલક જાવેદ નામના શખ્શે તેણી સાથે વાતચીત કરીને જમવાનો ભાવ પુછી બસ સ્ટેન્ડ નજીક આવેલી પાઉંભાજીની લારીએથી પાઉંભાજી ખવડાવી હતી. ત્યાંથી જાવેદ તેણીને બસ સ્ટેન્ડે ઉતારી દેવાનું જણાવી ભાદરણ રોડ ઉપર આવેલ એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે ફોન કરીને પોતાના મિત્ર મોજુદ ફ્રુટવાળાને બોલાવતા જ તે બાઈક લઈને આવી ગયો હતો. જ્યાં બંનેે જણાંએ વાતચીત કર્યા બાદ મોજુદ બાઈક લઈને નાસ્તો લેવા માટે ગયો હતો. જ્યારે જાવેદ અને આ કિશોરી ખેતરમાં રોકાયા હતા. બાદમાં મોજુદ નાસ્તો લઈને આવતા ત્રણેય જણાંએ ખેતરમાં નાસ્તો કર્યો હતો. રાત્રિના દસેક વાગ્યાના સુમારે જાવેદ ભાડાની રીક્ષા મુકીને પરત ખેતરમાં આવ્યો હતો. જ્યાં તેણે આ કિશોરી પર મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે એટલે કે તા.૨૭મી મેના રોજ સવારના ૫ઃ૦૦ કલાકે જાવેદ અને મોજુદ આ કિશોરીને મોટરસાયકલ પર બેસાડી બોરસદ રેલ્વે સ્ટેશન લઈ ગયા હતા. બાદમાં જાવેદ આ કિશોરીને મોજુદના હવાલે કરી ન્હાઈ-ધોઈને આવું છું તેમ કહી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં તે ન્હાઈ-ધોઈને પરત આવતા મોજુદ ન્હાવા માટે ગયો હતો. આ સમયે જાવેદ આ કિશોરીને જુદા-જુદા સ્થળોએ ફેરવી રાત્રિના સુમારે ભાદરણ રોડ ઉપર આવેલ નહેર પર લઈ ગયો હતો. જ્યાં નહેરના પગથીયા પર તેણીના પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્રીજા દિવસે એટલે કે તા.૨૮મી મેના રોજ ૬ઃ૦૦ વાગ્યાના સુમારે ત્રણેય જણાં બોરસદની વઘવાલા નહેર પર આવ્યા હતા અને જાવેદ મોજુદને સોંપીને રીક્ષા લઈ પેસેન્જર ભરવા ગયો હતો. મોજુદે આ કિશોરીને દિવસ દરમ્યાન બોરસદમાં ફેરવી હતી અને રાત્રિના ૮ઃ૦૦ કલાકના સુમારે બોરસદના બસ સ્ટેન્ડ પરથી પાઉંભાજી લઈ ભાદરણ રોડ ઉપર આવેલ બસ સ્ટેન્ડે લઈ જઈ આ કિશોરીને પાઉંભાજી ખવડાવી હતી. બાદમાં રાત્રિના સુમારે તેણીના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ૨૯મીના રોજ આસોદર ચોકડી લઈ જઈને આ કિશોરીને મંગળવારીમાંથી કપડા ખરીદી આપ્યા હતા અને આખો દિવસ રીક્ષામાં ફેરવી સાંજના સુમારે મોજુદ આ કિશોરીને બોરસદના બસ સ્ટેન્ડને લઈ આવ્યો હતો. જ્યાં મોજુદના મિત્ર હિદાયત કે જે કલરનું કામ કરે છે તે હાજર હતો અને મોજુદ ત્યાંથી આ કિશોરીને હિદાયતના હવાલે કરી ચાલ્યો ગયો હતો. હિદાયત આ કિશોરીને રીક્ષામાં બેસાડી બોરસદની વાસદ ચોકડી લઈ ગયો હતો. જ્યાં હિદાયતનો મિત્ર નઝીર અને મુકો રીક્ષા લઈ ત્યાં આવ્યા હતા અને આ કિશોરીને રીક્ષામાં બેસાડી કે.જી.હોટલ તરફ ખેતરોમાં લઈ ગયા હતા. ખેતરમાં લઈ ગયા બાદ હિદાયતે આ કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ હિદાયતના મિત્ર નઝીરે પણ આ કિશોરી પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.

(૧) જાવેદખાન ઉર્ફે ખન્ના લતીફખાન પઠાણ - ઉં.વ.૨૧, ધંધો - રીક્ષા ડ્રાઈવર તથા ઈસ્ત્રી કામ (રહે.બોરસદ, રબારી ચકલા, મસ્જિદ પાસે, લીમડી ટોલો) (૨) મોજુદમીંયા ઉર્ફે નથ્થન મુસ્તુફામીંયા મલેક - ઉં.વ.૨૪, ધંધો - ફ્રુટની લારી, (રહે. બોરસદ, રબારી ચકલા, તાઈવાડા) (૩) હિદાયતખાન ઉર્ફે ઈદા ઈનાયતખાન પઠાણ - ઉં.વ.૨૮, ધંધો - કલરકામ (રહે. બોરસદ, રાજા મહોલ્લા, હજામ ટેકરી) (૪) નઝીરોદ્દીનકમરોદ્દીન મલેક - ઉં.વ.૩૨, ધંધો - રીક્ષા ડ્રાઈવર (રહે. બોરસદ, સૈયદ ટેકરા, રબારી ચકલા) (૫) મહંમદ મુકીમ ઉર્ફે મુકો ઈફતેખારોદ્દીન મલેક - ઉં.વ.૨૧, (રહે. બોરસદ, અલમદીના નગર સોસાયટી)

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોરસદના પાંચ યુવકોનો કિશોરી પર બળાત્કાર
મેડિકલ ઓફિસર ચેકઅપ માટે રૃ।.૨૧૦૦ની લાંચમાં ઝડપાયા

બનાવટી લાયસન્સથી બંદુક વેચવાનું કૌભાંડ ઝડપાયું

અંગોલામાં ફસાયેલા ત્રણ ગુજરાતી બંધનમુકતઃ આજે ઘેર પહોંચશે
ડાંગમાં મા-બાપની કુહાડીના ઘા ઝીંકી પુત્રએ હત્યા કરી
સોનામાં સ્પ્રિંગ જેવા ઉછાળા વચ્ચે રૃ.૨૯૬૦૦નો નવો રેકોર્ડ સર્જાયો

બિહારની રણવીર સેનાના સ્થાપક બ્રહ્મેશ્વરસિંહ ઉર્ફે મુખિયાની હત્યા

કચ્છમાં ૩ની તીવ્રતા સાથે ધરતી ધણધણી, કુલ ૫ આંચકા
હું ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છું ઃ ગંભીર
કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ થકી IPL ને બદનામ ના કરી શકાય
શાહરૃખ ખાનને ગોવાની ડેમ્પો ફૂટબોલ કલબમાં રસ
ઔડાની સ્પોર્ટસ એકેડમીમાં રમતોની સુવિધા ખુલ્લી મુકાઇ

લાસ્કેર, કાસ્પારોવ અને કાર્પોવ છ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા છે

એપ્રિલ દરમિયાન નિકાસમાં ૩.૨ ટકાનો વધારો ઃ સરકાર પ્રોત્સાહનો જાહેર કરશે
ભૂતકાળ ભૂલીને આગળ વધવાની હિમાયત કરતાં સૈન્યના વડા સિંહ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી સાથે દિલથી નાતો છે પૈસાથી નહી
આર્ટએ મને નવજીવન આપ્યું છે
ફિટ એન્ડ હેલ્થી ફંડામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
પત્નીની પસંદગીના જ કપડાં પહેરવાનુ પસંદ કરતા પતિદેવો
ગર્લ્સમાં પીસ ઓફ નેલ આર્ટના ફંડા
 

Gujarat Samachar glamour

દીપિકા-રણબીર ફરીથી ‘નજીક’
ઝરીન શૈક્ષણિક સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર
કિમ કર્દાશિયાનો કંિમતી સામાન એરપોર્ટ પર ગુમ થયો
જોહરા સહગલ અને રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ એવોર્ડ
આમિરનો દુરુપયોગ નેતાઓએ કર્યો
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved