Last Update : 02-June-2012,Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨-૦૬-૨૦૧૨, શનિવાર
જેઠ સુદ તેરસ - પ્રદોષ વ્રત. વટસાવિત્રી વ્રતારંભ
ઈડર (જી.ણ.) સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ
તિ.શ્રી ગિરધારીજીનો ઉત્સવ.

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૪ મિ., (સૂ) ૬ ક. ૪૬ મિ., (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ સ્વાતિ સાંજના ૪ ક. ૩૬ મિ. સુધી પછી વિશાખા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃષભ, મંગળ - સંિહ, બુધ - વૃષભ, ગુરૂ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, ગ્રીષ્મ ૠતુ, રા.દિ. જે ૧૨
માસ-તિથિ-વાર ઃ જેઠ સુદ તેરસ ને શનિવાર.
- પ્રદોષ વ્રત. - વટસાવિત્રી વ્રતારંભ- સિદ્ધિયોગ ૧૬-૩૬ સુધી.
- ઈડર (જી.ણ.) સ્વામિનારયણ મંદિર પાટોત્સવ.
- તિ શ્રી ગિરધારીજીનો ઉત્સવ.
- આજે વાદળ ન હોય તો અષાઢમાં વરસાદ થાય નહીં પરંતુ શ્રાવણમાં વરસાદ થાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૧૯ રોજ ફરવરદીન.
હમકારો.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપના હૃદય-મનની પ્રસન્નતામાં આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. બેંકોનું, બહારનું કામકાજ થાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધામાં વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ, રાહત અનુભવો. પત્ની-સંતાન-પરિવારથી સાનુકૂળતા, આનંદ રહે.

 

મિથુન ઃ પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ લગ્ન કે અન્ય કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા, ખર્ચ થાય. નોકરી-ધંધામાં કામ થાય.

 

કર્ક ઃ મકાન-જમીન-મીલકતના પ્રશ્ને, પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને વિલંબમાં પડેલા કામમાં પ્રગતિ જણાય. મહત્ત્વની કામગીરીથી વ્યસ્તતા રહે.

 

સંિહ ઃ નોકરી-ધંધાના, ભાઈભાંડુના, નોકરચાકર, કારીગરવર્ગના પ્રશ્ને, નાણાંકીય પ્રશ્ને તેમજ રોજીંદા કામમાં ઘ્યાન આપવું પડે.

 

કન્યા ઃ આપના નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં, સંતાનના કામમાં આનંદ રહે. ધર્મકાર્ય થાય. બહાર જવાનું થાય.

 

તુલા ઃ પુત્રપૌત્રાદિકથી આનંદ રહે. પોતાના અંગત કામ માટે બહાર જવાનું થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

વૃશ્વિક ઃ ધર્મકાર્ય-શુભકાર્યનો, બહાર જવાનો ખર્ચ થાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. આનંદ રહે.

 

ધન ઃ આપના રોજીંદા કામ ઉપરાંત વધારાના કામ અંગે વ્યસ્ત રહો. બેંકનું, નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

 

મકર ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા પુત્ર પૌત્રાદિક, પરિવારથી રહે. બહાર જવાનું થાય. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય.

 

કુંભ ઃ આકસ્મિક કોઈ ફાયદો-લાભ-આવક નોકરી-ધંધામાં થવાથી ક્ષણિક ચંિતા-મુંઝવણ ઓછી થાય, તમારું કામ થઈ શકે.

 

મીન ઃ આજે આપે તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં, રસ્તામાં આવતા જતા સાવધાની રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨-૦૬-૨૦૧૨, શનિવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ આરોહ, અવરોહનું રહે. નસીબ બે ડગલાં પીછેહઠ કરતું જણાય. મહેનતના પ્રમાણમાં યશ-ધન-સફળતા ઓછા જણાય. જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને ક્ષણિક કોઈ ફાયદો-લાભ થાય. - વર્ષારંભથી જ પોતાના નોકરી-ધંધાના કામમાં લાલબત્તી સમજીને જોખમ કર્યા વગર પોતાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. - સરકારી-ખાતાકીય આપત્તિ, તપાસમાં નોકરી કે ધંધાનું કામ રૂકાવટવાળું રહે. તમારી આવકને, પ્રગતિને અસર થાય. - ઘાતક બીમારીથી, પડવા વાગવાથી, અકસ્માતથી બંધન-ખર્ચ-ચંિતા-મુશ્કેલીમાં અટવાયેલા રહો. - સ્ત્રી વર્ગને પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધમાં વિશ્વાસઘાત-દગો થાય. અવિવાહિતને મુશ્કેલી થાય. - વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગથી-બીમારીથી- નાણાંકીય તકલીફથી ભણવામાં મુશ્કેલી અનુભવવી પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન હોટલમાં ઉતરેલો અને બે દિવસ રોકાઇને એ હોટલ છોડીને કાઉન્ટર ઉપર બીલ ચુકવી રહ્યો હતો ત્યાં એકાએક એને સાંભર્યું કે એ લેપટોપ અને મોબાઇલ ફોન પોતાના રૂમમાં ભૂલી ગયો છે. એણે વેઇટરને બોલાવીને કહ્યું કે, ‘‘જા જો તો રૂમ નં. ૩૧૦માં લેપટોપ અને મોબાઇલ ફોન રહી નથી ગયા ને? જરા જલદી કરજે... ફ્‌લાઇટનું મોડું થાય છે.’’
વેઈટર લલ્લુ દોડતો ગયો અને દોડતો પાછો આવીને બોલ્યો, ‘‘હા, સાહેબ... બન્ને વસ્તુ રૂમમાં પડેલી જ છે.’’

[Top]
 

આજ ની રેસીપી

મિક્સ મસાલાઃ અવનવી વાનગીઓ

ચટપટી બ્રેડ

 

સામગ્રી ઃ ૪ પાઉ (બન), ૧ કિલો બટાટા, ૨ મઘ્યમ કદની ડુંગળી, ૨ મઘ્યમ કદના ટમેટા, લસણ ૧૫-૨૦ કળી, ૨૫ ગ્રામ દાળિયા, ૨૫ ગ્રામ શેકેલા શીંગદાણા, ધાણાજીરુ, હળદર, મરચું, મીઠું, લીલામરચા, આમચૂર પાઉડર સ્વાદ પ્રમાણે, કોથમીર ૨૫ ગ્રામ, થોડો કચ્છનો ગરમ મસાલો, તેલ રાઇ, જીરૂ, હંિગ, ખાંડ.

 

રીત ઃ ૧ કિલો બટાટા કુકરમાં બાફો, બફાઈ જાય ત્યારે ચાર-પાંચ બટાટાને લઈ સમારો. કડાઈમાં તેલ લેવું, રાઇનો વઘાર કરવો. ત્યાર બાદ જીરૂ તથા હંિગ તથા લીલા મરચા નાખી બટાટા સમારેલા નાખવા. તેમાં મીઠું હળદર, મરચું આમચુર પાઉડર, ચપટી ગરમમસાલો, ખાંડ નાખી હલાવવું પાંચ મિનિટ ગેસ પર ધીમા તાપે રાખવું. પછી ઉતારી લેવું.
બાકીના વધેલા બટાટાનો માવો કરવો. તેમાં બે-ત્રણ પ્યાલા પાણી નાખવું. કડાઈમાં તેલ જરાક આગળ પડતું લેવું. રાઈ, જીરૂ, હંિગનો વઘાર કરી બટાટાનો માવો અને પાણી નાખવું. તેની અંદર મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ, આમચૂર, ખાંડ, સ્વાદ પ્રમાણે નાખવું. બે ચપટી ગરમ મસાલો (કચ્છનો જ) નોખવો. અને તેને ધીમા તાપે ઉકળવા દેવું રસો બહુ જાડો પણ નહીં અને બહુ પાતળો પણ નહીં.
કઢાઈમાં સહેજ તેલ મૂકી તેમાં શીંગદાણા અને દાળિયા નાખવા. તેમાં મીઠું હળદર, મરચું નાખી લાલાશ પડતું થાય ત્યાં સુધી શેકવું પછી ઉતારી લેવું.
૧૫-૨૦ લસણની કળી ફોલીને તેને વાટી લેવી. તેમાં જીરૂ, મીઠું અને મરચા પાઉડર નાખી લસણની ચટણી બનાવવી. ટામેટા, કાંદા અને કોથમીર ઝીણા સમારવા. પાંઉના ટુકડા કરીને વાળી બનાવવી. પ્લેટમાં થોડા પાઉના ટુકડા મૂકો તેના ઉપર શાકના બે-ચાર કટકા મૂકવા. તેના ઉપર બટાટાનો રસો નાખવો. ત્યાર બાદ ૧ ચમચી લસણની ચટણી નાખો. પછી ટમેટા, કાંદા અને કોથમીર ભભરાવો. તેના દાળિયા નાખો. આમ ગરમા-ગરમ પીરસો. પાઉના બદલે બ્રેડ પણ ચાલે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved