Last Update : 01-June-2012,Friday

 

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ
ધૂમ્રપાનના કારણે અકાળે હૃદયરોગનો હુમલો આવે છે ઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

તમાકુના સેવનથી વિશ્વભરમાં વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૧
'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની આગલી સાંજે ધુમ્રપાન સાથે જોડાયેલી વધુ એક ગંભીર બાબત સપાટી પર આવી છે. તબીબોના કહેવા મુજબ સમય કરતાં વહેલો અથવા અકાળે હૃદયરોગનો હુમલો આવવા પાછળ ધુમ્રપાનનું કારણ સૌથી મહત્વનું છે. ભારતમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ૪.૫ કરોડ જેટલી હોવાનું માનવામાં આવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ વિશ્વભરમાં તમાકુનું સેવન એ જાહેર સ્વાસ્થ્યને લગતું સૌથી મોટું જોખમ છે. દર વર્ષે તમાકુના સેવનને લગતી બિમારીઓથી દુનિયાભરમાં ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાંના ૬ લાખ જેટલા તો ધુમ્રપાન કરતાં જ નથી પણ પરોક્ષ ધુમ્રપાનનો તેઓ ભોગ બને છે.
ભારતમાં આ સંદર્ભે સ્થિતિ ઘણી ચેતવણીસૂચક છે અને અહીં તમાકુના કારણે દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુ પામે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૦૧૨ના અહેવાલ મુજબ ભારતમાં ૩૦ વર્ષ અને તેની ઉપરની વયના લોકોનાં કુલ મૃત્યુઆંકમાંથી સાત ટકા જેટલા મત્યુ પાછળ તમાકુ જવાબદાર છે. ધુમ્રપાન સહિતના તમાકુ સેવનથી શ્વાસનળીમાં સોજો અને ફેફસાનું કેન્સર થતું હોવાનું જગજાહેર છે પણ અનેક નથી જાણતા કે સમય કરતાં વહેલો અથવા અકાળે હૃદયરોગનો હુમલો આવવા પાછળ મુખ્યપણે ધુમ્રપાન જવાબદાર છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ ૧.૭૩ કરોડ લોકો હૃદયરોગના કારણે અવસાન પામે છે અને તેમાના ૧૦ ટકા તમાકુના સેવનના કારણે થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ધુમ્રપાનના કારણે ધમનીઓમાં ચરબીવાળો પદાર્થ એકઠો થાય છે જેના કારણે રક્તનો પ્રવાહ અવરોધાય છે અને આગળ જતાં તે હૃદયરોગ નોતરે છે.
બીજી બાજુ ધુમ્રપાનનો કોઇ પણ સલામત પ્રકાર નથી અને તમામ પ્રકારનું ધુમ્રપાન હાનિકારક હોવા પર નિષ્ણાંતો ભાર મૂકી રહ્યા છે. તમાકુના ધુમાડામાં ઝેરી પદાર્થ હોય છે જેમાં નિકોટિન, કાર્બન ડાયોકસાઇડ, ટાર અને હાઇડ્રોજન સાઇનાઇડનો સમાવેશ થાય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહારાષ્ટ્રમાં બંધને હિંસક વળાંકઃ રેલ-રોકો અને રસ્તારોકો સાથે મિશ્ર પ્રતિસાદ

જનરલ વિક્રમસિંહે સેનાના ૨૫મા વડા તરીકે હોદ્દો સંભાળ્યો

જમ્મુમાંથી હિઝબુલનો ત્રાસવાદી ઝડપાયો
એન.ડી. તિવારી એઇમ્સના દાખલ
નુપુર તલવારની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અઝલાન શાહ હોકીમાં ભારતનો પાકિસ્તાન સામે૨-૧થી વિજય
વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ખુશી કરતા હળવાશ વધુ અનુભવું છું
ફ્રેન્ચ ઓપનમાં નડાલ અને મરેની વિજય સાથે આગેકૂચ

બગદાદ ધણધણી ઉઠયું ઃ શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં ૧૬ મોત, ૫૬ ઘાયલ

ગ્રીસ પછી હવ સ્પેન કટોકટીમાં યુરોપના દેશોને મદદની અપીલ
ડૉ. આફ્રિદીને કરાયેલી સજા બદલ પાક.નો ખુલાસો પૂછતું અમેરિકા

પાકે. હત્ફ-૮ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

માથામાં ટાલવાળી વ્યક્તિના 'માથે' પ્રોસ્ટેટ કેન્સરનું તોળાતું જોખમ !
જીડીપી વૃધ્ધિ નબળી ૫.૩%ઃ સેન્સેક્ષનો ૨૨૬ પોઈન્ટનો ઘટાડો અંતે ૯૪ પોઈન્ટ
સોના તથા ચાંદીના ભાવો બંધ બજારે ઝડપી ઉછળ્યા
 
 

Gujarat Samachar Plus

ભારત બંઘની અમદાવાદ ઇફેક્ટ
લવશીપ બોલે તો યસ, લવ મેરેજ બોલે તોે નો...
IPL પછી હવે પોળ પ્રિમિયર લિગ
મહિલાઓ કરતાં પુરુષો ક્વિક શોપર્સ
ભેજવાળા વાતાવરણમાં ચહેરો બગડે પહેલાં
 

Gujarat Samachar glamour

ટાઈમની ૧૦૦ ગ્રેટેસ્ટ ફિલ્મોમાં ‘આવારા’
રેખાને ‘ઉમરાવજાન’ માટે મનાવવાનો પ્રયાસ
રોબર્ટ પેન્ટિનસને નિર્વસ્ત્ર-અભિનય કરવાની ના પાડી
દરેક ફિલ્મો ખરાબ હોતી નથી સલીમ શાહિન
પૂનમ પાંડેએ નગ્ન બની વચન પાળ્યું
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved